Abtak Media Google News

માળીયા તાલુકાના ૧૮ ગામોના પાણી પ્રશ્ને અધિકારીઓને સાથે રાખી ઉકેલ લાવતા ધારાસભ્ય મેરજા

રોહિશાળા, મંદરકી, ભાવપર, ખીરસરા, વર્ષામેડી સહિતના ગામોના સરપંચ સહિતના આગેવાનો – પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ

માળીયા ( મી ) : માળીયા તાલુકાના ૧૮ ગામોને પીવાના પાણી પ્રશ્ને આજે ધારાસભ્ય બ્રિજેશ મેરજાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી જેમાં પાણી પૂરવઠા બોર્ડના અધિકારીઓએ અને સરપંચ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને એક પણ ગામને પીવાના પાણીનો પ્રશ્ન નહીં રહે તેવી ખાતરી આપવામાં આવી હતી.

માળીયા તાલુકામાં પીવાના પાણી પ્રશ્ને સર્જાયેલી વિકટ પરિસ્થિતિ મામલે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ અગાઉ ગાંધીનગર ખાતે રાજ્યના પાણી પુરવઠા મંત્રી સમક્ષ રૂબરૂ મળી તાકીદે લોકોનો પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવા માંગ ઉઠાવી હતી ત્યારે આજે આ મુદ્દે ધારાસભ્ય મેરજાએ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને સાથે રાખી માળીયા ખાતે સરપંચો સાથે મિટિંગ યોજી સત્વરે પાણીની તકલીફ વાળા ગામોની સમસ્યા હલ કરવા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.

Img 20180416 Wa0060ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે માળીયા તાલુકાના ૧૮ હમોમાં પીવાના પાણીની પરિસ્થિતિ વિકટ છે જેમાં વર્ષામેડી, ભાવપર, રોહિશાળા, મંદરકી અને ખીરસરા સહિતના ગામોનો સમાવેશ થાય છે, આ તમામ ગામોના સરપંચોને સાથે રાખી પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર સહિતના અધિકારીઓને સાથે રાખી બેઠક યોજવામાં આવી હતી જેમાં નર્મદા યોજનાની પાઇપલાઇન ઉપરાંત  સ્થાનિક સ્ત્રોતમાંથી પીવાના પાણીની સમસ્યા ઉકેલવા નક્કી કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય મેરજાના સઘન પ્રયાસોને સતાધારી પક્ષે પણ નોંધ લઈ અધિકારીઓને તાકીદે પાણી પ્રશ્ન હલ કરવા સૂચના આપવામાં આવી હોવાનું તેમને અંતમાં જણાવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.comMorbi

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.