Abtak Media Google News

મોદીની કુટનીતિએ ‘ડ્રેગન’ને નાથ્યું!

કાલથી બે દિવસના ભારત પ્રવાસે આવનારા ચીની પ્રમુખ વેપાર, સંરક્ષણ અને આતંકવાદને લઇ વડાપ્રધાન મોદી સાથે અગત્યની વાટાઘાટો કરશ

કેન્દ્રની મોદી સરકારે તાજેતરમાં ભારતને આઝાદીની સમયથી આતંકવાદ સહિતના મુદ્દે પીડતી જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ને કુનેહપૂર્વક હટાવી હતી. જેથી આતંકવાદના આકા ગણાતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાતા આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવાનો નાકામ પ્રયાસ કર્યો હતો. જેથી રઘવાયા પાકિસ્તાને પોતાના આકા ચીન પાસે મદદનો ખોળો પાયો હતો. પરંતુ ખંધા ચીને પણ પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાનને કાશ્મીર મુદ્દે ભારત સાથે બેસીને દ્વિપક્ષીય રીતે ઉકેલવા સલાહ આપી હતી.

આ તમામ ઘટનાક્રમ વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ જીનપીંગ આવતીકાલી બે દિવસની ભારત મુલાકાતે આવી રહ્યાં છે જે દરમિયાન વડાપ્રધાન મોદી વચ્ચે તમિલનાડુના મહાબલિપુરમ્ ખાતે યોજાનારી અનૌપચારિક બેઠકમાં વેપાર, સંરક્ષણ અને આતંકવાદ મુદ્દે ચર્ચા વાની સંભાવના છે. ખંધુ ચીન પોતાના ર્સ્વાથ માટે ગમે તે હદે જઈ શકતું હોય જીનપીંગ ચીનના લાભ માટે ભારત સાથે સંબંધો વધુ મજબૂત કરવા પ્રયાસો હાથ ધરશે તેમ મનાય રહ્યું છે. જેથી રઘવાયા બનેલા પાકિસ્તાનની મુંઝવણમાં વધારો થાય તેવી સંભાવના છે.

ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ આવતીકાલી ભારતની બે દિવસની મુલાકાતે આવી રહ્યાં છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી સાથે વેપાર, સંરક્ષણ, સુરક્ષા અને સામાન્ય લોકો વચ્ચેના સંપર્કો સહિત ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. જિનપિંગ કાલ અને પરમ દિવસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભારતની બીજી અનૌપચારિક શિખર સંમેલનમાં ભાગ લેવા આવી રહ્યા છે. બંને નેતાઓ વચ્ચે આ ઐતિહાસિક સમિટ તામિલનાડુના દરિયાકાંઠાના શહેર મહાબલિપુરમ (મામાલપુરમ)માં યોજાશે. બંને દેશો વચ્ચે પ્રવાસના સમયપત્રકની છેલ્લી ક્ષણે નિર્ણય કરવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે બંને વિરોધી દેશો વચ્ચેના સંબંધો અગાઉની તુલનામાં વધારે સરળ બની ગયા છે. ગયા વર્ષે વુહાનમાં બંને નેતાઓ વચ્ચેની બેઠક બાદ હવે પ્રયાસો આગળ વધવાનો રહેશે. આ બેઠકમાં કોઈ કરાર થશે નહીં, પરંતુ બંને પક્ષો દ્વારા અલગ નિવેદનો બહાર પાડવામાં આવશે.

એવું માનવામાં આવે છે કે વુહાનની જેમ, બંને નેતાઓ વ્યૂહાત્મક મહત્વના મુદ્દાઓ પર આગળ વધી શકશે. સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર જિનપિંગ સાથેની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ અને વિદેશ પ્રધાન એસ.કે. જયશંકર પણ ઉપસ્થિત રહેશે. બીજી તરફ ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી પોલિટબ્યુરોના સભ્ય શ્રી જિનપિંગ સાથે, યાંગ જીશે અને વિદેશ પ્રધાન વાંગ યી પણ હાજર રહેશે.

