Abtak Media Google News

જસદણ તાલુકાના આટકોટમાં છેલ્લા 1 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. આટકોટમાં 1 કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

તેમજ કોટડાસાંગાણી તાલુકાના રામોદ ગામે એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. જેને લઈને સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે.

અમરેલીમાં પણ છુટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તો ગોંડલ પંથકમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો.

આ સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના આગમનને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણે કે ખેડૂતોએ વાવણી તો કરી દીધી હતી પરંતુ તેઓ વરસાદની રાહ જોઈ રહ્યાં હતા. ત્યારે વરસાદના આગમનના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.