Abtak Media Google News

ડિજિટલ અસ્કયામતોનું મોનિટરિંગ વધુ કડક બનાવવા માટે સરકાર હરકતમાં કેવાયસી વીના ક્રિપ્ટોનું ખરીદ-વેચાણ કરશે તેનું હવે આવી બનશે

હવે દેશમાં ક્રિપ્ટોકરન્સી દ્વારા કોઈપણ ગેરકાયદેસર કામ કરવું મુશ્કેલ બનશે.  ડિજિટલ અસ્કયામતોનું મોનિટરિંગ વધુ કડક બનાવવા માટે સરકારે ક્રિપ્ટોકરન્સી જેવી ડિજિટલ અસ્કયામતો પર મની લોન્ડરિંગ વિરોધી જોગવાઈઓ લાગુ કરી છે. જેથી જે લોકો કેવાયસી વીના ક્રિપ્ટોનું ખરીદ- વેચાણ કરશે તેનું હવે આવી બનશે.

સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે ક્રિપ્ટો ટ્રેડિંગ, સેફ-કીપિંગ અને સંબંધિત નાણાકીય સેવાઓ માટે એન્ટી મની લોન્ડરિંગ એક્ટ લાગુ કરવામાં આવ્યો છે.હવે ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જોએ ભારતના ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટને શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ કરવી પડશે.  આ પગલું ડિજિટલ-એસેટ પ્લેટફોર્મને બેંકો અથવા સ્ટોક બ્રોકર્સ જેવી અન્ય નિયમનકારી સંસ્થાઓની જેમ સમાન એન્ટી-મની લોન્ડરિંગ ધોરણોનું પાલન કરવાની આવશ્યકતાના વૈશ્વિક વલણને અનુરૂપ છે.

ડિજિટલ કરન્સી અને અસ્કયામતો જેમ કે નોન-ફંગિબલ ટોક્ધસ એ છેલ્લાં કેટલાંક વર્ષોમાં વૈશ્વિક સ્તરે ઘણું આકર્ષણ મેળવ્યું છે.  ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જો શરૂ થવાથી આ અસ્કયામતોમાં વેપાર અનેક ગણો વધી ગયો છે.  જો કે, ગયા વર્ષ સુધી ભારત પાસે આવા એસેટ ક્લાસના નિયમન કે ટેક્સ અંગે કોઈ સ્પષ્ટ નીતિ નહોતી.  પરંતુ આ જોગવાઈઓ પછી, ડિજિટલ કરન્સી દ્વારા ગેરકાયદેસર વેપાર પર અંકુશ લાવી શકાશે.

વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતો અને ફિયાટ ચલણ વચ્ચે વિનિમય, વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતોના એક અથવા વધુ સ્વરૂપો વચ્ચે વિનિમય, વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતોનું ટ્રાન્સફર, સુરક્ષિત કસ્ટડી અથવા વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતોનું વહીવટ અથવા વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતો પર નિયંત્રણ સક્ષમ કરવું, સૂચનામાં જણાવાયું છે.

બે નંબરના નાણા છુપાવવા અત્યાર સુધી ક્રિપ્ટો શ્રેષ્ઠ વિકલ્પ હતો

ક્રિપ્ટોકરન્સી ડિજિટલ કરન્સી છે.  ક્રિપ્ટોગ્રાફી આ ડિજિટલ કરન્સીને સુરક્ષિત કરે છે, તેથી તેને ક્રિપ્ટોકરન્સી નામ આપવામાં આવ્યું છે. ક્રિપ્ટોગ્રાફી દ્વારા ડેટાને ચોરીથી સુરક્ષિત કરવામાં આવે છે. ક્રિપ્ટોકરન્સીમાં થતા વ્યવહારને સમજીએ તો આ ડિજીટલ કરન્સીની લેવડદેવડ વોલેટ દ્વારા થાય છે. મોટી સંખ્યામાં લોકો પોતાનું બે નંબરનું નાણું છૂપાવવા આ દિશામાં વળ્યાં હોવાથી સરકારે મહત્વનું પગલું લીધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.