Abtak Media Google News

લીલીયા ગામના આધેડનું મોત નિપજ્યાના 3 દિવસ બાદ કોંગોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

મોટા ભાગે પશુપાલકોને સંક્રમણ થવાની ભીતીથી સાવચેતી રાખવા તંત્રની અપીલ

 ઇતરડીના કરડવાથી આ રોગ ફેલાય છે

ગુજરાતમાં ફરી કોંગો ફીવે માથું ઉચક્યું હોય તેમ અમરેલીમાં કોંગો ફીવરના એક શંકાસ્પદ દર્દીનું મોત નિપજ્યા બાદ તેનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. લીલીયા તાલુકામાં રહેતા 55 વર્ષીય આધેડ બીમાર પડ્યા તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જો કે, તેનો રિપોર્ટ આવે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. મોત નિપજ્યા બાદ આધેડનો કોંગો પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.

Advertisement

વિગતો મુજબ અમરેલી જિલ્લાના લિલિયા તાલુકાના લોકાલોકી ગામમાં રહેતા એક આધેડનું 23 જુલાઈના રોજ મોત નીપજ્યું હતું. આધેડ ડાયાબિટીશની બીમારીથી પીડાઈ રહ્યા હતા. આધેડના લેવામાં આવેલા સેમ્પલનો રિપોર્ટ આવે તે પહેલા જ 23 જુલાઈએ તેનું મોત નિપજ્યું હતું. મોત નિપજ્યાના 3 દિવસ બાદ કોંગોનો પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી જણાવ્યું હતું કે 1 વ્યક્તિનું કોંગો ફીવરને કારણે મોત થયું છે. દર્દીના મોત પહેલાં તેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

હાલ અમારી કામગીરી ચાલી રહી છે. અન્ય કોઈ લોકોને સંક્રમણ છે કે નહીં એની ચકાસણી કરીશું. ખાસ કરીને પશુઓ સાથે જોડાયેલા લોકોને આ રોગ થવાની શક્યતા વધુ હોય છે. પશુઓમાં જે ઇતરડી હોય છે એ કરડવાને કારણે આ રોગ થતો હોય છે, જેથી પશુપાલકોને સાવચેત રહેવા અપીલ છે.આ વાઈરલ બીમારી ખાસ પ્રકારના જંતુથી એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં ફેલાઈ છે. સંક્રમિત પ્રાણીઓના રક્તના સંપર્કમાં આવવાથી એનું માંસ ખાવાથી આ બીમારી મનુષ્યોમાં ફેલાઈ છે. જો યોગ્ય સમયે આ બીમારીની સારવાર ના કરાવવામાં આવે તો દર્દીનું મોત પણ થઈ શકે છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે, એનાં લક્ષણો દેખાતાં 6થી 13 દિવસનો સમય લાગે છે.ઉલ્લેખનીય છે કે, આ બીમારીનો પ્રથમ કેસ 1944માં યુરોપના ક્રિમિયાથી આવ્યો હતો, પરંતુ 1956માં આફ્રિકાના લોકોમાં પણ આ વાઈરસ દેખાયો, આથી આ બીમારીનું પૂરું નામ ક્રિમિયન કોંગો ફીવર રાખવામાં આવ્યું. જોકે બોલચાલની ભાષામાં એને કોંગો ફીવર જ કહેવામાં આવે છે. હવે આ વાઈરસ બીજા દેશોમાં પહોંચી ગયો છે.

આ લક્ષણો દેખાય તો એલર્ટ થવું

  • તાવની સાથે માંસ પેશીઓમાં દુખાવો
  • માથાનો દુખાવો અને ચક્કર આવવા
  • સૂર્યના પ્રકાશથી તકલીફ પડે
  • આંખમાં સોજા
  • મોં, ગળા અને સ્કીન પર ફોડલીઓ થવી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.