Abtak Media Google News

જળ એજ જીવન

ગ્રામ્ય વિસ્તારોમાં નળ જોડાણ પહોંચાડવામાં રૂા.૩.૬ લાખ કરોડ જેટલી માતબર રકમ ખર્ચાશે: વર્ષ ૨૦૨૪ સુધીમાં પીવાનું પાણી પાડવાનો લક્ષ્યાંક

ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા ૧૪.૬ કરોડ પરિવારોને પીવાનું પાણી મળી રહે તે માટે મોદી સરકાર દ્વારા તાજેતરમાં જળ જીવન અભિયાન ઘડી કાઢવામાં આવ્યું હતું. આ અભિયાનનો આજથી પ્રારંભ થઈ ચૂકયો છે. જળ જીવન મિશન એટલે કે, અભિયાન અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં પાણી સમીતી કે ગ્રામ પંચાયત માટે વિવિધ પોલીસી ઘડી કાઢવામાં આવી છે.

દેશના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પૂરું પાડવા માટેની વોટર સપ્લાય ચેનમાં આ અભિયાન હેઠળ ફેરફાર કરવામાં આવશે. વર્ષ ૨૦૨૪ સુધીમાં જળ જીવન મિશન અંતર્ગત રૂા.૩.૬ લાખ કરોડ વાપરવામાં આવશે. યોજનામાં ગ્રામ્ય વિસ્તારોમાં વસતા ૮૧ ટકા પરિવારોને ૨૦૨૪ સુધીમાં પાણી પુરવઠો પુરો પાડવામાં આવશે. દેશના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ ૧૭.૮૭ કરોડ ગ્રામ્ય પરિવારો વસવાટ કરી રહ્યાં છે. જે પૈકીના ૧૪.૬ કરોડ એટલે કે, ૮૧.૬૭ ટકા પરિવારોને હજુ નળના જોડાણ મળ્યા નથી. પરિણામે પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળતું નથી.

7537D2F3 20

જળ જીવન અભિયાનની અમલવારી બાદ બોટમથી ટોચ સુધી તમામ સરકારી તંત્રમાં પાણી સમીતીની રચના કરવામાં આવશે. દરેક ગ્રામ્ય પંચાયતમાં એક એવો સભ્ય ગોઠવવામાં આવશે જેને પાણી માટેની જવાબદારી સોંપવામાં આવશે. ભારતમાં વર્તમાન સમયમાં ગ્રામ્ય વિસ્તારનો મોટો ભાગ નળ જોડાણ વગરનો છે. આ વિસ્તારમાં વર્ષ ૨૦૨૪ સુધીમાં જળ જીવન મિશન અંતર્ગત પીવાનું પાણી પુરું પાડવામાં આવનાર છે. આ માટે સરકારે રૂા.૨.૦૮ લાખ કરોડની ફાળવણી કરી છે. જળ જીવન અભિયાન અંતર્ગત ૯૦-૧૦ ના ધોરણે ખર્ચનો ભાગ પાડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.