Abtak Media Google News

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પાવગઢના જેતુરાથી વન કવચ કાર્યક્રમનું કર્યુ લોકાર્પણ

ગુજરાતને હરિયાળુ બનાવવાના સંકલ્પ સાથે આજથી 74માં વન મહોત્સવનો આરંભ કરવામાં આવ્યો છે. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે આજે પંચમહાલ જિલ્લાના પાવગઢના જેપુરાથી વન કવચ કાર્યક્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

74માં વન મહોત્સવ અંતર્ગત રાજયમાં 10.40 કરોડ રોપાનું વિતરણ નાગરીકોને કરવામાં આવશે. રાજયની આઠ મહાનગરપાલિક, 33 જિલ્લાઓ, રપ0 તાલુકા પંચાયત અને પપ00 ગામોમાં જન ભાગીદારીથી વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. રાજયમાં 100 હેકટર વિસ્તારમાં 85 સ્થળોએ વન કવચનું વાવેતર કરાશે એગ્રો ફોરેસ્ટી હેઠળ 14940 હેકટર વિસ્તારમાં વાવેતર થકી ખેડુતોને કુલ 563 લાખની નાણાકીય સહાય આપવામાં આવી છે. રાજયના દુર્ગમ વિસ્તારોમાં ડ્રોન દ્વારા બીજનું વાવેતર કરી વનોની પુન: સ્થાપનાનો આરંભ પણ કરવામાં આવશે.આજે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે પંચમહાલ જિલ્લાના પાવાગઢના જેપુરામાં પંચ મહોત્સવ સાઇટ ખાતે વન કવચ કાર્યક્રમનું લોકાર્પણ કરાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.