Abtak Media Google News

છેલ્લા ત્રણ વર્ષમાં રાજયની ૩૦ જેલોનાં કેદીઓ પાસેથી ૨૦૦થી વધુ મોબાઈલો ઝડપાયા; જેલોમાં રૂપિયા વેરો એટલે તમામ સુખ-સુવિધાઓ અપાતી હોવાના આક્ષેપોના પુરાવા સમાન બાબત

અસામાજીક પ્રવૃત્તિઓ આચરતા શખ્સોને સમાજથી વિખુટો પાડીને સજા રૂપે જેલમાં ધકેલી દેવામાં આવતો હોય છે. પરંતુ જેલ તંમિં ચાલતા લોલમલોલના કારણે કેદીઓને જેલમાં તમામ પ્રકારની સુખ સુવિધાઓ મળી રહે છે. રાજયની નાની ગણાતી સબ જેલોમાં કેદીઓ પાસે મોબાઈલ હોવાનું હવે સામાન્ય થઈ ગયું છે. પરંતુ જયાં ભારે સુરક્ષા રાખવામાં આવતી હોવાનો દાવો થાય છે. તેવી સાબરમતી જેલમાં રહેલા કેદીઓ પાસેથી સમયાંતરે મોબાઈલ પકડાતા હોય છે. પરંતુ આ પકડાતા મોબાઈલ પાસેરામાં પૂની સમાન હોય છે.વર્ષે ૨૦૧૬થી આજદીન સુધીમાં રાજયની ૩૦ જેલોમાંથી ૨૦૦ કરતા મોબાઈલો કેદીઓ પાસે ઝડપાયા છે.

રાજયની તમામ જેલોમાં રહેલા સેંકડો કેદીઓ પાસે મોબાઈલો હોવાનું પુરવાર થયું હોવા છતાં જેલ સતાધીશોને જેલમાં આ મોબાઈલો કેવી રીતે પહોચે છે તે અંગે અજ્ઞાનતાની છે. જયારે કેદીઓ પાસેથી પકડાયેલા મોબાઈલના કેસોની તપાસ કતા પોલીસ તંત્ર મુજબ કોર્ટ કે હોસ્પિટલમાંથી પરત ફરતાકેદીઓ જેલમાં મોબાઈલ ઘુસાડે છે. જેલમાં રહેલા કેદીઓને સારવાર માટે હોસ્પિટલ માટે લાવવામા આવે અથવા કોર્ટમાં મુદતે લાવવામાં આવ્યા બાદ તેને જેલમાં પરત લઈ જતી વખતે મોબાઈલની દાણચોરી કરવામાં આવે છે.જેલના કેટલાક કેદીઆે પાસેથી મોબાઇલ ફોન ઝડપાતા હોય છે ત્યારે સેલફોનની દાણચોરી સિકયોરીટી હોવાને કારણે મુશ્કેલી બનતી હોય છે. અને કેદીઓ પાસેથી તો મોબાઇલ ઝડપાય છે પરંતુ કયારેય જેલના કેદીઓને મોબાઇલ પહોચાડનાર જેલના અધિકારીઓ પડડાતા નથી ઘણીવખત કેદીઓ પાસેથી માત્ર મોબાઇલ સીમ જ પકડાતા હોય છે તો શું કેદીઓ પાસે મોબાઇલ નહી હોય? તાજેતરમાં જ મંગળવારે અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે શાંતિ નીકેતન યાર્ડના જો કે, સીમકાર્ડ અને બેટરી તેમાંથી કાઢી લેવામાં આવ્યા હતા. ગત વર્ષે નવેમ્બરમાં જેલમાં ભગવાનના ચિત્રની પાછળથી છુપાયેલો મોબાઈલ ફોન બેરેકમાં મળી આવ્યો હતો. વર્ષ ૨૦૧૪માં ગુજરાતની જેલોમાંથી ૩૦ મોબાઈલ ફોન અને ૧૫ સીમકાર્ડ ઝડપાયા હતા. ત્યારે ૨૦૧૭માં ૪૫ મોબાઈલ અને ૧૫ સીમકાર્ડો જપ્ત કરવામાં આવ્યા હતા. જયારે કેદીઓને બિમાર પડતી વખતે હોસ્પિટલ કે અન્ય કાર્યવાહી માટે કોર્ટમાં લઈ જવામાં આવે છે ત્યારે તેઓ છુપાવીને મોબાઈલ લઈ આવતા હોય છે. કેટલાક કેદીઓ મોજામાં મોબાઈલ સંતાડી દેતા હોય છે. કેટલાક ખાવાની ચીજવસ્તુઓમાં આ પ્રકારની મોબાઈલની દાણચોરી કરતા હોય છે. કેટલાક કેદીઓ તો જેલમાં જામર લઈને આવી જતા હોય છે જેથી જેલના અધિકારીઓના ફોન બંધ થઈ જાય અને તેઓ આરામથી પોતાનો કાર્યક્રમ શ‚ કરી શકે. ફેબ્રુઆરી ૨૦૧૩માં મુજાહુદ્દીન આતંકીએ જેલમાં ૨૧૩ ફૂટ ઉંડી સુરંગ બનાવી હતી. જો કે, આ પ્રકારે જેલના કેદીઓ છુટકારો મેળવવા માટે વિવિધ નુસ્ખાઓ અપનાવતા હોય છે. કેટલાક તો જાણી જોઈને બિમાર પડે અને જયારે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે તો રીટર્ન આવતી વખતે મોબાઈલ ફોન કે પછી જેલમાં પ્રતિબંધીત વસ્તુઓની હેરફેર કરતા હોય છે. તેઓ અગાઉથી સ્થળ-સમય નકકી કરી રાખે છે તેના મુજબ જ દાણચોરી કરતા હોય છે.

અમદાવાદની જેલમાં ભગવાનની છબી પાછળ સંતાડેલો મોબાઈલ અમીત અને સુમીત નામના ભાઈઓનો હતો. તેમની ધરપકડ ૨૬૫૪ કરોડના બેંકફ્રોડ કેસમાં થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.