Abtak Media Google News

કપરા કાળમાં પણ વિદ્યાર્થીઓ, વાલીઓનો ખૂબ સહયોગ મળ્યો: રશ્મીકાંતભાઇ મોદી

આજે ધો.10નું રિઝલ્ટ જાહેર થતાં રાજકોટની મોદી સ્કૂલ બોર્ડમાં છવાઇ ગઇ છે. મોદી સ્કૂલના ઘણા વિદ્યાર્થીઓ 99.99 પીઆર સાથે બોર્ડમાં ટોપર રહ્યા છે તો એ-પ્લસ ગ્રેડમાં પણ અનેક વિદ્યાર્થીઓ આવ્યા છે. સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી રશ્મીકાંતભાઇ મોદીએ ‘અબતક’ને જણાવ્યું કે બે વર્ષના કોરોના કાળમાં શિક્ષણ ઘણું બધુ ડિસ્ટર્બ થયું છતાં વાલીઓ, વિદ્યાર્થીઓના સહકારથી અમે ઘણું બધુ કવર કરી શક્યા.

અમારા શિક્ષકોએ દિવસ-રાત જોયા વગર વિદ્યાર્થીઓના વિકાસ માટે શિક્ષણ આપ્યું જેનું પરિણામ આજે નજર સામે આવ્યું છે. સ્કૂલના ટ્રસ્ટી ધવલભાઇ મોદીએ કહ્યું કે અમારા વિદ્યાર્થીઓ અનેક જાણિતા ઇન્સ્ટીટ્યુટમાં કાર્યરત છે. ગુજકેટ અને બોર્ડમાં અમારા વિદ્યાર્થીઓ ટોપર રહ્યા છે. આજે પણ આ સિલસિલો જારી રહ્યો છે. સ્કૂલના પ્રિન્સિપાલ નિલેશ સેંજલીયાએ કહ્યું કે મોદી સ્કૂલ હમેંશા ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ આપે છે અને એ વાત રિઝલ્ટ વખતે નજર સામે આવે છે. આ શાળાની માહી દોમડીયા, વિકાસ રાઠોડ, દ્રષ્ટિ મુંગરા, ભક્તિ બોઘરા, યોગી ભાખર 99.99 પીઆર સાથે બોર્ડમાં ટોપર રહ્યા છે.

આ ઉપરાંત પણ અનેક વિદ્યાર્થીઓએ 99 પીઆર પ્લસ ગુણાંક મેળવીને શાળા અને પોતાના પરિવારનું નામ રોશન કર્યું છે. ગણિતમાં 100માંથી 100 માર્ક્સ મેળવનારા 52, વિજ્ઞાનમાં 100માંથી 100 મેળવનાર 11, એસએસમાં 100માંથી 100 મેળવનાર 10, સંસ્કૃતમાં 100માંથી 100 મેળવનાર 22 અને સમગ્ર બોર્ડના ટોપ ટેનમાં 34 વિદ્યાર્થીઓ મોદી સ્કૂલના છે અને એ-1 ગ્રેડમાં આ શાળાના કુલ 236 વિદ્યાર્થીઓ છે.

ધારાશાસ્ત્રી રાજેશભાઈ મહેતાના પુત્ર હર્ષએ ગણિતમાં 100 અને વિજ્ઞાનમાં 95 માર્ક મેળવ્યા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી એવા રાજેષભાઇ  મહેતાના સુપુત્ર હર્ષ મહેતાએ ઝળહળતું પરિણામ મેળવી પોતાના પરિવાર અને સમાજનું ગૌરવ વધાર્યુ છે. હર્ષભાઇએ 1 વર્ષની અથાગ મહેનત બાદ ઉત્કૃષ્ક પરિણામ મેળવ્યું છે અને વિજ્ઞાન વિષયમાં 95 માર્કસ જયારે ગણિત માં 100 માંથી 100 માર્કસ મેળવ્યા હતા. આ ઉપરાંત અન્ય વિષયોમાં પણ તેઓએ બી-વન ગ્રેડ મેળવીને સારા માર્કસ હાંસલ કર્યા છે ત્યારે હર્ષ તેમના ભવિષ્યમાં ઉતરોતર પ્રગતિ કરતાં રહે અને આગળ વધે તે માટે ‘અબતક’ મિડિયાના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા તેમજ સમગ્ર પરિવારે શુભેચ્છા સાથે આર્શીવાદ પાઠવ્યા છે.

માતાને કેન્સર, ઘરમાં ટેન્શન છતાં માહીએ મેળવ્યા 99.99 પીઆર !

Vlcsnap 2022 06 06 13H05M55S147 Copy

મોદી સ્કૂલની માહી દોમડીયા નામની વિદ્યાર્થીનીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમના માતાને કેન્સરની બિમારી લાગૂ પડી હતી. તેમની કેમોથેરાપી ચાલુ હતી એ વખતે બોર્ડની પરીક્ષા આપવી પડી જે મારા માટે ઘણું મુશ્કેલ હતું છતાં પણ બધા સારાવાના થઇ જશે. એવી હિમ્મત સાથે પરીક્ષા આપી અને આજે 99.99 પીઆર આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.