પીએમ નરેન્દ્ર મોદી સાથેની બેઠક બાદ જીનપિંગ નેપાળની પણ મુલાકાત લેશે. લાંબા સમય પછી આ પહેલીવાર છે જ્યારે ચીનના રાષ્ટ્રપતિ નેપાળની મુલાકાત લેશે.  જીનપિંગની મોદી સાથેની બેઠક દરમિયાન સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવાની વાત કરશે. આ ઉપરાંત, આ વર્ષના અંત સુધીમાં, બંને દેશોની સૈન્ય સંયુક્ત સૈન્ય કવાયત પણ કરી શકે છે. આ સમિટ બાદ ચીનના વિદેશ પ્રધાન વાંગ યિન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ સાથે સરહદના મુદ્દાઓ પર ચર્ચા કરી શકે છે. સૂત્રો કહે છે કે ભારત આ બેઠકમાં આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવી શકે છે. આના માધ્યમથી ભારત પાકિસ્તાનને ઘેરી લેવાનો પ્રયાસ કરશે, જે વિશ્વભરમાં કાશ્મીર પર પ્રચાર ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. વડાપ્રધાન મોદી અને ચીનના પ્રમુખ જિનપિંગ વચ્ચે આવતીકાલે અનૌપચારિક બેઠક યોજાશે જે બંને વચ્ચે આ બીજી અનૌપચારિક મુલાકાત હશે, જે અનેક રીતે ઐતિહાસિક હશે. જેમાં બંને નેતાએ તેમાં વ્યૂહાત્મક મર્યાદા તોડીને કાશ્મીર, ભારત-ચીન સરહદ વિવાદ જેવા મુદ્દે ખુલીને વાત કરી શકે છે. તેની પહેલી ઝલક ૨૦૧૮માં થયેલી વુહાન સમિટમાં જોવા મળી હતી. ત્યારે બંને દેશ વચ્ચે ડોકલામ વિવાદ ચાલતો હતો. એ વખતે બંને નેતાએ એ મુદ્દે ખૂલીને વાત કરી હતી. આ મુલાકાતના ૭૩ દિવસ પછી ચાલતો વિવાદ શાંત થઈ ગયો હતો. આ ઉપરાંત બંને નેતા વચ્ચે આતંકવાદ, ટેરર ફંડિંગ,સહકાર અને સોર્સિંગ જેવા મુદ્દે વાત થવાની શક્યતા છે. ગયા પાંચ વર્ષમાં મોદી અને જિનપિંગની દસથી વધુ મુલાકાત થઈ છે. આ વર્ષે આ ત્રીજી મુલાકાત છે. મહાબલીપુરમમાં બંને નેતાની અનૌપચારિક મુલાકાત વુહાન સમિટનું જ આ વિસ્તરણ છે, જે બંને દેશ વચ્ચે વિશ્વાસ વધવાની દિશામાં સારો સંકેત છે. તે બંને દેશના દ્વિપક્ષીય સંબંધ માટે મહત્ત્વનું છે. આ પહેલા ૨૦૧૪માં મોદી અને જિનપિંગ ગુજરાતના અમદાવાદમાં મળ્યા હતા.

