Abtak Media Google News
  • યોગ્ય આહાર, યોગ અને વ્યાયામ દ્વારા માસિક ધર્મના દુખાવાથી રાહતમાં  મેળવી શકો છો
  • મોટાભાગની મહિલાઓ માસિકસ્રાવ સાથે જોડાયેલી હોય છે. સામાન્યપણે મહિલાઓને 40થી50વર્ષ સુધી દર મહિને પીરિયડ્સમાં આવે છે અને તેની સાથે અપાર દુખાવો પણ સહન કરવો પડે છે.
  • માસિક ને માત્ર ગર્ભાવસ્થા સાથે જ સંબંધ છે, એવું નથી. પણ જો મહિલાના પિરિયડ્સ સમયસર આવે છે, તો મહિલાનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે છે.

માસિક  સાથે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ જોડાયેલાં છે માસિક પહેલાંની એન્ડ્ઝાઈટી સ્ત્રીઓની સામાન્ય સમસ્યા છે. હોર્મોન્સમાં બદલાવને કારણે માસિક પહેલા મહિલાઓને ચિંતા રહે છે. કોઈપણ સ્ત્રીને કોઈપણ સમયે માસિક ની એન્ડ્ઝાઈટી થઈ શકે છે. પરંતુ તેની અવગણના કરવી યોગ્ય નથી. પહેલા મહિલાઓ માસિક નો દુખાવો ચૂપચાપ સહન કરતી હતી, પરંતુ હવે જાગૃતિ વધી છે. હવે સ્ત્રીઓ માસિકના દુખાવાની વાત કરવા લાગી છે. પરિવારજનો પણ તેમની સમસ્યાઓ સમજવા લાગ્યા છે.

માસિકની  લક્ષણો સામાન્ય રીતે સરખા હોય છે, પરંતુ દરેક સ્ત્રી માટે તેનું સ્તર અલગ-અલગ હોય છે. કેટલીક મહિલાઓમાં માસિકની ચિંતાની અસર ખૂબ જ જોવા મળે છે અને કેટલીક મહિલાઓમાં તેના લક્ષણો પણ જોવા મળતા નથી. જીવનશૈલીમાં ફેરફાર કરીને પીરિયડની એન્ડ્ઝાઈટીને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.

પીડાને સહન કરવાની બદલે ડોક્ટરનું માર્ગદર્શન લેવું જરૂરી

માસિક સ્રાવ પહેલાં દુખાવો સામાન્ય છે. પરંતુ કેટલીક મહિલાઓને એટલી બધી પીડા થાય છે કે તેઓ તેમના રોજિંદા કાર્યો પણ કરી શકતી નથી. ઘણી સ્ત્રીઓના મનમાં પીરિયડ્સના દુખાવાનો ડર એટલો પ્રબળ બની જાય છે કે તેમને પીરિયડ્સના નામથી જ દુખાવો થવા લાગે છે. આ ભય વાસ્તવિક કરતાં વધુ માનસિક છે. પરંતુ આનો અર્થ એ નથી કે પીરિયડ્સ પહેલા દરેક સ્ત્રીને અનુભવાતી પીડા માત્ર માનસિક હોય છે. કેટલીક સ્ત્રીઓ અસહ્ય પીડા અનુભવે છે જે તેમની દૈનિક પ્રવૃત્તિઓને અસર કરે છે. પીરિયડ્સના દુખાવાથી ડરવાને બદલે તેનાથી બચવાના ઉપાયો શોધવાનું વધુ જરૂરી છે.

સ્ત્રીઓમાં એન્ડોમેટ્રોસીસ રોગ સમસ્યારૂપ

માસિક દરમિયાન થતો દુ:ખાવાને સામાન્ય ન  માનવો કારણ કે તેના લીધે અનેક સમસ્યાનું ભોગ બનવું પડે છે જે અંગે અબતક સાથેની વાતચીતમાં  ડો. દીપા મણિયારે જણાવ્યું હતુ કે એન્ડ્રોમેટ્રોસીસ રોગને સમજવા માટે ઋતુસ્ત્રાવ સમજવું જરૂરી છે. તેનું કોઈ ગુજરાતી નામ નથી માસિક આવે ત્યારે તેના બે -ત્રણ દિવસ બાદ અંડકોષમાં સ્ત્રીબીજ બને બીજ મોટુ અને 14-15 દિવસએ 20 મીલીમીટરનું થાય છે. જયારે બાળક પ્લાનિંગ કરવામા આવે ત્યારે અંડકોષ સુધી શુક્રાણુનું ફલન થઈ ગર્ભ રહે છે. પરંતુ જયારે ગર્ભાશયમાં દિવાલ ખરી જાય ત્યારે એને માસીક કહેવાય છે.

