Abtak Media Google News

ફેસબુકે તેની ક્રિપ્ટો કરન્સી લિબ્રા માટે ૨૮ કંપનીઓ સાથે કરી ભાગીદારી

ક્રિપ્ટો કરન્સીને લઈ હાલ આરબીઆઈ ડરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. વાત કરવામાં આવે તો ૧૮મી જુને ફેસબુકે આગામી વર્ષથી તેની ક્રિપ્ટો કરન્સી લીબ્રા લોન્ચ કરવાની જાહેરાત કરી હતી ત્યારે આરબીઆઈ માટે આ એક વેકઅપ કોલ હોવો જોઈએ. આરબીઆઈનાં વિચારો પર આ વિષય ખુબ જ પ્રતિકુળ રહ્યો છે ત્યારે ક્રિપ્ટો કરન્સીને લઈ ફેસબુક દ્વારા જે તેની ક્રિપ્ટો કરન્સી લીબ્રાની જાહેરાત કરવામાં આવી તેનું કારણ શું હોય શકે તે પણ એક પ્રશ્ર્નાર્થ ઉભો થયો છે. એક દાયકાથી શું બીટકોઈન અસ્તિત્વમાં છે કે કેમ ? તે પણ એક પ્રશ્ર્ન ઉદભવિત થાય છે. ત્યારે ૨૦૧૮માં બીટકોઈનનાં અંદાજીત ૨.૪ બિલીયન ટ્રાન્ઝેકશન ઉપર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે વિશ્વ આખાની વાત કરવામાં આવે તો ૨.૮ ટ્રિલીયન ઈ-કોમર્સની વહેંચણી પણ થઈ હતી. ભાવમાં વધારો કરવાથી ક્રિપ્ટો કરન્સીને સેટ કરવામાં આવે છે ત્યારે આવતાં દિવસોની વિશ્વની ક્રિપ્ટો કરન્સીને લઈ રીઝર્વ બેંકમાં ડરનો માહોલ ઉભો થયો છે તેવું લાગી રહ્યું છે.

Advertisement

ક્રિપ્ટો કોમ્યુનિટીની જયારે વાત કરવામાં આવે તો પરિણામ સ્વરૂપે તે સરેરાશ વપરાશકર્તાની સાથોસાથ વપરાશકર્તાનાં અનુભવનો પણ સામનો કરવો પડયો છે જેથી ક્રિપ્ટો કરન્સી અને રીએલયુઝ વચ્ચે કોઈપણ ભેદભાવ ઉભો ન કરવો જોઈએ તે પણ વાત સામે આવી રહી છે. ૨૦૨૦માં ફેસબુકની ક્રિપ્ટો કરન્સી લિબ્રાનાં લોન્ચ બાદ આ વાતને વેગ મળશે તે વાત પણ સામે આવી રહી છે. ૨૮ એસોસીએશન મેમ્બર સાથે ફેસબુકની લિબ્રાએ વાટાઘાટો કરી તેમની સાથે ભાગીદારી નોંધાવી છે. જેમાં પેપાલ, સ્ટ્રાઈક, માસ્ટરકાર્ડ, વિઝા તથા સિલિકોનવેલીનાં સૌથી વિખ્યાત ઉબેર, સ્પોટીફાઈ અને ઈબેનો પણ સમાવેશ થાય છે. સાથોસાથ ફેસબુકની લિબ્રા કરન્સી વોડાફોન સાથે પણ ટાઈઅપ કર્યું હોય તેવી વાત સામે આવી રહી છે. આ તમામ ૨૮ કંપનીઓને પ્રારંભિક ધોરણે ઈનસેટીવ પણ આપવામાં આવશે કે જે લિબ્રા કરન્સી માટે પેમેન્ટનું એક માધ્યમ બન્યા હોય. ઉબેર, સ્પોટીફાઈને લિબ્રાનાં વપરાશકારો માટે ડિસ્કાઉન્ટ ઓફર આપવા માટે પણ ભલામણ કરવામાં આવી છે ત્યારે ફેસબુક તેની ક્રિપ્ટો કરન્સી લિબ્રાને ભારતમાં હજુ લોન્ચ ન કરવા માટે પણ વિચાર કરી રહ્યું છે જેનું કારણ આરબીઆઈની સાંપ્રત નીતિ-નિયમોને પણ માનવામાં આવી રહ્યાં છે.

ફેસબુકની ક્રિપ્ટો કરન્સી લિબ્રા જયારથી બજારમાં આવશે ત્યારબાદ તેનાં વપરાશકારોમાં એક નવી જ તેજી જોવા મળશે અને ઈન્ડસ્ટ્રીને પણ મહતમ ફાયદો થશે. લિબ્રા ક્રિપ્ટો કરન્સીમાં સૌપ્રથમ રોકાણ કરનારાઓને સૌથી વધુ લાભ મળે તેવું પણ માનવામાં આવી રહ્યું છે જો ભારત આ રીવોલ્યુશનમાં સહભાગી થાત તો ક્રિપ્ટો કરન્સી ટેકનોલોજીમાં તેમનો વિકાસ પણ થતો જોવા મળત પણ હાલની વાસ્તવિક સ્થિતિ એ છે કે, આરબીઆઈ ફેસબુકની ક્રિપ્ટો કરન્સીથી જાણે ડરી રહ્યું હોય. ઉભરતી ટેકનીકો તરફ ભારતનાં નિયમો ખુબ જ સાનુકૂળ હોવા જોઈએ અને બંને પક્ષે ઉપયોગી થાય તે પ્રકારનાં હોય તો દેશનું અર્થતંત્ર પણ વિકસિત થઈ શકે પરંતુ એ વાત પણ સાચી છે કે, ક્રિપ્ટો કોમ્યુનિટીને અનેકવિધ જોખમો ઉભા થઈ રહ્યા છે ત્યારે તેને કેવી રીતે નિવાડવા તે પણ એક પ્રશ્ર્ન સામે આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.