Abtak Media Google News

એસ.ઓ.જી.એ દરોડો પાડી રૂ.61000ના મુદામાલ સાથે ત્રણ શખ્સોને  દબોચી લીધા

મોરબી તાલુકાના લાલપર ગામ પાસે  અજંતા એપાર્ટમેન્ટમાંથી 6 કિલો ગાંજાના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડતી મોરબી એસઓજી પોલીસ, જયારે પકડાયેલ આરોપીઓ વિરુધ્ધ એનડીપીએસ ધારા હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ હતી. ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી પ્રક્રિયા શાંતિ પુર્ણ રીતે થાય તે અનુસંધાને તેમજ નાર્કોટીક્સના નશાયુક્ત ગેર કાયદેસર પ્રવૃતિઓને સદંતર નાબુદ થાય તે અનુસંધાને મોરબી જીલ્લા પોલીસ પ્રયત્નશીલ હોય ત્યારે મોરબી એસ.ઓ.જી .સ્ટાફના પો.હેડ.કોન્સ. જુવાનસિંહ ભરતસિંહ રાણા, પો.કોન્સ. આશીફભાઇ રહીમભાઇ રાઉમાને બાતમી મળેલ કે, મોરબી તાલુકા વિસ્તારના લાલપર ગામ પાસે આવેલ અજંતા એપાર્ટમેન્ટ બી, બ્લોક નં-101, રહેણાંક મકાનમાં ગેરકાયદેસર ગાંજાનો જથ્થો રાખી તેનુ ખાનગીમાં વેચાણ કરે છે. જે મળેલ બાતમીને આધારે રેઇડ કરતા આરોપી અમીત શ્રીશીશુ તીવારી ઉવ.22 ધંધો મજુરી રહે.

જાબુડીયા ધર્મસિધ્ધી સોસાયટી, કોમન પ્લોટની સામે સુમિત પાઠકની બાજુમાં તા.જી.મોરબી, મુળ રહે. બિહાર છપરા તા.અમનોર વોર્ડ નં-7 મિશ્રા ટોલા એરીયા, વિનોદરાય મનોજરાય યાદવ ઉવ.20 રહે. લાલપર અજંતા એપાર્ટમેન્ટ બી બ્લોક નં-101 તા.જી.મોરબી, મુળ રહે. બિહાર છપરા તા.અમનોર વોર્ડ નં-7 મિશ્રા ટોલા એરીયા, વિવેક વશિષ્ટ નારાયણ મીશ્રા ઉવ.22 રહે. લાલપર અજંતા એપાર્ટમેન્ટ બી બ્લોકનં-101 તા.જી.મોરબી, મુળ રહે. બિહાર છપરા તા.અમનોર વોર્ડ નં-7 મિશ્રા ટોલા એરીયાને માદક પદાર્થ ગાંજાનો 6 કિલો 121 ગ્રામના જથ્થો જેની કિ.રૂ. 61,210/- તથા મોબાઇલ નંગ-3 કિ.રૂ.15,500/- સાથે કુલ રૂ.76,710/-ના મુદામાલ સાથે ઝડપી હસ્તગત કરી આરોપીઓ વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ મુજબની કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને આરોપીઓ તથા મુદ્દામાલ સોપી આપવામાં આવેલ હતા. આ સમગ્ર કામગીરીમાં એસઓજી ઇન્ચાર્જ પીઆઈ એમ.પી. પંડ્યા, પીએસઆઇ એમ.એસ.અંસારી, એએસઆઇ રણજીતભાઇ રામભાઇ બાવડા, પો.હેડ કોન્સ. રસીકકુમાર ભાણજીભાઇ કડીવાર, સબળસિંહ વાઘુભા સોલંકી, જુવાનસિંહ ભરતસિંહ રાણા,  સહિતના સ્ટાફે બજાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.