Abtak Media Google News

ગુજરાત અને રાજસ્થાનના રોકાણકારોને રાઇટએફએસ એપ્લીકેશનમાં મોટી રકમનું રોકાણ કરાવી માસિક 4 થી 5 ટકાની બેઠી આવક રળવાની લોભામણી લાલચમાં ફસાયેલા રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ગુગલ પે અને રોકડમાં જ નાણા સ્વીકારતા સુરતના સુત્રધાર સહિત સાત શખ્સો સામે અમરેલી  સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ છે. રાઇટએફએકસ એપ્લીકેશન મારફત એકઠા કરાયેલા નાણા ત્રાસવાદી સંગઠનને અપાયાની શંકા સાથે ઉંડી તપાસ માટે અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા એસઆઇટીની રચના કરવામાં આવી છે. આ કૌભાંડનો આંક 200 કરોડથી વધુ હોવાની શંકા વ્યકત થઇ રહી છે. એપ્લીકેશન બંધ કરી ફરાર થયેલા કૌભાંડીઓને ઝડપી લેવા અને મુળ સુધી પહોચવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.

અમરેલીના શિવપાર્ક સોસાયટીમાં રહેતી ભાવનાબેન હિતેશભાઇ જોષીએ અમરેલીના પ્રતાપપરામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પંકજ મનસુખ વઘાસીયા, અમદાવાદ નિકોલના ગૌરવ સોજીત્રા, ભાવનગર ફુલસરના રવિરાજસિંહ દિગ્વીજયસિંહ વાઘેલા, શકિતસિંહ દિગ્વીજયસિંહ વાઘેલા, સાવરકુંડલાના કેતન વાટલીયા, પાલિતાણાના અક્ષય વાઘેલા એ સુરતના ઉમેશ વી લોડાલીયા નામના શખ્સો સામે રાઇટએફએકસ એપ્લીકેશનમાં રુા.32 લાખનું રોકાણ કરાવી એપ્લીકેશન બંધ કરી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.

રાઇટ એફએકસ એપ્લીકેશનના રોકાણકારો રાતા પાણીએ રોયા: વધુ વ્યાજ અને વિદેશની સફળની લોભામણી લાલચમાં ગુજરાત અને રાજસ્થાનના રોકાણકારો ફસાયા

200 કરોડના હવાલા કૌભાંડની આશંકા: ફંડીગ ત્રાસવાદી સંગઠનને અપાયાની શંકા સાથે એસઆઇટી દ્વારા તપાસ

રાઇટએફએકસ એપ્લીકેશનમાં રોકડા અને ગુગપે દ્વારા જ ઉઘરાણું કરવામાં આવતું અને રોકાણકારને માસિક 4 થી 5 ટકા વળતર આપવાની તેમજ વિદેશ યાત્રા સહિતની લોભામણી લાલચ આપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ કૌભાંડ ગુજરાત અને રાજસ્થાનના મોટી સંખ્યામાં રોકાણકારોના અંદાજે 200 કરોડથી વધુ રકમનું ફુલેકુ ફેરવવામાં આવ્યાની અને ફંડીગ ત્રાસવાદી સંગઠનને આપવામાં આવ્યાની શંકા સાથે અમરેલી જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ દ્વારા એસઆઇટીની રચના કરવામાં આવી છે.

બનાવની મળતી વિગતો મુજબ આ અંગે મૂળ બાબાપુર ગામના વતની અને હાલમાં અમરેલીમાં રહેતા ભાવનાબેન હિતેષભાઈ જોષીએ સાયબર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આજથી દોઢ વર્ષ પહેલા અમરેલીની પ્રતાપપરા પ્રાથમિક શાળામાં સરકારી શિક્ષક તરીકે ફરજ બજાવતા પંકજભાઈ વધાસીયા દ્વારા શેર બજારમાં લીસ્ટેડ કંપનીની ઍપ્લિકેશનમાં રોકાણ કરવા માટેનું કહ્યું હતું અને સમગ્ર રેકેટના મુખ્ય વ્યક્તિ અમદાવાદના ગૌરવ સોત્રા, ભાવનગરના રિવરાસિંહ વાઘેલા, શક્તિસિંહ વાઘેલા, સાવરકુંડલાના કેતન વાટલીયા, પાલિતાણાના અક્ષરસિંહ વાઘેલા અને સુરતના ઉમેશભાઈ લોડડલીયા સાથે સંપર્ક કરવાયો હતો અને રાઈટએફએક્સ નામની એપ માટે અલગ અલગ તારીખ અને સમયે રોકડા તો ક્યારે ગૂગલ પે વગેરેથી ચૂકવી કુલ રૂ. 32 લાખની રકમ રોકાવી હતી પણ તે પછી કશુ જ વળતર ન ચૂકવી એપ્લીકેશન બંધ કરી દઇને કે કોઈપણ રીતે ઠગાઈ કર્યાની પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

આ ઘટના અંગે ભોગ બનેલા લોકોએ જણાવ્યું કે, અમરેલીમાં આ રીતે આ એક મહિલા જ નહીં પણ ઘણા લોકો ભોગ બન્યા છે અને આ આરોપી હસ્તક લગભગ રૂ. 200 કરોડ જેટલી મોટી રકમનું રોકાણ થયેલું છે. આરોપીઓ દ્વારા શરુઆતમાં ઊંચી રકમનું વ્યાજ આપવામાં આવતું હતું. અમુક દસેક લોકો એવા પણ છે જે એક વ્યક્તિ દ્વારા જ રૂ. 40થી 50 લાખની રકમનું ોકાણ કરવામાં આવેલું છે.

પોલીસની તપાસ દરમિયાન મોટા રેકેટનો પર્દાફાશ થાય તેમ છે. આ રોકાણ ટ્રેડિંગના નામે થતું હતું અને મોટા ભાગની કરોડોની રકમ કોઈપણ પ્રકારના કાયદેસરના કરાર, બીલ કે આધાર વગર માત્ર રોકડેથી અને હવાલાથી લેણદેણ થતી હતી તેમ રોકાણકારોએ જણાવ્યું છે. અમરેલીમાં આ રીતે રોકાણ કરાવતા બીજા ત્રણ મોટા રોકાણ કરાવનાર પણ કાર્યરત છે અને શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકોનું પ્રમાણ વધું છે.જેથી હાલ તપાસ કમીટી રચી કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.