Abtak Media Google News

રાજયની ૧૦હજાર સ્કુલો અને ૫૦૦થી વધારે કોલેજોના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ વીડિયો કોન્ફરન્સ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ લીધો

 

Advertisement

વિદ્યાર્થીકાળ માટે અતિ મહત્વની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ટુંક સમયમાં લેવામાં આવનારી છે. આ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ ભારે ડર હોય છે અને દર વર્ષે સેંકડો વિદ્યાર્થીઓ નાપાસ થવાના ભયથી આત્મહત્યા કરી લેતા હોય છે.જેથી, વિદ્યાર્થીઓમાં પરિક્ષાનો ભય દૂર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વધુ એક આવકારદાયક પગલુ લીધું છે. જેના ભાગરૂપે ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમનું આજે આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા મોદી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતુ જે માટે દરેક સ્કુલ અને કોલેજોને તેમના વિદ્યાર્થીઓનો આ કાર્યક્રમમાં ભાગ લેવા તાકીદ કરવામાં આવી હતી.

વડાપ્રધાન મોદીની લોકપ્રિય બનેલી ‘ચાય પે ચર્ચા’ની જેમ આજે યોજાયેલી ‘પરીક્ષા પે ચર્ચા’દ્વારા વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજયની૧૦ હજાર સ્કુલ અને ૫૦૦થી વધારે કોલેજોનાં વિદ્યાર્થીઓને જોડવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ શિક્ષકો, વાલીઓ સાથે વડાપ્રધાન મોદીએ પરિક્ષાનું મહત્વ, પરિક્ષાનો ડર દૂર કરવા માટે શું કરવું જોઈએ શ્રેષ્ઠ કારકીર્દી બનાવવા માટે શું કરવું જોઈએ વગેરે મુદાઓ પર ત્રણ કલાક સુધી ચર્ચા કરી હતી.

રાજયમાં ધો. ૯ થી ૧૨ની પ્રિલીમેન્ટરી પરિક્ષા ટુંક સમયમાં શrરૂ થવાની છે. અને તે બાદ બે’ક માસની અંદર મુખ્ય પરિક્ષાઓ લેવવાની છે. જયારે ‘પરિક્ષા પે ચર્ચા’ કાર્યક્રમના બીજી કડી રૂપે વડાપ્રધાન મોદીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને તેમનો ડર દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ચર્ચાનો મુખ્ય કાર્યક્રમ નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે યોજાયો હતો. જેમાં ગુજરાતનાં ૬ વાલીઓ, ૬ શિક્ષકો અને ૨૮ વિદ્યાર્થીઓ એમ કુલ ૪૦ લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજયભરની સ્કુલો, કોલેજોના વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોએ ભાગ લઈને માર્ગદર્શન મેળવ્યું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.