Abtak Media Google News

ધોરાજી-ઉપલેટામાં રેમડેસીવીર ઈન્જેકશન નહિ મળતા પ્રજાના પ્રશ્ર્નને વાચા આપતા ધારાસભ્ય: તંત્ર ધંધે લાગ્યું

ધોરાજી ઉપલેટા -પાનેલી -ભાયાવદર, પાટણવાવ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી 500 કરતા વધુ લોકો કોરોનાની સારવારમાં રેમડેસીવીર ઈન્જેકશન નહિ મળતા મોતના મુખમાં ધકેલાઈ જતા ધારાસભ્ય વસોયા પ્રજાના પ્રશ્ર્ને ઉકળી ઉઠ્યા હતા. તંત્રને બે દિવસની મુદત આપવા છતા પરિણામ નહિ આવતા ગઈકાલે અનશન ઉપર ઉતરી ગયા હતા. પોલીસની અટકાયત બાદ અનશન ચાલુ રાખી ગત મોડી રાત્રે આજ બપોરથી જળનો પણ ત્યાગ કરવાની જાહેરાત કરતા તંત્રમાં ફડાતફડી મચી ગયેલ હતી.

21545 C

ગઈકાલે ધોરાજીમાં નાયબ કલેકટર કચેરી સામે ધોરાજી-ઉપલેટા વિસ્તારને 50% રેમડેસિવીર ઈન્જેકશન આપવાની માંગણી સાથે અનશન ઉપર ઉતરેલા ધારાસભ્ય લલીત વસોયાની ધોરાજી પોલીસે અટકાયત કરતા વાતાવરણ તંગ બની ગયું હતુ પણ ધારાસભ્ય લલીત વસોયાએ દર્દી અને તેના સગા વ્હાલાઓને શાંતિ જાળવવા અપીલ કરી હતી. પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં રહેલા ધારાસભ્ય લલીત વસોયા એ ગઈ મોડીરાત્રે ડેપ્યુટી કલેકટરને પત્ર પાઠવી તેમાં જણાવેલ કે હું મારા મત વિસ્તારની જનતાના મોત જોઈ નથી શકતો મારા મત વિસ્તારમાં રેમડેસીવીર ઈન્જેકશન ના મળવાને કારણે લોકોના ટપોટપ મોત થઈ રહ્યા છે. ત્યારે એક પ્રજાના પ્રતિનિધિ તરીકે મારા જનતાના પ્રશ્ર્ને મે ઉપલેટા-ધોરાજી વિસ્તારમાં જે રેમડેસીવીર ઈન્જેકશનની માંગણી છે તેનો તાત્કાલીક ધોરણે 50% જથ્થો ફાળવી આપવાની માંગ સાથે અનશન ઉપવાસ ઉપર ઉતરેલ ત્યારે ધોરાજી પોલીસે મારી તથા મારા 10 કાર્યકરોની અટકાયત કરી કસ્ટડીમાં ધકેલી દીધેલછે અને મારા 10 ટેકેદારોએ પોલીસ કસ્ટડીમાં પણ આમરણ ઉપવાસ ચાલુ રાખી જો મારી લાગણી સંતોષવામાં નહી આવે તો આજે બપોરે બે વાગ્યા પછી હું જળનો પણ ત્યાગ કરીશ જયા સુધી મારા પ્રશ્ર્નોનોકેલ નહિ આવે ત્યાં સુધી હું અન્નજળનો ત્યાગ ચાલુ રાખીશ.

ઉપલેટામાં ધારાસભ્યની તરફેણમાં 20 સંસ્થાએ પત્ર આપ્યા

ઉપલેટા વિસ્તારના કોરોનાના દર્દીઓ માટે રેમડેસીવીર ઈન્જેકશન માટે જળનો ત્યાગ કરનાર ધારાસભ્ય લલીત વસોયાની તરફેણમાં 20 જેટલી સામાજીક સંસ્થાએ સરકારને પત્ર મોકલી ધારાસભ્યની માંગણી યોગ્ય હોય ઘટતુ કરવા માંગ ઉઠાવી છે.

જળ ત્યાગથી ધારાસભ્યનુ જીવન જોખમમાં !!!

આજે બપોરે બે વાગ્યાથી ધારાસભ્ય લલીત વસોયા જળ ત્યાગ કરતા તંત્ર ભારે હરકતમાં આવી ગયું છે. કારણ કે ધારાસભ્ય લલીત વસોયા ડાયાબીટીસના પેશન્ટ હોય અને જળ ત્યાગ જો વધુ દિવસો સુધી ચાલે તો ધારાસભ્ય લલીત વસોયાનું જીવન જોખમમાં મૂકાય તેવી શકયતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.