Abtak Media Google News

SMA- સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફાઈ…. નાના બાળકોમાં થતી આ બીમારીથી લગભગ તો હવે કોઈ અજાણ નહીં જ હોય…!! આ બીમારીનું નામ તો હવે દરેકના મુખે ચર્ચાઈ રહ્યું છે. કારણ કે આ બીમારીને લઈને ધૈર્યરાજસિંહનો કિસ્સો તમામને યાદ જ હશે !! આ બીમારી ધૈર્યરાજ બાદ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલિદર ગામના રહેવાસી અને કચ્છમાં એક ખાનગી કંપનીમાં કામ કરતા અશોકભાઈ વાઢેળ કે તેમના પુત્ર વિવાન વાઢેળને આ બીમારી થઈ છે. અશોકભાઈનો 18 હજાર પગાર છે. જેમાં તે પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. વિવાનની ઉંમર માત્ર 4 માસ છે.

ચાર મહિનાના બાળક વિવાન (Save vivan Campaign)ને બચાવવા માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની (16 Crores injection) જરૂરિયાત હતી. અભિયાન અંતર્ગત બે કરોડ ૧૦ લાખની રકમ એકત્રિત થઈ ગઈ હતી. સરકારે ૧૦ લાખની મદદ પણ કરી હતી. પરંતુ મિશન વિવાનનો આજે દુઃખદ અંત આવ્યો છે.

SMA 1ની દુર્લભ બીમારીથી પીડાતા કોડિનારના વિવાન વાઢેરનું નિધન થયા બાદ વિવાનના પિતાએ લોકોને હવે મદદ માટે ફંડ એકત્રીત ના કરવા વિનંતી કરી છે. જે સંગઠનોએ વિવાન માટે મદદ કરી છે તેમનો આભાર પરિવારે માન્યો હતો. વિવાન માટે એકત્રીત થયેલ રકમનો ઉપયોગ સેવાકીય પ્રવૃતિ માટે કરાશે તેની ખાતરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.