Abtak Media Google News

રાજયનાં ૭૯ આઈએએસની બદલી: કલેકટર રાહુલ ગુપ્તાને ઉધોગ સચિવ બનાવાયા સાથે ધોલેરા સર અને માંડલ-બેચરાજી સરનાં સીઈઓ તરીકેનો વધારાનો ચાર્જ: બંછાનિધી પાનીને બનાવાયા સુરતનાં મ્યુનિસિપલ કમિશનર: રાજકોટનાં ડીએમસી જાડેજાની પણ બદલી

પંચમહાલ-ગોધરાનાં કલેકટર ઉદિત અગ્રવાલની રાજકોટનાં મ્યુનિસિપલ કમિશનરપદે જયારે કચ્છનાં કલેકટર રમ્યા મોહનની કલેકટર તરીકે નિમણુક

રાજય સરકારનાં સામાન્ય વહિવટ વિભાગ દ્વારા આજે સવારે ૭૯ આઈએએસની બદલી કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાનાં કલેકટર અને મહાનગરપાલિકાનાં મ્યુનિસિપલ કમિશનર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનરની બદલી કરવામાં આવી છે. ૨૦૦૭ની બેંચનાં સનદી અધિકારી કચ્છ-ભુજનાં કલેકટર રમ્યા મોહનને રાજકોટનાં નવા કલેકટર તરીકે નિયુકત કરવામાં આવ્યા છે તો ૨૦૦૮ની બેંચનાં આઈએએસ અને પંચમહાલ-ગોધરાનાં કલેકટર ઉદિત અગ્રવાલની મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુકિત કરવામાં આવી છે. કોર્પોરેશનનાં ડેપ્યુટી મ્યુનિ.કમિશનર ડી.જે.જાડેજાની દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં વિકાસ અધિકારી તરીકે નિમણુક કરાય છે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ ગત ૨૩ સપ્ટેમ્બર, ૨૦૧૬નાં રોજ રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. તેઓનાં કાર્યકરને ૩ વર્ષ પૂર્ણ થવાના આડે એક મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો હોય છેલ્લા કેટલાક દિવસથી તેઓની બદલીની ચર્ચાઓ ચાલતી હતી. તેઓને સુરત મહાનગરપાલિકાનાં કમિશનર બનાવવામાં આવ્યા છે જયારે રાજકોટનાં જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાની સવા વર્ષનાં ટુંકા કાર્યકાળમાં જ બદલી કરી દેવામાં આવી છે. તેઓને ઉધોગ સચિવ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત તેઓને ધોલેરા સર અને માંડલ-બેચરાજી સર પ્રોજેકટનાં ચીફ એકઝીકયુટીવ ઓફિસર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. રાજકોટનાં નવા જિલ્લા કલેકટર તરીકે ૨૦૦૭ની બેંચનાં સનદી અધિકારી અને કચ્છ-ભુજનાં જિલ્લા કલેકટર શ્રીમતી રમ્યા મોહન મુથાદથની નિમણુક કરવામાં આવી છે. જયારે મ્યુનિસિપલ કમિશનર તરીકે ૨૦૦૮ની બેંચનાં સનદી અધિકારી અને પંચમહાલ-ગોધરાનાં જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલની નિમણુક કરવામાં આવી છે. સુરતનાં મ્યુનિસિપલ કમિશનર એમ.થેનારાસનને જીઆઈડીસીનાં વાઈસ ચેરમેન અને એમ.ડી. બનાવવામાં આવ્યા છે. ભાવનગરનાં જિલ્લા કલેકટર હર્ષદ પટેલને લેન્ડ રેકર્ડનાં ડાયરેકટર બનાવવામાં આવ્યા છે. રાહત કમિશનર મનોજ કોઠારીને એમ.જી.વી.એન.એલ.નાં એમ.ડી., મોરબીનાં કલેકટર આર.જે. માકડિયાને રેવન્યુ ઈન્સ્પેકશન કમિશન, આરોગ્ય કમિશનર ડો.જયંતી રવિને આરોગ્ય-પરીવાર કલ્યાણ વિભાગનાં પ્રિન્સીપાલ સેક્રેટરી બનાવવામાં આવ્યા છે.

