Abtak Media Google News

બીજને પટ આપવા માટે ઉપયોગમાં લેવાતું બીજામૃત, પંચગવ્ય વગેરે પ્રાકૃતિક ખેતીનાં સિઘ્ધાંતો વિશે ખેડૂતોની માહિતી  હોવી આવશ્યક

દેશમાં ચોમાસું હવે ગમે ત્યારે દસ્તક આપવાનું છે. ધરતીનો તાત એક જ પ્રાર્થના કરી રહ્યો છે કે આ વખતે કૃપા કરજો મેઘરાજા, જો કે મેઘરાજાની કૃપા થયા બાદ ખેડૂતોએ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે, જેમ કે પ્રાકૃતિક ખેતી એટલે શું વગેરે વગેરે તેથી જ મબલખ પાક લઇ શકાશે. કૃષિ વિભાગ દ્વારા છાશવારે ખેડૂતોને કેટલી જરૂરી માહિતી આપવામાં આવતી હોય છે. જેમાં જમીનની યોગ્ય ખેડ, બીજની પસંદગી તથા પાક વાવણી માટે માર્ગદર્શન તેમજ ગાયનાં છાણમાંથી બનતા જીવામૃત, ઘન-જીવામૃત વિશે ખેડૂતો માહિતગાર હોવા જરૂરી છે. તેમજ પ્રાકૃતિક કૃષિમાં બીજને પટ આપવા માટે ઉપયોગમાં લેવાતું તેમજ ફૂગનાશક તરીકે વપરાશમાં લેવાતું બીજામૃત, અને પંચગવ્ય વગેરે પ્રાકૃતિક ખેતીનાં સિદ્ધાંતો વિશે ખેડૂતોને માહિતી હોવી ખાસ જરૂરી છે.

માત્ર 1 દેશી ગાયના ગોબર-ગૌમૂત્રથી 30 એકર જમીનમાં ખેતી, ઓછો ઉત્પાદન ખર્ચ, વધારે ભાવ,  બે થી અઢી ગણું વધારે ઉત્પાદન, 90% પાણી અને વીજળીની બચત, પ્રાકૃતિક આફતો સામે પાકનું રક્ષણ, પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન.  અળસિયા 24 કલાકની અંદર 7 વખત જમીનમાં ઉપર આવે છે. અને બીજા માર્ગેથી નીચે જાય છે. આમ કુલ 14 છીદ્રો બનાવે છે. જેનાથી હવાની અવર-જવર ભરપુર પ્રમાણમાં થાય છે.

– અળસિયાના મળમાં તેણે ખાધેલી માટી કરતાં 7 ગણા વધારે નાઇટ્રોજન, 9 ગણા વધારે ફોસ્ફરસ, 11 ગણા વધારે પોટાશ, 6 ગણા વધારે ચૂનો 8 ગણા વધારે મેગ્નેશીયમ, 10  ગણા વધારે સલ્ફર, ઉપરાંત જમીનને જરૂરી અન્ય સુક્ષ્મ તત્વો વિપુલ માત્રામાં હોય છે. જમીનને સુઝલામ-સુફલામ બનાવે છે.

પાક હોય તેમાં વચ્ચેની ખુલી જમીનને ઢાંકવું : ઘઉંનું કુંવળ, બાજરીનું વધારાનું ભુસુ, સુક્ષ્મ કચરો, કઠોળ પાકોના વધારાના અવશેષ વગેરે જમીન ઢાંકે તેવું કોઇપણ પરાળ, જેનાથી જમીનનો ભેજ જળવાય રહે અને ઓછા પિયતની જરૂર પડે. જમીનમાં હ્યુમસનું પ્રમાણ વધે છે. ત્યાર બાદ જમીનના હજારો સુક્ષ્મ બેક્ટેરીયા, જીવાણું અને અળસીયાને ખોરાક મળે જેથી છોડનો વિકાસ સારો થાય. ભુમીની ઉત્પાદન ક્ષમતા-ફળદ્રુપતા અને પ્રતિકારક શક્તિ વધે છે.

મિશ્રપાક પઘ્ધતિ તથા તેના ફાયદા

મિશ્રપાક પધ્ધતિમાં મુખ્યત્વે એકદળ (બાજરો-જુવાર) સાથે દ્વિદળ (મગ, અળદ, તુવેર વગેરે) નું વાવેતર કરવાથી એકદળ વાળા છોડને નાઇટ્રોજન દ્વિદળ વાળા પાકના મુળમાંથી મળી રહે છે. મિશ્રપાક પધ્ધતિથી એક પાકનો માર્કેટભાવ ઓછો મળે તો તેની સામે બીજા આંતરપાકના ભાવ મળી રહેતા આર્થિક ફાયદો થાય છે. કુદરતી આફતમાં એક પાક નિષ્ફળ જાય તો તેની સામે બીજો પાક સફળ થાય છે. ખેડૂત પગભર રહી શકે.ગલગોટા, મિશ્રપાકમાં વાવતા યુસિયા જીવાત અને ઇયળોનો કંટ્રોલ થાય છે અને સાથે તેના મૂળમાં આલ્કેલોઇડ્સ તત્વ હોવાથી તે મૂળગંડિકા જે કૃમિથી થાય તેની સામે રક્ષણ આપે છે. સૂર્યમુખી પણ આંતરપાકમાં વાવતા તે ચુસિયા જીવાત સામે રક્ષણ આપે છે.

(જીવન દ્રવ્ય)નું નિર્માણ કયારે થાય ?

હ્યુમસના નિર્માણમાં કુદરતી મલ્ચીંગ (જેમાં વેલાવાળા શાકભાજી, ધાન્યપાકના પરાળ, કઠોળ પાકના પાંદ-ડાળી વિગેરે) અને દેશી ગાયનું છાણ મહત્વનો ભાગ ભજવે છે.કુદરતી મલ્ચીંગથી જમીન ઢંકાય જાય એટલે જમીન ઉપર અંધારુ અને ઠંડક રહે આવા વાતાવરણમાં જમીનમાં ઉંડે 25-30 ઊંડે બધાજ પ્રકારના પોષક તત્વો હોય છે., નીચેના બેકટેરીયા ઉપર અંધારુ અને ઠંડક વાળુ વાતાવરણ મળતા ઉપર આવે છે અને નીચેના બધા જ પ્રકારના તત્વો છોડ મુળને આપે છે એટલે કોઇ પ્રકારના તત્વો બહારથી લાવવા પડતા નથી., એમા જીવામૃત આપવાથી આ બેકટેરીયાની કામગીરી ડબલ થાય છે. માટે હ્યુમસ નિર્માણ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.