Abtak Media Google News

ગર્ભાવસ્થા દરમિયાન ખાસ ધ્યાન રાખવું

Advertisement

દરેક મહિલના જીવનમાં ગર્ભાવસ્થા વખતનો સમય સંવેદનશીલ હોય છે. આ દરમિયાન તેણે પોતાના ખાવા પીવા ઉપરાંત દરેક બાબતો પર ધ્યાન રાખવું પડે છે. ગર્ભવતી મહિલાઓની સૂવાની પોઝિશન અંગે એક રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે પ્રેગ્નેન્સીના છેલ્લા ત્રણ મહિનામાં તેમણે એક સાઈડ સૂવું જોઈએ. આ સ્થિતિમાં કમર પર વજન આપીને સૂવાથી બાળક મૃત જન્મવાની સંભાવના વધારે રહે છે.

Combatting Colds During Pregnancy Hero Shutterstock 1899954118 Mobile

લોહી અને ઓક્સીજનની સપ્લાઈમાં મુશ્કેલી

રીસર્ચરોનું માનવું છે કે છેલ્લા ત્રણ મહિનામાં મહિલાઓએ એક સાઈડ સૂવું જોઈએ. કમર પર વજન આપીને સૂવાથી ગર્ભસ્થ બાળક અને ગર્ભાશય વચ્ચે જે લોહીની નસો હોય છે તેના પર દબાણ વધી જાય છે અને લોહી અને ઓક્સીજનની સપ્લાઈ યોગ્ય રીતે બાળક સુધી પહોંચતી નથી

ગર્ભાવસ્થામાં કેવી રીતે સૂવું જોઈએ

Images 5

ગર્ભાવસ્થામાં ખાસ કરીને છેલ્લા ત્રણ મહિનામાં સૂતા સમયે કમરની પાછળ તકિયા રાખીને એક સાઈડ સૂવું જોઈએ.

Pregnancy Pregnancy Birth Fertilization Birth Woman Stages

દિવસે પણ સૂવો ત્યારે પણ એક સાઈડ જ સૂવું જોઈએ.

રાત્રે જ્યારે પણ તમારી ઊંઘ ઉડે તો જુઓ કે તમે કંઈ અવસ્થામાં સૂઈ રહ્યા છો. જો ઊંઘમાં તેમે કમરના બળ પર સૂતા હોવ તો તમારી પોઝિશન ચેન્જ કરી લેવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.