Abtak Media Google News
  • એ.1માં 41 વિદ્યાર્થીઓ સાથે શાળાનું સર્વશ્રેષ્ઠ પરિણામ
  • સોરઠીયા પાર્થ બોર્ડમાં 8મા નંબરે ઝળકી બન્યો ‘સર્વોદય’નો નીમિત

ગુજરાત રાજય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ -2022 એસએસસી બોર્ડનું પરિણામ જાહેર થયેલ . સર્વોદય સ્કૂલ રાજકોટ દ્વારા ફરીથી  એસએસસી , બોર્ડમાં એ1 ગ્રેડ સાથે 41 વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવ્યું.

સમગ્ર બોર્ડમાં સર્વોદય સ્કૂલના સોરઠિયા પાર્થ એ1 ગ્રેડ સાથે 99.92 પીઆ બોર્ડમાં આઠમો ક્રમ હાસીલ કર્યો છે . આ ઉપરાંત બોર્ડમાં વિષય પ્રથમ કાલાવડિયા ક્રિષ ગણિતમાં 100/100 અને સંસ્કૃતમાં 100/100 તથા સિધ્ધપુરા તન્વી ગણિતમાં 100/100 અને સંસ્કૃતમાં 100/100 તથા પાંચાણી ધ્રુવ ગણિતમાં 100/100 , સાવલીયા કેનીલ સામાજિક વિજ્ઞાનમાં 100/100 માર્કસ મેળવેલ છે.

સંસ્થાપક  ભરતભાઈ ગાજીપરાએ જણાવ્યું કે , આજરોજ એસએસસી. બોર્ડના પરિણામમાં શાળાના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ દેખાવ કરી ખૂબ મોટી સિધ્ધી હાંસિલ કરી છે . કોવિઠ -19 જેવી પરિસ્થિતી સામે પણ આ વિદ્યાર્થીઓ ઓનલાઇન / ઓફલાઈન શિક્ષણને સાચા અર્થમાં સમજયા , પરિસ્થિતી કોઇપણ હોય વિદ્યાર્થીનું મન મકકમ હોય આત્મવિશ્વાસ હોય અને કામ પ્રત્યે દ્રઢ મનોબળ હોય તો હંમેશા સફળતા પ્રાપ્ત થાય છે . શાળામાં અભ્યાસ કરતાં અને ગુજરાત રાજયમાં  એસએસસીની પરીક્ષા જે વિદ્યાર્થીઓએ આપી છે તે તમામ વિદ્યાર્થીઓ ખૂબ – ખૂબ શુભકામના સહ અભિનંદન આપું છું.

ધો.11 માં વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહ , સામાન્ય પ્રવાહ કે વ્યવસાયલક્ષી પ્રવાહમાંથી કોઇપણ પ્રવાહ કે જેમાં વિદ્યાર્થીઓને રસ અને રૂચી હોય તેમાં જોડાય અને પોતાની જવલંત કારર્કિદીનું નિર્માણ કરી શકે છે . સર્વોદય સ્કૂલનું ધો . 11-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ પરિણામ પણ શ્રેષ્ઠ આવ્યું છે . જેમાં બાળકોએ ઉત્કૃષ્ઠ દેખાવ કરી શાળા તેમજ પરીવારનું ગૌરવ વધાર્યુ છે .

શાળાનાં સંસ્થાપક  ભરતભાઇ ગાજીપરા , આચાર્ય સુશ્રી ગીતાબેન ગાજીપરા , ટ્રસ્ટી ગૌરવભાઇ પટેલ , એકેડેમિક હેડ   કમલેશભાઇ ત્રિવેદીએ આ તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને ખૂબ – ખૂબ અભિનંદન પાઠવ્યા અને ઉજજવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.