પોરબંદરનાં કલેકટર એમ.જે.પંડયાની પણ બદલી કરવામાં આવી છે. તેઓની મીડ ડે મિલનાં કમિશનર તરીકે વરણી કરાય છે. ઠાસરાનાં આસિસ્ટન્ટ કલેકટર અર્પિત સાગરની વલસાડનાં ડીડીઓ તરીકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ડે.કમિશનર રાકેશ શંકરની ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ રિસર્ચનાં એડિશનલ ચીફ એકઝીકયુટીવ તરીકે, એમ.જી.વી.એન.એલ.નાં એમ.ડી. રાજેશ મંજુની વાહન વ્યવહાર કમિશનર તરીકે, ધોલેરા સર પ્રોજેકટનાં સીઈઓ જયપ્રકાશ શિવહરેની આરોગ્ય વિભાગનાં કમિશનર તરીકે, જમીન સુધારણાનાં કમિશનર હરી શુકલની સાયન્સ-ટેકનોલોજી વિભાગનાં સચિવ તરીકે, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગનાં સચિવ ધનજય દ્વિવેદીની નર્મદા જળ સંપતિ અને કલ્પસર વિભાગનાં સેક્રેટરી તરીકે, ઉધોગ કમિશનર મમતા વર્માની ઉધોગ-ખનીજ (પ્રવાસન)નાં સચિવ તરીકે, ઉધોગ-ખનીજ (પ્રવાસન) એચ.જે.હૈદરની પંચાયત-ગ્રામીણ આવાસનાં અગ્રસચિવ તરીકે, મુખ્ય વહિવટી સચિવ એમ.એસ.પટેલની વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે, બનાસકાંઠાનાં ડીડીઓ બી.એ.શાહની કો-ઓપરેટીવ રજીસ્ટ્રાર તરીકે નિમણુક કરવામાં આવી છે. ડેપ્યુટેશન પર રહેલા નિલમ રાનીને ઈનડેકક્ષ-બીનાં કમિશનર તરીકે, બોટાદનાં ડીડીઓ આશિષકુમારની આણંદનાં ડીડીઓ તરીકે, વડોદરાનાં રીઝનલ મ્યુનિસિપલ કમિશનર અમૃતેશ ઓરંગાબાદગરની અરવલ્લી કલેકટર તરીકે, કપડવંજનાં આસીસ્ટન્ટ કલેકટર અનિલ ધામેલીયાની અરવલ્લીનાં ડીડીઓ તરીકે, પોરબંદર ડીડીઓ અજય દહયાની બનાસકાંઠા ડીડીઓ તરીકે જયારે રાજકોટનાં રીઝનલ મ્યુનિસિપલ કમિશનર ગૌરાંગ મકવાણાની ભાવનગર કલેકટર તરીકે બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનાં એડિશનલ ચીફ સેક્રેટરી પુનમચંદ પરમારની કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગમાં બદલી કરવામાં આવી છે. સામાન્ય વહિવટનાં એડિશનલ ચીફ સેક્રેટરી સંગીતાસિંગની ગૃહ વિભાગમાં બદલી કરવામાં આવી છે. પંકજ જોશીને જીયુવીએનએલમાંથી હવે સંપૂર્ણરીતે મુકત કરી ઉર્જા અને પેટ્રોલ કેમિકલ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત જગદીશ પ્રસાદ ગુપ્તા, ડો.જયંતી રવિ, રૂપવંતસિંગ મિલીન્દ તારાવાને, એસ.જે.હૈદર, સંજીવકુમાર, શાહમીના હુસેન, કમલકુમાર દયાની, મમતા વર્મા, મનીષ ભારદ્વાજ, મહમંદ શહીદ, અનુપમ આનંદ, એમ.એસ.પટેલ, તુષાર ધોળકિયા, હરીત શુકલ, જયપ્રકાશ શિવહરે, રાજેશ મંજુ, રાકેશ શંકર, કે.ડી. કાપડીયા, કે.એમ. ભીમજીયાણી, એમ.જે. ઠાકર, આર.જે. માકડીયા, એન.બી. ઉપાધ્યાય, જે.ડી. દેસાઈ, જી.ટી.પંડયા, બી.એ. શાહ, નિલમ રાની, એમ.આર. કોઠારી, સી.પી. નિમા, સમીર વકીલ, બી.કે. પંડયા, અ‚ણકુમાર સોલંકી, શ્ર્વેતા ટોટીયા, ડો.દર્શી સુમન રત્નમ, આશિષ કુમાર, ડો. એમ.ડી. મોડીયા, અરવિંદ વી., વિશાલ ગુપ્તા, લલિત નારાયણસિંગ, મિહિર પટેલ, રૂચિત રાજ, ડી.જે.જાડેજા, ગાર્ગી જૈન, નાગરાજન એમ, જે.બી. પટેલ, અદ્રા અગ્રવાલ, અમીત અરોલા, ડી.એન.મોદી, વી.કે.અડવાણી, ડો.રાજેન્દ્રકુમાર પટેલ, મિસિસ નેહા, અર્પિત સાગર, ડી.પી.દેસાઈ, આર.એસ.નિનામા, એમ.એ.પંડયા, આર.જે.હાલાણી, નેહા કુમારી, સ્તૃતિ ચરણ, ડો.મનિષકુમાર, ક્રિષ્પા અગ્રે, હર્ષિત ગોસાવી, અમિત પ્રકાશ યાદવ અને આર.કે.પટેલની બદલી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.