Abtak Media Google News

પૂ.નમ્રમુનિ મ.સા.ના પાવન સાનિધ્યે

 

રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના પાવન સાંનિધ્યે ધારી સ્થાનકવાસી જૈન સંઘનો નૂતનીકરણ દ્વારા ઉદ્દઘાટન સમારોહ આનંદ-ઉલ્લાસ અને ભક્તિભાવ સાથે સંપન્ન થયો

જન-જનના હદયમાં ધર્મ જાગૃતિ અને ધર્મપ્રેમની સ્થાપના કરી રહેલાં રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબની સૌરાષ્ટ્રના ધારીનગરની ધન્ય ધરા પર પધરામણી થતાં સર્વત્ર આનંદ-ઉત્સાહ અને ભક્તિભાવની લ્હેર પ્રસરાઈ રહી છે.

ધારી સ્થાનકવાસી જૈન સંઘમાં રાષ્ટ્રસંત પૂજ્યની છ મહિના પહેલાં પધરામણી થતાં ૬૦ વર્ષ જુના ધર્મસ્થાનના નૂતનીકરણની એમણે પ્રેરણા કરી હતી જેને સંઘે સહર્ષ ઝીલી લેતા ૬ મહિનામાં  ૯૦૦૦ સ્કે.ફીટના ધર્મસ્થાનનું ૨ કરોડ રૂ.નાખર્ચે નૂતનીકરણ કરવામાં આવ્યું છે.

નૂતનીકરણ પામેલાં ધર્મસ્થાનના ઉદ્દઘાટનના આ મંગલ અવસરે ગુજરાત રત્ન પૂજ્ય સુશાંતમુનિ મહારાજ સાહેબ, પૂજ્ય પિયુષમુનિ મહારાજ સાહેબ, પૂજ્ય વિરલપ્રજ્ઞા વિરમતીબાઈ મહાસતીજી આદિ ઠાણા પૂજ્ય  ઉર્મિલાબાઈ મહાસતીજી આદિ સંત-સતીજીઓની વિશેષ પધરામણી સાથે ગોંડલ સંપ્રદાયના પ્રવીણભાઈ કોઠારી, ગુજરાત હાઈકોર્ટના જજ માયાની આદિ અનેક અનેક મહાનુભાવો ધર્મસ્થાનની અનુમોદનાના ભાવ સાથે ઉપસ્થિત રહ્યાં હતાં.

Whatsapp Image 2019 01 27 At 5.08.06 Pm 2સૌરાષ્ટ્ર કેસરી ગુરુપ્રાણ તેમજ તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ રતિલાલજી મહારાજ સાહેબનાં ધારીમાં થએલાં વિચરણ તેમજ ધારીના જ દીકરી પૂજ્યવરા મંગલમૂર્તિ પૂજ્ય મુક્તાબાઈ મહાસતીજીને સ્મૃતિ પટ પર લાવીને રાષ્ટ્રસંત પૂજ્યએ ધારીને દિવ્ય આત્માની ભૂમિ તરીકે ઓળખાવી હતી. વીનુબેન બઝરીયાએ ઉપકારભાવની અભિવ્યક્તિ કરતું વક્તવ્ય આ અવસરે આપ્યું હતું. નૂતનીકરણ પામેલાં ધર્મસ્થાનમાં પધારતાં પૂજ્ય ગુરુભગવંતને ધારી સંઘના પ્રમુખ ભરતભાઈ શેઠે આવકારભાવની અભિવ્યક્તિ કરીને સ્વાગત કર્યું હતું.

આ અવસરે યોગીજી મહારાજ મહા વિધાલયના બહેનો દ્વારા સ્વાગત નૃત્યની સુંદર પ્રસ્તુતિ સાથે મનોજભાઈ સંઘરાજકા દ્વારા સ્વાગત ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

આ અવસરે નૂતનીકરણના કાર્યમાં અનુદાન આપનારા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.  ધર્મ સ્થાનના દ્વારા  ઉદઘાટનનો લાભ ભક્તોએ લીધો હતો. દ્વિપુષ્કર યોગની શુભ ક્ષણે નૂતનીકરણ ધર્મસ્થાનના દ્વારા ઉદ્દઘાટિત થતાં પાટ પર બિરાજમાન થઈને રાષ્ટ્રસંત પૂજ્યના બ્રહ્મનાદે મહાપ્રભાવક ઉવસગ્ગહરં સ્તોત્રની જપ સાધના કરાવવામાં આવતાં સર્વત્ર અનેરા પ્રકારની દિવ્યતા પથરાઈ ગઈ હતી. દ્વારા ઉદઘાટન પછીની પ્રથમ વિશાળ સંખ્યાની ધર્મ સભાને સંબોધીને રાષ્ટ્રસંત પૂજ્યએ કહ્યું હતું કે, સંપત્તિનું દાન કરવું તે મહત્વનું નથી પરંતુ દાન પાછળના અંતરના ભાવનું મહત્વ રહેલું છે.૬ મહિનામાં નૂતનીકરણની જહેમત ઉઠાવનાર દિવ્યેશભાઈ ઝાટકીયાની ટીમનું સન્માન કરવામાં આવેલ. ધર્મ સ્થાનમાં નમસ્કાર મહામંત્ર અને ભક્તામર સ્તોત્રની તક્તીના મંગલમય અનાવરણ સાથે આ પાવન સમારોહ સંપન્ન કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.