Abtak Media Google News

લોકતાંત્રિક શાસન વ્યવસ્થામાં રાજકીય વિજય માટે મત મહત્વના બને છે ત્યારે અત્યાર સુધીના રાજકારણમાં મતલુભાવન રાજકારણમાં દેશહિત અને વિકાસ અભિગમ ના બદલે મતદારોને મત પેટી સુધી લઈ જવા પૂરતા રાજકીય દ્રષ્ટિકોણ અને રાજકીય આવડત ગણવામાં આવતી હતી.પરંતુ સમય કાળ અને સ્થિતિ ક્યારેય યથાવત રહેતી ન હોય ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજકીય આગમન પછી રાજકારણ અને લોકતંત્રના દૃષ્ટિકોણમાં આમૂલ પરિવર્તન આવ્યું રાજકિય વહિવટ સુધારણા થી લઈને રાજકારણની વિચારધારા અને અભિગમમાં પણ ફેરફાર થયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીઅત્યારે રાષ્ટ્રના રાજકીય મંચ પર સૌથી પ્રભાવી રાજનેતા તરીકે પ્રસ્થાપિત છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકારણમાં એક નવો મંત્ર આપ્યો છે ગુડ ઇકોનોમિક ગુડ પોલિટિક્સ અર્થતંત્રની મજબૂતી અને આર્થિક સધ્ધરતા જ ખરા અર્થમાં રાજનીતિ છે આર્થિક વિકાસ હકીકત ખરા અર્થમાં રાજકારણ નો પર્યાય બની રહ્યો છે લોકોને વિકાસના રાજકારણમાં જ રસ છે, મતદારોને રાજકીય પક્ષો વિચારધારા અને રાજકીય નેતાઓના જીવન અને તેમના અભિગમ કરતા વધુ દેશના વિકાસમાં રસ હોય તે વાત સ્વભાવિક છે રાજકારણ માં અર્થ કારણો મહત્વનું ગણાય મોદીએ મંત્ર આપ્યો છે કે ગુડ ઇકોનોમિક્સ ગુડ પોલિટિકસ મોદી સરકાર દ્વારા ગુજરાતી જાતિ કે ભૌતિકવાદના બદલે વિકાસના નામે જ રાજકારણ ચલાવવામાં આવે છે ભારતીય જનતા પક્ષ વખતે ચૂંટણીમાં વિકાસના મુદ્દાને જ મતદારો વચ્ચે લઈ જાય છે દેશના વિકાસને સંલગ્ન વિવિધ પાસાઓ પર ચૂંટણી લડવાની નરેન્દ્ર મોદી મંત્ર ની રાજનીતિ હવે સર્વવ્યાપી બની ચૂકી છે જેના પરિણામે હવે લોકોને રાજકારણમાં અન્ય વિકાસ વિનાના મુદ્દાઓ ઉપર કોઇ રસ જ હોતો નથી લોકો ને પાયાના પ્રશ્નો ઉકેલાય તેમ જ રહશે લોકોને અત્યારે પ્રાથમિક સુવિધાઓની ઉપલબ્ધિ અને દેશના વિકાસની ગાડી પુરપાટ દોડી રહી હોવાનું દેખાય છે

Advertisement

તાજેતરમાં વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ ને ભારતમાં આવવાનું ઇજન આપીને ભારતના વિકાસને વૈશ્વિક સ્તરે લઈ જવાની નીતિ એ દેશને અત્યારે સમૃદ્ધિના ડગલા ભરવાનું શરૂ કર્યું છે , અત્યાર સુધી રાજકારણમાં માત્રને માત્ર ચૂંટણીલક્ષી વાયદાઓ અને આયોજનો ઉપર મતદારોને રીઝવવા ની પ્રથા ચાલતી હતી હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકારણને સંપૂર્ણપણે રાષ્ટ્ર સેવાનું મંચ બનાવીને ગુડ ઇકોનોમિકગુડ પોલિટિક્સ ના અભિગમ સાથે મતદારો માટે વિચારવાનો નવો અધ્યાય આપી દીધો છે અત્યારે ભારતનું અર્થતંત્ર જ્યારે વિશ્વમાં કોરોના કટોકટીને લઈને આર્થિક સંકડામણ નો દોર ચાલી રહ્યો છે ત્યારે ભારતમાં અર્થતંત્રને મજબૂત કરવા માટેના પ્રયાસો એ સારા પરિણામો આવ્યા છે ગુડ ઇકોનોમિક ગુડ પોલિટિક્સ ના અભિગમ સાથે ભારત અને ભારતવાસીઓએ પણ આર્થિક પાષાને થી સમજવાનો પ્રયાસ કર્યો છે આવનારા બજેટમાં પણ મજબૂત આર્થિક સ્થિતિ ને લઈને વધારાના કરવેરા વગર આર્થિક સંતુલન જાળવવા ના કરશો કરવામાં આવશે કોરોના કાળમાં જ્યારે વિશ્વભરમાં આ આર્થિક નાખે જ રહી હતી ત્યારે ભારતમાં ઘરેલુ ધોરણે કરકસર અને બચત ના કારણે મોટી રકમની બચત થવા પામી છે.આ જ રીતે બજેટમાં પણ રાજકોષીય ખાધ નો ઉપયોગ કરીને સકારાત્મક રીતે તેનો લાભ લેવાના પ્રયાસો થઈ રહ્યા છે અર્થતંત્ર મજબૂત હશે તો રાજકારણ પણ આપોઆપ સમૃદ્ધ અને સુદ્રઢ બનશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્ર ગુડ ઇકોનોમિક્સ ગુડ પોલિટિક ભારત માટે જ નહીં સમગ્ર વિશ્વની લોકતાંત્રિક વ્યવસ્થા માટે આદર્શ મંત્ર બની રહેશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.