Abtak Media Google News

અબતક, રાજકોટ

રાજકોટમાં ટાગોર રોડ પર આવેલી એસ.બી.આઇ.ની આર.કે. નગર બ્રાંચ અને એસ્ટ્રોન ચોકમાં આવેલી જાગનાથ બ્રાંચમાં નકલી દાગીના દઇ રૂ. 1.83 કરોડની છેતરપીંડીની કરનાર વેન્ડ વેલ્યુઅર ધવલ રાજેશ ચોકસીની પોલીસે અટકાયત કરી જેલ હવાલે કરાયો હતો. જેમાં તેનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં તેને ઢેબર રોડ બ્રાંચમાં ઢગાઇ કરી અને ર3 લોકોને લોન આપી રૂ. 1.93 કરોડની છેતરપીંડી કરી છે. જેથી ભકિતનગર પોલીસે તેના વિરુઘ્ધ વધુ એક ગુનો નોંધાયો છે.

આ અંગે મળતી માહીતી મુજબ ઢેબર રોડ પર કાંતા સ્ત્રી વિકાસ ગૃહની બાજુમાં ગોલ્ડ વેલ્યુઅર  તરીકે નિમણુંક પામેલા ધવલ ચોકસીએ રહીમ વલીમામદ ભમરા, કનુભાઇ વાઘેલા, રાહુલ અનિલ વાઘેલા, કપીલ વાઘેલા, ભાવીકા પઢીયાર, સોનાલી વાઘેલા, પિયુષ રવાની, ચંદ્રકાંત સોલંકી, ડાયાભાઇ વાઘેલા, દિલીપ પરમાર, જગદીશ વાઘેલા, મનીષા વાઘેલા, ભાવીન જાદવાણી, પિયુષ વેગડા, જયેશ ભદ્રકીયા, અનીલ મોહન વાઘેલા, ફારૂક ગોહીલ, ઉવર્શી સરસંચા, અમીન રાઠોડ,  લક્ષ્મી મૈયડ, નિલેશ પિલોજપરા, અફઝલ વાલેરા અને નારણ બપુકીયા સામે બેંક મેનેજરે છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે. જેમાં વેલ્યુઅરે ખોટા સર્ટીફીકેટ બેંકમાં રજુ કરી ર3 આરોપીઓને કુલ રૂ. 1.93 કરોડની ગોલ્ડ લોન લઇ છેતરપીંડી આચરી છે.

વેલ્યુઅર છેતરપિંડીના ગુનામાં જેલમાં હતો કુલ રૂ. 3.79 કરોડનું કૌભાંડ આચાર્યુ

શહેરમાંની જાગનાથ પ્લોટ અને આર.કે. નગરની બ્રાંચમાં વેલ્યુઅરે  ખોટા દાગીના બતાવી કુલ રૂ. 1.83 કરોડનું કૌભાંડ આચાર્યના ગુનામાં પોલીસે વેલ્યુઅર સહીત પાંચ લોકોની એ ડીવીઝનની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. ત્યાં વેલ્યુઅરનું ફરી એક કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં જેને ઢેબરરોડની એસ.બી.આઇ. શાખામાં ર3 લોકોને ખોટું ગોલ્ડ લઇ રૂ. 1.93 કરોડની લોન આપી બેંક સાથે છેતરપીંડી થયાની જાણ થતાં વેલ્યુઅર ધવલ ચોકસી સહીત કુલ ર4 લોકો સામે પોલીસે ગુનો નોંધયો છે. ધવલ ચોકસીએ એસ.બી.આઇ. બેંક સાથે કુલ રૂ. 3.79 કરોડની છેતરપીંડી કર્યાનું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.