Abtak Media Google News

સંસ્થાદના આગામી સત્રમાં આ ખરડો ગૃહમાં લાવવાની સરકારની વિચારણા: મનરેગાની જેમ આયુષ્યમાન ભારત યોજનને પણ કાયદાનું પીઠબળ મળશે

વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારતમાં દરેકને રોટી, કપડા અને મકાનની સુખ-સવલત મળી રહે તે માટેની વ્યવસ્થામાં સંતોષકારક સ્થિતિનું નિર્માણ થયા બાદ ધારકોને માટે હવે “જન આરોગ્યની જાળવણી અને આરોગ્ય-સ્વાસ્થ્ય જાળવણી માટે વિશ્વ કક્ષાની વ્યવસ્થા ઉભી કરવાનું લક્ષ્ય અગ્રતાએ પહોંચ્યું છે.

Advertisement

ભારતમાં “નરેગા જેમ જ સરકાર દ્વારા હવે “આયુષ્યમાન ભારત અવા વડાપ્રધાન જન આરોગ્ય યોજના પીએમજયના સુદ્રઢ અમલીકરણ માટે કાયદો લાવી રહ્યો છે. આ માટે સરકારે મુસદો તૈયાર કરવાની પ્રક્રિયાને હાથ ઉપર લઈ આરોગ્ય સુરક્ષા, વિમા યોજના લાગુ કરવા માટે કેન્દ્ર અને વિવિધ રાજયો વચ્ચે એમઓયુ કરવાનું દિશામાં ચક્રોગતિમાન કર્યા છે.

કેન્દ્રની વર્તમાન નરેન્દ્ર મોદી સરકાર દ્વારા યુ.પી.એ. સરકારે જેવી રીતે ૨૦૦૫માં રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરેન્ટી યોજના “નરેગાને જે રીતે કાયદાનું રૂપ આપવામાં આવ્યું તેવી જ રીતે સરકાર હવે આયુષ્યમાન ભારત માટે અને તેના અમલીકરણ માટે નવો કાયદો લાવી રહી છે. રાષ્ટ્રીય આરોગ્ય વ્યવસ્થાપન “એનએચએ દ્વારા આ યોજનાને લાગુ કરવા માટે પ્રાયોગિક ધોરણે કાયદાકિય નિષ્ણાંતો અને સંસ્થાઓની સલાહ અને મદદ અને અનુભવની સમિક્ષા કરી યોજનાને દેશભરમાં કેવી રીતે લાગુ કરવી તેનો તખ્તો ગોઠવી નરેગાની જેમ “પીએમજેએવાય માટેની ગોઠવણ કરવાનું શરૂ કરી દીધું છે. આ કાર્ય માટે સરકાર દ્વારા દસ્તાવેજી વિગતો અને સંશોધન સમિક્ષા હાથ ધરી “એનએચએનું પીએમજેએવાય યોજનાના અમલીકરણ માટે આંતર માળખાકીય વ્યવસ્શ ઉભી કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ યોજનાના અમલીકરણ માટે શું-શું કરી શકાય તે માટે આરોગ્ય સેવા સો સંકળાયેલી ખાનગી સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓ અને રસ ધરાવતી  સંસ્થાઓ પાસેથી સરકારે ૯મી જુલાઈ સુધીમાં સુચનો મોકલવા જણાવાયું છે.

સંસ્થાદના નવા આગામી સત્રમાં આ ખરડો ગૃહમાં લાવવાનું સરકાર વિચારી રહી છે. સરકાર “મીએમજેએવાય યોજનાના અમલીકરણ માટે બજેટમાં ૬૪૦૦ કરોડ રૂપિયાની ફાળવણી માટે કમરકસી રહી છે. પરંતુ આ યોજના માટે કોઈ બંધારણ્ય માળખાકીય વ્યવસ્થા ઉભી થઈ નથી. જૂન-૧૮ની સ્થિતિએ દેશમાં ૩૦૭૭ કરોડ રૂપિયાના ૨૩.૩૬ લાખ દાવાઓ આ યોજના અંતર્ગત દાખલ થવા પામ્યા છે. હવે સરકાર તેના બંધારણ્ય રૂપ માટે કમરકસી રહી છે. યુ.પી.એ. સરકારની નરેગા યોજનાની જેમ કેન્દ્ર સરકાર આયુષ્યમાન ભારત યોજનાને ટૂંક સમયમાં જ બંધારણ્ય ધોરણે કાયદાનુરૂપ આપશે.

આયુષ્યમાન ભારતની ફલશ્રુતી માટે કોરિયાની મદદ લેવાશે

દક્ષિણ કોરિયા આરોગ્યની જાળવણી માટે સમૃધ્ધ દેશોમાં સૌથી આગળ ચાલી રહ્યું છે. ભારત આયુષ્યમાન ભારત યોજના માટે દક્ષિણ કોરિયાને રોલમોડેલ બનાવીને આ યોજનાને વધુ વિસ્તૃત બનાવવા માટે કોરિયાની તકનીકી સહાયની જરૂર પડે ઉપયોગ કરશે. દક્ષિણ કોરિયા આરોગ્યની જાળવણીની યોજનામાં વિશ્વમાં ખુબ મોખરે ગણાય છે.

આયુષ્યમાન ભારતનો લાભ લેવામાં છત્તીસગઢ નંબર-૧

આયુષ્યમાન ભારત વિશ્વની સૌથી મોટી કેશલેસ આરોગ્ય વિમા યોજના તરીકે સપ્ટેમ્બર-૨૩ ૨૦૧૮ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રાંચીથી ખુલ્લી મુકાઈ હતી. આ યોજનાનો લાભ લેવામાં છત્તીસગઢ સૌથી મોખરે ચાલી રહ્યું છે. ઓછામાં ઓછા પાંચ લાખ લોકોએ છત્તીસગઢમાં આરોગ્ય વિમા યોજનાનો લાભ લીધો હતો અને ૮ મહિનામાં ૩૭૪ કરોડ રૂપિયા વાપર્યા છે. છત્તીસગઢની કોંગ્રેસ કરારે આ યોજનાને આયુષ્યમાન ભારતના બદલે મોદી કેર કહીને વખોડી હતી. પરંતુ મળેલા આંકડામાં છત્તીસગઢે સૌથી વધુ લાભ ઉઠાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.