Abtak Media Google News

રીટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યામાં જોવા મળ્યો ૭.૫ ટકાનો ઘટાડો

રાજયસભાનાં સાંસદ પરિમલ નથવાણીએ પાન હોલ્ડર અને રિટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યામાં શું ફેરબદલ થયો છે સંખ્યામાં તે પ્રશ્ર્ન પુછતાં ભારત દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારામને માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં નવા પાનધારકોની સંખ્યામાં ૨૫ લાખથી પણ વધુ વધારો જોવા મળી રહ્યો છે જે ગત નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ કરતાં ૧૧ ટકા વધુ છે પરંતુ તેની સાથે રીટર્ન ફાઈલ કરનારા કરદાતાઓની સંખ્યામાં સાડા સાત ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

આંકડાકિય માહિતી વિશે જો વાત કરવામાં આવે તો, ૨૦૧૮-૧૯માં પાનધારકોની સંખ્યા ૨,૫૭,૧૮,૩૧૯ હતી જે ૨૦૧૭-૧૮માં ૨,૩૧,૬૬,૬૩૨ રહેવા પામી હતી. એવી જ રીતે જયારે આઈટીઆર એટલે કે ઈન્કમટેકસ રીટર્નની વાત કરવામાં આવે તો તે ૨૦૧૭-૧૮માં ૭૧,૪૧,૨૫૦ રહેવા પામ્યા હતા જે ઘટી હાલ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ૬૬,૦૫,૨૩૧ રહ્યું છે. સાથોસાથ નાણામંત્રી નિર્મલા સીતારામને કરદાતાઓ પર થયેલા સર્ચ અને સિઝર કે જે ગત છેલ્લાં ૩ માસમાં થયા હોય તે વિશે પણ માહિતી આપી હતી. વધુમાં તેઓએ ગુજરાતમાંથી ડાયરેકટ ટેકસ રેવન્યુ કલેકશન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, ૨૦૧૭-૧૮ની સરખામણી કરતાં ૨૦૧૮-૧૯માં ૯.૩ ટકાનો વધારો જોવા મળ્યો છે જે ૨૦૧૭-૧૮માં ૪૪,૮૬૬.૬૬ કરોડ રહ્યું હતું જે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં વધી ૪૯,૦૨૧.૬૯ કરોડ રહ્યું છે.

નિર્મલા સીતારામને પાનકાર્ડધારકોનાં આઈટીઆરમાં વધારો થયો હોવાનું પણ જણાવ્યું હતું. તેઓએ આ અંગે વિશેષ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ૨૦૧૬-૧૭માં સંખ્યા ૫૭,૬૧,૪૮૫ રહી હતી. ૨૦૧૭-૧૮માં ૭૧,૪૧,૨૫૦ રહેવા પામી છે. વધુમાં તેઓએ જણાવતાં કહ્યું હતું કે, જે કરદાતાઓને મુંઝવતા પ્રશ્ર્નો છે તે પણ અપીલમાં રજુ કરવા માટે પણ સુચવ્યું હતું. સાથો સાથ ઈન્વેસ્ટીગેશન સર્ચ અને સિઝર વિશે પણ તેઓએ વિગતવાર માહિતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.