Abtak Media Google News

 ડ્રગ્સની હેરફર, આતંકી પ્રવૃત્તિઓ માટે ભંડોળ પૂરું પાડનારા 9 ખાલિસ્તાની આતંકીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ

એનઆઈએએ રવિવારે પ્રતિબંધિત ખાલિસ્તાની સંગઠનો બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (બીકેઆઈ) અને ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (કેટીએફ) અને અન્ય છ સાથે જોડાયેલા ત્રણ આતંકવાદીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં એજન્સીએ ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ભરતી અને ઓપરેશનમાં સામેલ ત્રણ આતંકવાદીઓની આંતરરાષ્ટ્રીય કડીઓનો ખુલાસો કર્યો છે.

Advertisement

અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદીઓ હરવિંદર સિંહ સંધુ અને લખબીરસિંહ સંધુ બીકેઆઈ સાથે સંકળાયેલા છે જ્યારે અર્શદીપ સિંહ કેટીએફ સાથે સંકળાયેલા છે. એનઆઈએના જણાવ્યા અનુસાર આ ત્રણેય વ્યક્તિઓ વિદેશમાં છે અને ભારતમાં આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવા માટે પોતાનું નેટવર્ક સ્થાપ્યું છે. પાકિસ્તાન અને અન્ય દેશોમાં ડ્રગ્સ સ્મગલરો અને ખાલિસ્તાન તરફી ઓપરેટિવ્સ સાથે તેના સંબંધો છે.

દિલ્હીની સ્પેશિયલ કોર્ટ સમક્ષ દાખલ કરાયેલી ચાર્જશીટમાં બીકેઆઈ અને કેટીએફ માટે કામ કરતા અન્ય છ સહયોગીઓનું નામ પણ આપવામાં આવ્યું છે. જેમાં બંને સંસ્થાઓ માટે ભંડોળ એકત્ર કરવાની જટિલ વ્યવસ્થાની પણ રૂપરેખા આપવામાં આવી છે. એનઆઈએ બીકેઆઈ અને કેટીએફ સાથે જોડાયેલા અન્ય 16 ફરાર અને ધરપકડ કરાયેલા આરોપીઓની પણ તપાસ કરી રહી છે.

મુખ્ય આરોપીઓમાંનો એક, હરવિંદર સિંઘ સંધુ ઉર્ફે રિંડા ભૂતપૂર્વ ગેંગસ્ટર છે જે હવે બીકેઆઈનો અગ્રણી સભ્ય છે. તે 2018-19માં ગેરકાયદેસર રીતે પાકિસ્તાન ભાગી ગયો હતો અને હાલમાં તે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈના રક્ષણ હેઠળ ત્યાં રહે છે. રિંડા બીકેઆઈનો ખૂબ જ મહત્વપૂર્ણ સભ્ય છે અને તે ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવામાં સામેલ છે.

રિંડાને 2023માં ભારત સરકાર દ્વારા ‘આતંકવાદી’ જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે લખબીર સિંહ સંધુ ઉર્ફે લંડા શરૂઆતમાં ગુનાહિત અને ગેંગસ્ટર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો હતો બાદમાં કેનેડાથી ખાલિસ્તાની પ્રવૃત્તિઓ ચાલુ રાખી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.