Abtak Media Google News
  • કોલેજની રપ0 થી વધુ દિકરીઓ પ0 થી વધુ રાગી, બાજરો, કાંગ, કોદરી, મોરૈયો, જુવાર સહિતના મિલેટસ ફુડમાંથી વાનગી બનાવી લાવશે

કાર્યક્રમની વિગત આપતા હરિવંદના કોલેજના ડો. કૃપા ચૌહાણ સહિત વિદ્યાર્થીઓએ અબતકની લીધી મુલાકાત: જાહેર જનતાને ઉ5સ્થિત રહેવા કર્યો અનુરોધ હરિવંદના કોલેજ એક અગ્રણી શૈક્ષણીક સંસ્થા છે જે તેના વિદ્યાર્થીઓમાં શૈક્ષણીક શ્રેષ્ઠતા, સાંસ્કૃતિક વિવિધતા અને સર્વગ્રાહી વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબઘ્ધ છે. આજના ફાસ્ટ ફુડના જમાનામાં દિવસેને દિવસે વધી રહેલા રોગો તથા વિટામીન કે પ્રોટીનની ઉણપ ને કારણે થઇ રહેલા રોગો અંગે જાગૃતિ લાવવા તથા સરકાર દ્વારા જેમને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તેવો મિલેટસ ફુડને પ્રોત્સાહન આપવા હરિવંદન કોલેજમાં મિલેટસ ફુડ કાર્નિવલનું આયોજન તા. 9 માર્ચને શનિવારના રોજ કરવામાં આવ્યું છે. આ મિલેકટસ ફુડ કાર્નિવલમાં હરિવંદના કોલેજમાં અભ્યાસ કરતી કુલ 250 થી વધુ દીકરીઓ પોતાના ઘરેથી વિવિધ મિલેટસ જેવા કે રાગી, બાજરો, કાંગ, કોદરી, મોરયૌ વગેરેમાંથી બનતી કુલ 50 થી વધુ વાનગીઓ બનાવીને લાવશે. પ્રવર્તમાન સમયમાં મિલેટસ ફુડનું મહત્વ સમજાવવા તેના પોષક અને પર્યાવરણીય ફાયદાઓ જણાવવા તથા ખોરાકમાં મિલેટસ ફુડને સ્થાન આપવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કાર્યક્રમની વિગત આપવા હરિવંદન કોલેજન ડો. કૃપા ચૌહાણ, પ્રો. ડોલી સુચક, ગ્રિષ્મા સરધારા, મિતલ સરધારા, લાલકીયા ઘ્વનિ, વાઘેલા પ્રગતિ, મુસ્કાન વિકયાનીએ અબતકની મુલાકાત લીધી હતી.

Advertisement

ત્યારે અબતક ની મુલાકાતે આવેલા હરિવંદના કોલેજના ડો. કૃપા ચૌહાણ અબતકના મેનેજીગ તંત્રી સતિષકુમાર મહેતા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રીધાન્ય (મિલેટસ)  ને વધુમાં વધુ પ્રોત્સાહન આપવા લોકોમાં શ્રીધાન્ય વિશે જાગૃતિ આવે તે માટે મિલેટસના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે. ત્યારે અમારી હરિવંદના કોલેજ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરુપે શનિવારે મિલેટસ ફુટ કાર્નિવલનું હરિવંદના કોલેજ ખાતે આયોજન કરવામાં આવેલ છે. કોલેજની રપ0 થી વધુ વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી વિવિધ મિલેટસ જેવા કે રાગી, બાજરો, કાંગ, કોદરી, મોરેયો, જુવાર વગેરેમાંથી બનતા કુલ પ0 થી વધુ વાનગીઓ બનાવીને લાવશે. અને અમે રાજકોટભરમાંથી લોકોને દિકરીઓ બનાવેલ મિલેટસ વાનગીઓને ટેસ્ટ કરવા તથા મિલેટ વાનગીના ફાયદાઓ વિશે માહીતી મેળવવા આમંત્રણ પાઠવીએ છીએ.

આજના સમયમાં લોકો જંક ફુડ તરફ વધુ દોરાયા છે અને હેલ્ધી ફુડથી દુર થયાં છે. ત્યારે હેલ્ધી ખોરાક તરફ સૌ કોઇ વળે તે માટે અને વિદ્યાર્થીઓને પણ મિટેસ વાનગીઓના ફાયદાઓ વિશે માહીતી મળે તે માટે મિલેટસ ફુડ કાર્નિવલનું શનિવારે 9 થી 1 દરમિયાન હરિવંદના કોલેજ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આજે મમ્મીઓ બાળકોને જંક ફુડ પેકેટસ નાસ્તામાં આપતા હોય છે તો તેઓને પણ અનુરોધ કરીએ છીએ કે આપ કાર્નિવલની મુલાકાત લ્યો અને હેલ્ધી 50 થી વુધ મિલેટસ વાનગીઓને ટેસ્ટ કરવા તથા તેના ફાયદા વિશે માહીતી મેળવો.

અમે બાજરાના ભજીયા બનાવીશું: લાલકીયા ધ્વની

અબતક સાથેની વાતચીતમાં કોલેજની વિદ્યાર્થીની લાલકીયા ધ્વનીએ જણાવ્યું હતું કે અમારી કોલેજમાં શનિવારે મિલેટસ ફુડ કાર્નિવલનું આયોજન કરાયું છે. આ કાર્નિવલમાં અમે બાજરાના ભજીયા બનાવીને લોકોને ટેસ્ટ કરાવીશું. પહેલા તો અમને પણ એવું લાગ્યું કે બાજરાના ભજીયાનો ટેસ્ટ કેવો હશે. ભાવશે કે નહિ પરંતુ ટેસ્ટ કર્યા તો સ્વાદ સારો હતો. તેથી અમે તે નકકી કર્યુ શ્રીધાન્ય (મિલેટસ) વિશે વધુમાં વધુ જાગૃતિ આવે તે માટે કોલેજ દ્વારા આયોજન કરાયું છે.

મિલેટસ કાર્નિવલમાં રાગીની ખિચડીનો સ્વાદ ચખાડીશું: સરધારા મિતલ

અબતક સાથેની વાતચીતમાં સરધારા મિતલએ જણાવ્યું હતું કે, અમારી કોલેજમાં મિલેટસ કાર્નિવલ યોજવામાં આવી રહ્યું છે. જેમાં અમે કોલેજની રપ0 થી વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો છે. અમે કાર્નિવલમાં રાગીની ખિચડી બનાવીને લાવીશું. અને આમંત્રિત લોકોને રાગીના ફાયદા મહત્વ વિશે માહિતગાર કરીશું. અમને પણ નહોતી ખબર કે રાગી ખાવાના અનેક વિધ ફાયદા અને મે રાગીની ખીચડી નો ટેસ્ટ કર્યો હતો. અને તે ટેસ્ટમા બેસ્ટ લાગ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.