રોગના લક્ષણો

  • સ્ત્રીઓના ગર્ભાશયમાં પણ એન્ડોમેટ્રોસીસ અંદર અને બહારના ભાગમાં પણ થાય છે અંદરના ભાગે પેટમાં ટયૂબમાં આંતરડા મળાશયમાં ચીપકે છે.
  • આ ઉપરાંત માસિક દરમિયાન દુ:ખાવો, વધુ માસિકની સમસ્યા આંતરડા, કીડની, યુરિન કે મળમાં લોહી નીકળવું વગેરે એન્ડોમેટ્રોસીસ રોગના લક્ષણો છે. તેમની માટે  ડોકટર સલાહ લેવી ખાસ જરૂરી.
  • 20 થી  30% જ એવો પ્રશ્ર્ન ઉભો થાય છે કે પેગ્રેન્સી નથી રહેતી અથવા લેપ્રોસ્કોપીથી અંડાશયને કાઢી આ રોગથી સંપૂર્ણ પણે છૂટકારો મેળવી શકાય છે. અને માયનોર રોગના લક્ષણ હોય તો જાતે શાંત પડી જાય છે.
  • સારવાર થકી સદંતર રોગ મટતો નથી અંડાશય કાઢવામાં આવે તો જ એકમાત્ર એનો ઈલાજ છે. દવાઓ,  ઈન્જેકશન થકી થોડો સમય માટે કાબુમાં રાખી શકાય છે.
  • એન્ડ્રોમેટ્રોસીસ રોગની સારવાર માટે ગર્ભાશયની દિવાલ બંધ થાય અવયવો શાંત થાય ત્યારે આ રોગ શરીરમાંથી દૂર થાય છે.
  • બાળક ન રહેતું હોય, માસિકમાં અનિયમિત, દુ:ખાવા જેવી અનેક સમસ્યાથી પીડાતા હોય તો ગાયનોકોલોજીસ્ટ સલાહ લેવી અત્યંત આવશ્યક છે.

તણાવ ટાળો

માસિક પહેલા પીડા અને ગુસ્સાનું સૌથી મોટું કારણ તણાવ છે. જે મહિલાઓ ઘણીવાર તણાવમાં રહે છે તેમને માસિક પહેલાં વધુ દુખાવો થાય છે. આવી મહિલાઓ પોતાની જીવનશૈલીમાં ફેરફાર કરીને માસિકના દુખાવાથી રાહત મેળવી શકે છે.

વજન નિયંત્રણમાં રાખો

જે મહિલાઓનું વજન વધારે હોય છે તેમને પીરિયડ્સ પહેલા અને દરમિયાન વધુ તકલીફો થાય છે. વજનને નિયંત્રણમાં રાખીને આ સમસ્યાઓથી સરળતાથી રાહત મેળવી શકાય છે.

આહાર પર ધ્યાન આપો

ખાવાની ખોટી આદતોને કારણે જંક ફૂડ પીરિયડ્સ સંબંધિત સમસ્યાઓને પણ અસર કરે છે. હેલ્ધી ફૂડથી વજન નિયંત્રણમાં રહે છે. આ માટે તમારા આહારમાં ફળો, સલાડ, સૂકા ફળો, લીલા શાકભાજીનો સમાવેશ કરો. પીરિયડ્સ પહેલા ચિંતાથી ડરશો નહીં. જો તમે તેના લક્ષણોને ઓળખો અને તે મુજબ તમારી જીવનશૈલી બદલો. દરરોજ કસરત કરો. તણાવથી બચવા માટે યોગ અને ધ્યાન કરો. સ્વસ્થ આહાર લો. જો તમે રાત્રે વહેલા સૂઈ જાઓ અને સવારે વહેલા જાગી જાઓ તો તમે પીરિયડ્સ પહેલા થતી ચિંતાથી સરળતાથી બચી શકો છો.

યોગ-ધ્યાન-વ્યાયામ

જે મહિલાઓ સક્રિય રહે છે તેમને પીરિયડ્સ પહેલા ચિંતાના લક્ષણો ઓછા જોવા મળે છે. ચિંતાથી બચવા માટે દરરોજ યોગ, ધ્યાન અને કસરત કરો. દરરોજ 30 મિનિટની શારીરિક પ્રવૃત્તિ પીરિયડ્સ પહેલા અને દરમિયાન અગવડતાથી રાહત આપે છે.

ઋતુકાળ વખતે ગર્ભાશયના સ્નાયુઓના સંકોચન કારણ પીડા દાયક: ડો.દીપા  મણિયાર

પિરિયડ આવે ત્યારે ગર્ભાશયમાં સંકોચન થાય છે, જેથી લોહી બહાર નીકળી છે અને તે પછી ક્લોટ બહાર નીકળતા હોય છે અને તેના કારણે તેને બહાર નીકળી જવા માટે ગર્ભમુખ પહોળું થાય અને તે પછી તેમાં પણ સંકોચન થાય. બીજું કે ઋતુકાળ વખતે સોજો પણ ચડી જતો હોય છે. ગર્ભાશયના ટિશ્યૂમાંથી સ્રાવ થાય તેના કારણે પણ પીડા થતી હોય છે અને તે વખતે શરીર પ્રોસ્ટાગ્લેન્ડિન્સ પણ છોડે છે, જેનો આ સમયગાળામાં વધારો થતો હોય છે.પ્રોસ્ટાગ્લેન્ડિન્સ કોષમાં પેદા થતો ચરબીયુક્ત પદાર્થ છે અને તેની શરીરમાં ઘણી બધી ભૂમિકા છે. ઋતુકાળ વખતે આ પદાર્થને કારણે ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચન થાય છે અને તેના કારણે સોજાની સ્થિતિ પેદા થાય છે અને તેનાથી પીડા થાય છે. પ્રોસ્ટાગ્લેન્ડિન્સ હોર્મોન્સ નથી પણ તે એવી રીતે કામ કરે છે કે હોર્મોન્સ સાથે જોડાઈ જાય છે. તેમજ ક્ષણમાં ગુસ્સો, એક ક્ષણમાં રડવું, ક્ષણમાં ખુશી… માસિકને કારણે સ્ત્રીઓમાં આવા મૂડ ફેરફાર  સ્પષ્ટપણે જોવા મળે છે. આજે પણ ઘણી સ્ત્રીઓ . જ્યારે સ્ત્રીઓ પોતે જ તેમના શરીરમાં થતા ફેરફારોથી વાકેફ નથી,   પીરિયડ્સ પહેલા શરીરમાં થતા ફેરફારો પ્રત્યે દરેક સ્ત્રીને જાણ હોવી જોઈએ તેની તકેદારી રાખવી જરૂરી.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.