Abtak Media Google News

ભારતમાં દવાઓની આપૂર્તી સર્જાશે: ભાવ વધશે

લાઠી-બાબરાનાં ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પર્યાવરણ સંબંધી સમસ્યાઓના કારણે ચીનમાં એક પછી એક લાખો ફાર્માસ્યુટીકલ ફેકટરીઓ બંધ થઈ ચુકી છે તેની ગંભીર અસર આગામી દિવસોમાં ભારતીય ફાર્માસ્યુટીકલ ઉદ્યોગ ઉપર પડયા વગર રહેશે નહીં અને તેથી દેશમાં હાલ રોજગારીની જે ગંભીર સમસ્યા પ્રવર્તી રહેલ છે તે વધુ ગંભીર બનશે તેમાં શંકાને કોઇ સન નથી.

Advertisement

૨૦૧૪ માં લોકસભાની ચુંટણી દરમિયાન દેશના કરોડો યુવાનોને રોજગારીના સોનેરી સપનાઓ દેખાડનાર મોદીજી દેશમાં નવી રોજગારીની નવી તકોનું સર્જન કરવામાં તદ્દન નિષ્ફળ નિવડયા છે એટલુ જ નહીં મોદીજીએ તેના ચાર વર્ષના શાસનમાં ર્આકિ સુધારાઓના નામે નોટબંધીનું મુર્ખામીભર્યું પગલું ભર્યુ અને ત્યારબાદ જીએસટીનું ઉતાવળીયું પગલું ભરીને દેશના મેન્યુફેકચરીંગ ક્ષેત્રને જે મરણતોલ ફટકા માર્યા છે

તેના કારણે દેશની નાના અને મધ્યમ કદની સંખ્યાબંધ ફેકટરીઓ બંધ પડતાં દેશના લાખો યુવાનોના હાથમાંથી રોજગારી છીનવી લેવાનું મોદીજીએ જે મહાપાપ કર્યું છે તેને આ દેશના યુવાનો કયારેય નહીં ભુલે. ફાર્માસ્યુટીકલ સેકટરના જાણકાર લોકોના જણાવ્યા મુજબ ચીનમાં ફાર્માસ્યુટીકલ ફેકટરીઓ બંધ થવી ભારતમાં દવાઓની આપુર્તિ ઉપર તેની ઘણી મોટી અસર પડશે અને તેના કારણે દવાઓની કિંમતોમાં વધારો થઈ શકે છે જે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓની અને તેમના પરિવારની કમ્મર તોડી નાંખશે.

ભારતીય ફાર્માસ્યુટીકલ કંપનીઓ દવાઓ બનાવવા માટે ૮૫ ટકા એક્ટિવ ફાર્માસ્યુટીકલ ઇન્ગ્રેડિયન્ટસની આયાત ચીનમાંથી કરે છે તે જોતાં આગામી દિવસોમાં ચીન ઉપર નિર્ભર ભારતીય ફાર્માસ્યુટીકલ કંપનીઓએ ઘણાં જ વિપરીત સંજોગોનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય તે પહેલા મોદી સરકારે ભારતીય ફાર્માસ્યુટીકલ ઉદ્યોગનું રક્ષણ કરવા આવશ્યક તમામ પગલાંઓ ભરવાની જરૂર છે. પરંતુ મને લાગે છે કે વિકટ સમય પસાર કરવામાં માનતી મોદી સરકારને પોતાની સત્તા ટકાવી રાખવામાં જેટલો રસ છે

તેટલો રસ દેશના હિતોનું રક્ષણ કરવામાં કે દેશના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને રક્ષણ પુરૂ પાડવામાં રસ હોય તેમ જણાતું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.