Abtak Media Google News

પાકિસ્તાની ઓળખપત્ર, અફઘાની પાસપોર્ટ અને બે ભારતીય પાસપોર્ટ સાથે અફઘાની શખ્સની કરાઈ ધરપકડ

ગુજરાત એટીએસએ ગુરૂવારે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ચોક્કસ હકીકતને આધારે રેડ કરતા મુળ અફઘાનિસ્તાનનાં એક શખ્સની ધરપકડ કરી હતી. છેલ્લા ૧૫ વર્ષથી પરિવાર સાથે દરિયાપુર, ચંદન તલાવડી પાસે પઠાણ વસ્તીમાં રહેતા સરદારખાન હાજી કુતુબુદ્દીન પઠાણની ગુજરાત એટીએસએ ધરપકડ કરી હતી.

Advertisement

તપાસ કરતા સામે આવ્યું હતું કે, સરદારખાન અમદાવાદમાં વ્યાજવટાનો ધંધો કરે છે અને તેના પિતા તથા કાકા અમદાવાદમાં શિલાજીત અને હિંગ વેચવા અવાર નવાર અફઘાનિસ્તાનથી ભારત આવન જાવન કરતા તે દરમિયાન પાકિસ્તાનથી અમૃતસર બોર્ડર મારફતે ભારતમાં સરદાર ખાન વસવા લાગ્યો એટલું જ નહી ગુજરાતમાં રહીને તેણે ભારતીય પાસપોર્ટ પણ મેળવી લીધો હતો. જો કે સરદારખાનની પુછપરછ કરતા સામે આવ્યું છે કે, તેણે આ તમામ દસ્તાવેજોથી પાકિસ્તાનમાં મુસાફરી પણ કરી છે અને બીજા લગ્ન પણ કર્યા હતા પરંતુ પાકિસ્તાનમાં વાતાવરણ ખરાબ થતા કુટુંબ સાથે અફઘાનિસ્તાન પરત આવી ગયેલો અને ત્યાંથી જ બોગસ આઇડી પ્રુફના આધારે નવો ભારતીય પાસપોર્ટ પણ મેળવેલો હતો.હાલમાં ગુજરાત એટીએસની ટીમે સરદારખાન પઠાણ પાસેથી બે ભારતીય પાસપોર્ટ, ઇસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાન, મિનિસ્ટ્રી ઓફ ફોરન અફેર્સનાં સિમ્બોલવાળુ પત્ર, પાકિસ્તાની ઓળખ કાર્ડની નકલ, ચૂંટણી કાર્ડ, આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાનકાર્ડ પણ મળી કબ્જે કર્યા છે.એટીએસએ ફોરેનર્સ એક્ટ, પાસપોર્ટ એક્ટ સહિતની કલમોના આધારે ગુનો નોંધીને વધારે તપાસ હાથ ધરી છે. હવે પોલીસે તપાસ શરૂ કરી છે કે, ખરેખર આ મામલામાં હકીકત શુ છે?  આરોપી શા માટે ભારતમાં ગેરકાયદેસર વસવાટ કરી રહ્યો હતો.

આરોપી હાલ તો એટીએસની ગિરફત માં આવી ગયો છે અને તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ હાલ આ મામલે એટીએસના અધિકારી નું કહેવું છે કે, તપાસમાં મોટો ખુલાસો સામે આવી શકે તેવી શકયતા પણ છે અને આરોપી શુ કામ કરી રહ્યો હતો? કેમ તેણે આ કૃત્ય  કર્યું? તે દિશામાં તપાસ કરાઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.