ચીનના નાયબ વિદેશ મંત્રી લુઓ ઝાઓહુઈએ કહ્યું હતું કે, ચીન અને ભારત બંને પોતાના સંબંધ સુધારવા પ્રયત્નશીલ છે. મુક્ત વેપાર અને આર્થિક વૈશ્વિકરણની મુશ્કેલીઓ વચ્ચે સૌથી મોટા વિકાસશીલ દેશો વચ્ચે સહકાર અને સંચાર મહત્ત્વના છે. જોકે, જિનપિંગની મુલાકાત દરમિયાન ભારત અને ચીન વચ્ચે કોઈ સમજૂતિ પર સહી નહીં થાય. કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા પછી ચીને યુએનમાં ભારતના નિર્ણયની ટીકા કરી હતી. ચીને કહ્યું હતું કે, અમે કાશ્મીરીઓ સાથે કામ કરીને તેમને નાગરિક અધિકારો માટે અને ન્યાય અપાવવા મદદ કરીશું. ડોકલામ મુદ્દે ૭૩ દિવસ સુધી બંને દેશની સેના સામસામે હતી. જિનપિંગ શુક્રવારે બપોરે ચેન્નાઈ જશે, જ્યાં તેમનું પરંપરાગત નૃત્ય અને સંગીત સાથે એરપોર્ટ પર સ્વાગત કરાશે. અહીંથી તેઓ હોટેલ આઈટીસી ગ્રાન્ડ માટે રવાના થશે. ત્યાંથી જિનપિંગ અને મોદી મંદિરોમાં જશે. સાંજે જિનપિંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે અને બાદમાં મોદી ડિનર પાર્ટી આપશે. ભારતના પ્રવાસ પહેલાં જિનપિંગે ચીન પહોંચેલા પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન સાથે બુધવારે મુલાકાત કરી. જિનપિંગે ખાનને આશ્વાસન આપ્યું કે ચીન-પાકિસ્તાન વચ્ચેની મિત્રતા આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય સ્થિતિમાં પરિવર્તન છતાં અતૂટ અને મજબૂત છે. જ્યારે ખાને આર્થિક સહયોગ માટે ચીનનો આભાર માન્યો. કાશ્મીર મુદ્દે યુએન, અમેરિકા સહિત અન્ય દેશોથી હતાશ થયા પછી ઈમરાન ખાન મંગળવારે ચીન પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદી ભારતના અન્ય હિસ્સા બતાવવા સામાન્ય રીતે વિદેશી નેતાઓને દિલ્હી બહાર આમંત્રિત કરવાની તરફેણ કરતા હોય છે. તેઓ જર્મન ચાન્સેલર એન્જેલા મર્કલને બેંગલુરુ, જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેને વારાણસી અને ફ્રાંસના પ્રમુખ મેન્યુઅલ મેક્રોનને ચંદીગઢ આમંત્રિત કરી ચૂક્યા છે. મોદી જિનપિંગને પણ અમદાવાદ પ્રવાસ કરાવી ચૂક્યા છે. ભારત પછી જિનપિંગ રવિવારે નેપાળ પણ જશે. તેઓ નેપાળના રાષ્ટ્રપતિ વિદ્યા દેવીના આમંત્રણ પર કાઠમંડુ જઈ રહ્યા છે. આશરે બે દસકા પછી ચીનના કોઈ પ્રમુખની આ નેપાળ મુલાકાત હશે.

ચીનને ગ્વાદર પોર્ટ ‘સોનાની તાસક’માં સોંપતું પાકિસ્તાન

મજબુરી કા નામ મહાત્મા ગાંધી

ભારતના સૌથી નિકટતમ રાષ્ટ્ર પરંતુ બાળોતીયાના શત્રુ એવા ખસતાહાલ પાકિસ્તાનની ર્આકિ હાલતનો સૌથી વધુ ગેરલાભ લઈ સામ્રાજયવાદી ડ્રેગન ગણાતા ચીન લઈ રહ્યું છે. ચીન જરૂર પડે તો મદદ માટે પાકિસ્તાનને પંપાળતું રહે છે. જ્યારે ચીન પણ મિત્ર પાકિસ્તાનને નક્કર બિન ર્સ્વા મદદ કરવાને બદલે વધુને વધુ આર્થિક શોષણનું માધ્યમ બનાવી પાકિસ્તાનને ચીન કંપની રાજમાં ભીડવતું જાય છે. ચીને પાકિસ્તાનના ગ્વાદર બંદર માટે આપેલા વિકાસની કિંમત વસુલાય તે માટે પાકિસ્તાન સરકારે ચીનની કંપનીઓને ગ્વાદર બંદરમાં ૨૩ વર્ષથી લાંબા ગાળાની કરમુક્તિની ભેટ આપી છે.

