Abtak Media Google News

હાર્દીકને કાર્યવાહક પ્રદેશ પ્રમુખ બનાવવાથી કોગ્રેસમાં પાટીદાર નેતૃત્વ મુદે ધમાસાણ પાર્ટીના વરિષ્ટ આગેવાનોમાં પણ હાર્દીકના નેતૃત્વમાં કામ કરવા સામે આક્રોશ

પાટીદાર અનામત આંદોલનના નામે રાજયના સક્ષમ પાટીદાર સમાજન ખંભે બેસીને પોતાને યુવા નેતા તરીકે પસાવવાનો હાર્દીક પટેલનો પ્રયાસ કર્યો હતો. પાટીદાર આંદોલનથી પાટીદારોને અનામતનો લાભ તો ન મળ્યો પરંતુ રાજયના પાટીદાર મુખ્યમંત્રીનું શાસન પણ છીનવાય જવા પામ્યું હતુ જેથી પાટીદાર સમાજમાં હાર્દીક પટેલ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જેથી સમાજના રાજકારણમાં મળેલી નિષ્ફળતાને દબાવવા હાર્દીકે કોંગ્રેસમાં પ્રવેશ મેળવીને સામાજીક નેતામાંથી રાજકીય નેતા બનાવવાનો પ્રયાસ કર્યો છે. તાજેતરમાં હાર્દીકે કોંગ્રેસ હાઈકમાન્ડ પર દબાણ કરીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યવાહક પ્રમુખ પદ મેળવ્યું છે. પરંતુ હવે કોંગ્રેસમાં પણ હાર્દીક પટેલના નેતૃત્વ સામે પાટીદાર નેતાઓ અને વરિષ્ટ આગેવાનોમાં ચણભણાટ શ‚ થયો છે. જેથી અનામત આંદોલનમાં નિષ્ફળ રહેલા અને કોંગ્રેસના માથે પડેલા હાર્દીક મુદે યાદવાસ્થળી થવા પામી છે.

Advertisement

૨૭ વર્ષિય હાર્દીક પટેલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યવાહક પ્રમુખ પદે તાજેતરમાં નિમણુંક કરવામાં આવી છે. જેથી કોંગ્રેસમાં પાટીદાર સમાજનું નેતૃત્વ કરી રહેલા વિધાનસભાનાવિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી સામે એક નવી સામાજીક હરીફાઈ ઉભી થવા પામી છે. હાર્દીકની નિમણુંકથી કોંગ્રેસમાં પાટીદાર સમાજનો ચહેરો કોન? તે મુદે તેમની અને ધાનાણી વચ્ચે સંઘર્ષ થવાની સંભાવનાઓ વ્યકત થવા લાગી છે. કોંગ્રેસમાં રહેલા અડધો ડઝન જેટલા પાટીદાર ધારાસભ્યોને પોતાની તરફ ખેંચવા ધાનાણી અને હાર્દીક વચ્ચે ખેંચતાણ થવાની સંભાવના પણ પાર્ટીના સુત્રોએ વ્યકત કરી છે. આગામી સમમાં રાજયમાં કોંગ્રેસની સરકાર બને તો પરેશ ધાનાણી પાટીદાર સમાજના યુવા નેતા તરીકે મુખ્યમંત્રી પદના પ્રમુખ દાવેદાર મનાય છે. હાર્દીકને કાર્યવાહક પ્રમુખ બનાવવાથી ધાનાણીના એક નવા દાવેદાર ઉભા થયા છે.ઉપરાંત પાટીદારોને ઓબીસીમાં સમાવવાની માંગણી કરીને પાટીદાર અનામત આંદોલન ચલાવનારા હાર્દીક પટેલ સામે એસસી એસટી અને ઓબીસી સમાજના બીજા સમાજોમાં નારાજગી છે. આ સમાજોમાં ભય હતો કે પાટીદારોને ઓબીસીનો લાભ અપાઈ તો તેમના મળતા અનામતના લાભો હકકો પર તરાપ આવે જેથી કોંગ્રેસના પરંપરાગત મતદારો ગણાતા એસસી, એસટી, અને ઓબીસીક સમાજમાં હાર્દીક સામે રોષનો ભોગ કોંગ્રેસની વોટબેંક પર પડે તેવી સંભાવના પણ રાજકીય નિરીક્ષકો વ્યકત કરી રહ્યા છે. ઉપરાંત પાર્ટીમાં લાંબા સમયની કાર્યરત વરિષ્ટ નેતાઓને નવા નિસાળીયા જેવા હાર્દીકના નેતૃત્વ સામે કામ કરવામાં પણ અહમ નડી રહ્યો છે. જેથી કોંગ્રેસના વરિષ્ટ નેતાઓ હાર્દીકના નેતૃત્વમાં પાર્ટીને વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં કેવી રીતે વિજય અપાવી શકશે તે પણ એક મોટો પ્રશ્ર્નાર્થ ઉભો થવા પામ્યો છે.

જેથી કોંગ્રેસમાં હાદીર્ક પટેલને કાર્યવાહક પ્રદેશ પ્રમુખ બનાવવાથી પાર્ટીને ફાયદો થવાના બદલે અનેક મુદે યાદવાસ્થળી ઉભી થવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.