Abtak Media Google News

પોતાના કાર્ય ક્ષેત્રમાં ઉચ્ચસ્તરીય કામગીરી કરવા બદલ 100 થી વધુ મહિલાઓને સન્માનિત કરવામાં આવી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ખૂબ ગોળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી

આશા વર્કર બહેનોની સાથો સાથ દિવ્યાંગ અને અપંગ બહેનોને  પણ  પુરુસ્કૃત કરાયા

મુખ્યમંત્રીએ પણ વિડીઓકોંફેરન્સ મારફતે મહિલા દિવસની ઉજવણી અંગે રાજ્યની દરેક મહિલાઓને અભિનંદન પાઠવ્યા

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની લીલા કક્ષાની ઉજવણી રાજકોટના આંગણે યોજવામાં આવી હતી જેમાં 150 થી વધુ મહિલાઓ કે જેઓએ તેમના કાર્યક્ષેત્રમાં ઉચ્ચસ્તરીય કામગીરી કરી હોય તેઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ તકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિડિયો કોન્ફરન્સ મારફતે આ શુભ અવસરની શુભકામનાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે આજની મહિલાઓ પુરુષ સમોવડી બની છે અને દરેક ક્ષેત્રમાં પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન પણ આપી રહી છે.

મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કાનજી ભુટા બારોટ રંગમંચ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીના અમદાવાદ ખાતે યોજાયેલા રાજ્યકક્ષાના સમારંભનુ આ પ્રસંગે જીવંત પ્રસારણ કરાયું હતું. ઉપસ્થિત બહેનોએ મુખ્યમંત્રીશ્રીના ઉત્સાહ પ્રેરક પ્રવચનનો આ સ્વાદ લીધો હતો. આમંત્રિતોના હસ્તે દીકરીના જન્મને વધાવવા પાંચ  દીકરીને એક લાખ દસ હજારના વધામણાં કીટ અને વહાલી દીકરી યોજનાનો મંજૂરી હુકમનુ વિતરણ તેમજ પાંચ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અન્વયે રૂ.૧૨૫૦ માસિક સહાય મંજૂરી હુકમ એનાયત કરવામાં આવ્યા હતા.  આ ઉપરાંત મહિલા વિકાસ પુરસ્કાર વિતરણ, સખી વન સ્ટોપ સેન્ટરના લોકાર્પણ,  વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરેલ ૧૦૮ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Screenshot 14 1

આ પ્રસંગે આરોગ્ય વિભાગ, ૧૮૧ અભયમ, જિલ્લા બાળ સુરક્ષા,મહિલા અને બાળ વિકાસ વિભાગ સહિતના મહિલાલક્ષી યોજનાકીય સ્ટોલ્સ મુકવામાં આવ્યા હતા.  આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ન્યાય અને કારોબારી ચેરમેન મોહનભાઈ દાફડા,શિશુ કલ્યાણ સમિતિના ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા, જિલ્લા વિકાસ અધિકારી  દેવ ચૌધરી, પ્રાંત અધિકારી  કે. જી. ચૌધરી,  જિલ્લા રોજગાર અધિકારી ચેતન દવે સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આવનારા દિવસોમાં વધુને વધુ મહિલાઓને પ્રોત્સાહિત કરાઈ એજ જરૂરી : ડો. પ્રદીપ ડવ

રાજકોટના પ્રથમ નાગરિક ડોક્ટર પ્રદીપ ડવે અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આજના પાવન પ્રસંગે જે મહિલાઓને સન્માનિત કરવામાં આવી તે અત્યંત આવકારદાયી છે એટલું જ નહીં હાલના સમયમાં દરેક ક્ષેત્રે મહિલાઓ પોતાનું ઉત્કૃષ્ટ કામગીરી કરી રહી છે અને સમાજ ઉત્પન્ન મહત્વનો ભાગ પણ ભજવે છે ત્યારે આવનારા દિવસોમાં વધુને વધુ મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવે તે એટલું જ જરૂરી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી એક દિવસ પૂરતી સીમિત રહેવાને બદલે સમગ્ર વર્ષ દરમિયાન થતી રહેવી જોઈએ. એટલુંજ નહીં  દીકરી ગર્ભમાં હોય ત્યારથી લઈને તેમના પોષણ, અભ્યાસ, રોજગાર, લગ્ન સહિતના જીવનના તમામ તબક્કામાં મદદરૂપ થવા માટે રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. આંગણવાડીની બહેનોનો ભારતના ભવિષ્યના ઘડતરમાં મહત્વપૂર્ણ ફાળો છે.

સમાજ ઉત્થાન માટે મહિલાઓ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકે છે : કલેકટર અરુણ મહેશ બાબુ

રાજકોટના જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ પણ અબતક સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, હાલ દરેક સરકારી કચેરીમાં અને સરકારી અધિકારી તરીકે પુરુષોની સરખામણીમાં મહિલાઓનું પ્રમાણ વધ્યું છે ત્યારે પુરુષોને એકમાત્ર અપીલ કરવાની કે જે સ્ત્રીઓ છે તેને વધુને વધુ પ્રોત્સાહન આપવામાં આવે એટલું જ નહીં તેમને લગતી દરેક કામગીરીમાં તેઓને પ્રોત્સાહિત કરવામાં આવે તો સમાજ ઉત્થાન માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકાશે. માં તેઓ જણાવ્યું હતું કે આ વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને એક અલગ જ આનંદની અનુભૂતિ થઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.