Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઇ ગઈ છે. ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ચૂંટણી નજીક આવતા આપણા મનમાં ઘણા સવાલો થતા હોય છે પરંતુ આ સવાલોના જવાબ ક્યાં શોધવા જવા અને જવાબ મળે તેમાં તથ્ય કેટલું ? ત્યારે ચીફ ઈલેક્ટોરલ ઓફિસર ગુજરાત દ્વારા આ સમસ્યાનું સમાધાન આપવામાં આવ્યું છે.

ચીફ ઈલેક્ટોરલ ઓફિસર દ્વારા એક હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જેના દ્વારા તમે મતદાન અંગેના તમામ પ્રશ્નોના જવાબ આ નંબર પરથી +916357147746 મેળવી શકશો. નીચે મુજબ મેળવી શકશો તમે માહિતી:

૧.) હેલ્પલાઈન નંબર +916357147746 તમારા કોન્ટેકમાં સેવ કરો
૨.) વોટ્સએપ પર જાવ અને hii નો મેસેજ કરો
૩.) hii નો મેસેજ કર્યા બાદ તમને પ્રશ્નોની સૂચિ મળશે તેમાં સંબંધિત નંબર લખો
૪.) પાછલા મેનુમાં પાછા જવા માટે ‘O’ ટાઈપ કરો

મતદારોને આકર્ષવા સોશિયલ મીડિયા સૌથી અસરકારક માધ્યમ બન્યું

સામાન્ય રીતે ચૂંટણીઓ દરમિયાન લાઉડ સ્પિકર કાગળ, પ્રત્રિકા સહિત વાહનોના રસાલા સાથે ધમાકેદાર પ્રચાર કરાતો હોય છે. ત્યારે હવે સમય બદલાયો છે. આ પ્રચાર તો થાય છે પણ તેનાથી પણ વધુ અસરકારક પ્રચાર તો સોશિયલ મીડિયાના માધ્યમથી થતો હોય તમામ પક્ષોએ સોશિયલ મીડિયાના પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.