ચાઈના ઓવરસીઝ કોર્ટ હોલ્ડીંગ કંપની ગ્વાદર જોંગ, બોઝહોમના ચેરમેને મંગળવારે પાકિસ્તાન સરકારના સહયોગ અને આ પ્રોજેકટી પાકિસ્તાનને વિકાસ દરના લક્ષ્ય માટે મળનારી મદદ માટે પોતાના વિચારોની આપલે કરી હતી. દક્ષિણ-પશ્ર્ચિમ બ્લોચિસ્તાનના આવેલા બંદર શહેર ગ્વાદરનો ચીનના સહયોગી વિકાસ કરવામાં આવ્યો છે. પાકિસ્તાને ચીનના સહયોગી મહત્વકાંક્ષી ગણાતા ગ્વાદર બંદરના વિકાસ બાદ પાકિસ્તાને ચીનની કંપનીઓ માટે ૨૩ વર્ષના ઈન્કમટેક્ષ હોલીડી સેલ્સટેક્ષ અને કસ્ટમ ડયૂટીમાંથી ચીનની કંપનીઓને કર મુક્તિની જાહેરાત કરી હતી. ગ્વાદર બંદર અને મુક્ત વ્યાપાક ઝોન બન્ને દેશો વચ્ચે ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરીડોરને વધુ મુજબ બનાવવાનું એક મહત્વનું પગલું ગણાવવામાં આવે છે. પાકિસ્તાનના રાષ્ટ્ર પ્રમુખ આરિફ અલ્વીએ સોમવારે બે વિદ્યેયકે પસાર કરીને ચાઈના-પાકિસ્તાન ઈકોનોમિક કોરીડોર ઓોરીટી એન્ડે ટેક્ષલોએવેન્ડમેન્ટ ઓડિનેસ-૨૦૧૯ અને એકસપ્રેસ ટ્રીબ્યુનલ પસાર કરીને ચીનની કંપનીઓને ૨૩ વર્ષ કરમુક્તિનો રસ્તો આસાન કરી દીધો હતો. વડાપ્રધાન ઈમરાન ખાને ચીનના નેતાઓ સાથે મંત્રણાઓ કર્યા બાદ બેજીંગી પરત આવતાની સાથે જ રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ આ બન્ને ખરડાઓને બહાલી આપીને ચીનના નેતાઓએ મુકેલા લાભના પ્રસ્તાવને મંજૂર કર્યો હતો.

ચીન ઓવરસીઝ ફોર્ટ હોલ્ડીંગ કંપની ગ્વાદરના જૈયંગ બોસ્કહોંગે મંગળવારે જાહેર કરેલી આ સમજુતિને પાકિસ્તાનના વૃદ્ધિદર માટે સાત વરસ પછી સોનાનો સુરજનો યુગ ગણાવ્યો હતો. પાકિસ્તાન સરકારે ચીનના ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓને ગ્વાદર બંદર પર ધંધશે કરવા માટે ૨૩ વર્ષની કરમુક્ત આપવામાં આવી છે. જૈયંગે જણાવ્યું હતું કે, પાકિસ્તાનના આ નિર્ણયી પાકિસ્તાનના વિકાસના દ્વાર વધુ મોકળા યા છે અને વધારાના કરોના લોડના રોકાણની તકો ઊભી થઈ છે.

બૈજીંગ અને ઈસ્લામાબાદ અત્યારે ૬૦ બિલિયન ડોલરના ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરના મહત્વકાંક્ષી પ્રોજેકટી પાકિસ્તાનના ગ્વાદર બંદર  જીંગજયાંગ પ્રાંત સાથે જોડીને સડક જોડીને બન્ને દેશો વચ્ચે સડકનો સળંગ સંપર્ક સેતુ બનાવવાના પ્રોજેકટ પર કામ કરી રહ્યાં છે. ચીનના રાષ્ટ્રપતિ જીનપિંગએ રસ્તાના આ પ્રોજેકટના પેટા પ્રોજેકટ તરીકે બંદર વિકાસ પરિયોજનાને આગળ વધારવાનો અભિગમ અપનાવ્યો છે. જેંગે જણાવ્યું હતું કે, ગ્વાદર બંદર પાકિસ્તાનના વિકાસ દ્વાર માટે શુકનવંતુ સાબિત થશે. ૯૫% થી વધુ ઉત્પાદનનો નિકાસ ગ્વાદરના ફિડટ્રેડઝોનમાંથી થશે. અત્યારે પાકિસ્તાનની સધ્ધરતા માટે કરાંચીનું એકમાત્ર કરાંચી બંદર કાર્યરત છે.

આગામી સાત વરસના સમયગાળામાં ગ્વાદર બંદરને પરિપૂર્ણ કરવા માટે ચાર તબક્કાની પરિયોજના ઉપર કામ ચાલી રહ્યું છે અને સાત વરસમાં બંદર સંપૂર્ણપર્ણે તૈયાર થઈ જશે. એક વખત ગ્વાદર બંદર સંપૂર્ણપર્ણે તૈયાર થઈ ગયા બાદ સનિક ધોરણે, ૪૭ હજાર રોજગારી ઉભી થશે અને વાર્ષિક વેપારનો આ આંક ૧ બિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.