Abtak Media Google News

ભાજપા કિસાન મોરચાનાં જીલ્લા પ્રમુખ વિજયભાઈ કોરાટે મંત્રીમંડળની પ્રથમ કેબીનેટ બેઠકમાં લેવાયેલા ખેડુતહિતનાં નિર્ણયોને આવકારતાં જણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પુન:એકવાર દેશનું નેતૃત્વ સંભાળવાની સાથે જ સરકારની પ્રથમ કેબીનેટ બેઠકમાં દેશભરનાં ખેડુતોને આપેલા વચનો પુરા પાડતા નિર્ણયો લઈ ફરી એકવાર સાબિત કર્યું છે કે આ સરકાર ગામડું-ગરીબ અને કિસાનોની સરકાર છે.

આ પ્રથમ કેબિનેટ બેઠકમાં ખેડુતલક્ષી મોટા નિર્ણયો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના હેઠળ દેશનાં ૧૨.૫ કરોડ ખેડુતોને દર વર્ષે ૬ હજાર ‚પિયા આપવામાં આવતા હતા. જેને બદલે હવે દેશનાં તમામ ખેડુતોને આવરી લેતાં દેશનાં તમામ ૧૪.૫ કરોડ ખેડુતોને દર વર્ષે ૬૦૦૦ ‚પિયા આપવામાં આવશે. આ યોજના હેઠળ કુલ દર વર્ષે ૭૫ હજાર કરોડને બદલે હવે ૮૭,૨૧૭ કરોડ ‚પિયા દેશભરનાં ખેડુતોને ચુકવવામાં આવશે.

વિજયભાઈ કોરાટએ જણાવ્યું હતું કે,ચુંટણીમાં આપેલ વચન મુજબ કેન્દ્ર સરકારે નાના સિમાંત ખેડુતોને માટેની પેન્શન યોજનાને પણ મંજુરી આપી દીધી છે. જે અંતર્ગત દેશભરનાં ૧૮ થી ૪૦ વર્ષનાં ૬૦ વર્ષની ઉંમર બાદ ૩૦૦૦ ‚પિયા પેન્શન પ્રતિ માસ આપવામાં આવશે. આ ખેડુત પેન્શન યોજના અંતર્ગત આશરે ૧૦ હજાર કરોડ ‚પિયાનો ખર્ચ થશે અને દેશનાં આશરે ૧૩ કરોડ ખેડુતોને તેનો લાભ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ફરી એકવાર દેશનું સુકાન સંભાળતાની સાથે કેન્દ્રની પ્રથમ કેબીનેટ બેઠકમાં ખેડુતોને આપેલ વચનો પૂર્ણ કરતા મહત્વના નિર્ણય લઈ દેશનાં ખેડુતોની ચિંતા કરી તે બદલ હું જીલ્લાભરનાં તમામ ખેડુતોવતી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય મંત્રીમંડળનો હૃદયપૂર્વક આભાર માનું છું.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.