Abtak Media Google News

ક્ચ્છ જિલ્લામાં આવેલી મુખ્ય સરકારી અદાણી હસ્તકની જી.કે. જનરલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓનો વધારો જોવા મળી રહ્યો છે બે ચાર દિવસ અગાઉ આ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ વધી જતાં હોસ્પિટલના મુખ્ય ગેટને પણ બંધ કરી દેવાની ફરજ પડી હતી જોકે થોડા સમયમાં મુખ્ય ગેટ ફરી પાછું ખોલી દેવામાં આવ્યું હતું. આવી અનેક મુસીબતોનો સામનો કરતી સરકારી હોસ્પિટલો બાદ સરકાર દ્વારા અનેક નાની મોટી હોસ્પિટલોને કોરોના દર્દીઓને ટ્રીટમેન્ટ માટે કોવિડ સેન્ટરની પરવાનગી મળી હતી.

આ કોવિડ સેન્ટરોમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે ઓક્સિજન પૂરું પાડવા માટે રાજ્યમંત્રીના જણાવ્યા મુજબ સરકાર પુરી તૈયારું કરી લીધી છે છતાં ક્ચ્છમાં ક્યાંક ને ક્યાંક ઓક્સીઝનની અછત જોવા મળી રહી છે અને સરકાર તેમજ રાજયમંત્રીના દાવા દિવસેને દિવસે ખોટા સાબિત થતા રહ્યા છે જેનો વિરોધ અનેક સંસ્થાઓ પોતાના લેટરપેડ પર કરી જિલ્લા સમહર્તાને જગાડી રહ્યા છે છતાં સરકાર જાગતી નથી અને ખોટા ખોટા વચનો વાયદાઓ કરી ગુજરાત ક્ચ્છની પ્રજાને બનાવી રહી છે.

બીજી બાજુ સરકાર દ્વારા અનેક નાની મોટી હોસ્પિટલોમા અત્યારના સમયને નજર સમક્ષ રાખી ઓક્સીઝનની ખપતમાં કાપ મુક્યો છે. સારું છે કેમ કે અત્યારે દરેક હોસ્પિટલોમા લગભગ કોવિડ દર્દીઓ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. કેમ કે આ મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાઈ ચુકી છે અને આ મહામારીને નાથવા દરેક દેશ પોત પોતાની તાકાત અજમાવી રહ્યું છે. સારી વાત છે કોઈ પણ દેશને પોતાના દેશના નાગરિકોની સાર સંભાળને પહેલું પ્રાધાન્ય આપવું જોઈયે. હવે ક્ચ્છમાં કોવિડ સેન્ટરોમાં પહોંચાડાતા ઓક્સીઝનની વાત કરીએ, તો કોરોના દર્દીઓ સિવાય બીજા જે રેગ્યુલર પેશન્ટ, જેમકે કોઈ મહિલા પ્રેગનેન્સી ચેકપ માટે આવી છે અને એ પેશન્ટને ઓક્સીઝનની જરૂરત પડશે તો કઈ રીતે પુરી કરાશે..? જન્મ લેનાર બાળકને અથવા તેની માતાને અગર ઓક્સીઝનની જરૂરત પડશે તો કઈ રીતે પુરી કરાશે..? જેમ કે કોઈને હાર્ટ અટેક આવ્યું અને તેને કોઈ હાર્ટ સ્પેશ્યાલિસ્ટમાં લઈ જવાય અને તે પેશન્ટને ઓક્સીઝનની જરૂરત પડશે તો..? જેમ કે એક હોસ્પિટલમાં રેગ્યુલર 20 બોટલ ઓક્સીઝનની જરૂરત હતી હવે આજ હોસ્પિટલમાં 10 બેડનું કોવિડ સેન્ટર ચાલુ કરાતા તે હોસ્પિટલમાં કોવિડના એક દર્દી માટે રેગ્યુલર 11 હજાર લિટર શ્વાસ શરીરમાંંથી બહાર છોડવામાં આવે છે જેમાનું 5મું ભાગ ઓક્સીઝન પ્રમાણે ગણીયે તો 24 કલાકમાં એક વ્યક્તિને 550 લીટર ઓક્સીઝનની જરૂરત હોય છે. હવે ઓક્સીઝનના કેટલા કિલોના બોટલ છે તેની જો ગણતરી કરી કેટલા દર્દી કોરોના કોવિડ સેન્ટરમાં છે અને ઓચિંતા જરૂરત પ્રમાણે આવતા પેશન્ટની ઓક્સીઝનની ગણતરી કરાય તો ખ્યાલ આવી જાય કે કોને કેટલી ઓક્સીઝનની જરૂરત પડે એવામાં રેગ્યુલર ઓચિંતા સારવાર માટે આવતા પેશન્ટને જો ઓક્સીઝનની જરૂરત પડે તો..? સરકાર તો હોસ્પિટલોમા ઓક્સીઝનમાં કાપ મુક્યો છે..! એ વાત સત્ય છે.

આવા અનેક રેગ્યુલર પેશન્ટોની ઓક્સીઝનની જરૂરિયાત કઈ રીતે પુરી કરાશે તે જવાબ ક્ચ્છ જિલ્લાની પ્રજા જાણવા માંગે છે. ક્ચ્છના પ્રભારી શ્રી જે.પી. ગુપ્તા અને પ્રતિનિધિ  રાજયમંત્રી વાસણભાઈ અહિરે ખુદ પત્રકારો સમક્ષ ઓક્સીઝનની ખપતમાં અનેક હોસ્પિટલોની ઓક્સીઝનની જરીરીયાતમાં કાપ મુકવામાં આવ્યું છે તેવું જણાવ્યું હતું. સરકાર આ મુદ્દાને ધ્યાને લે જેથી બીજા રેગ્યુલર પેશન્ટો માટે હોસ્પિટલમાં ઓક્સીઝનની ખપત માટે ક્યાંક પોતાના જીવથી હાથ ન ધોવા પડે તે બાબતનું ધ્યાન રાખવું અતિ મહત્વનું બની ગયું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.