Abtak Media Google News

નાણાંકીય તરલતા વધારવાના હેતુથી કેશલેસ એટીએમની સુવિધા શરૂ કરવામાં આવી હતી પરંતુ ગ્રામ્ય વિસ્તારોનાં એટીએમની હાલત કફરી બની છે. મંદીનું જોર એટલું વધુ રહ્યું છે કે બેંકોમાં પણ નાણાની અછત જોવા મળી રહી છે. વિકએન્ડ એટલે બહાર જમવું ફરવું અને શોપીંગ કરવી એવામાં લોકો એટીએમનો ઉપયોગ વધુ કરતા હોય છે.

ગયા અઠવાડીએ ડેપ્યુટી સીએમ નીતીન પટેલે સુરતમાં જણાવ્યું હતુ કે બેંકોમાં પણ નાણાંની અછત જોવા મળી રહી છે. બેંકોની નાણાંકીય પરિસ્થિતિ ગ્રામ્ય વિસ્તારમાં વધુ ખરાબ બની છે. જોકે શહેરી વિસ્તારમાં મળતી સુવિધા પણ જ‚રીયાત કરતા ઓછી જ છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જેવા શહેરોની બેંકોને ૨૦ ટકા વધુ નાણાની જરૂરીયાત છે.


તેથી અછત ઉભી થઈ છે. મહા ગુજરાત બેંક એમ્પલોય એસો.ના સેક્રેટરી જનક રાવલે જણાવ્યું હતુ કે જયારે અમને રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા ચલણી નોટો આપવામાં આવતી જ નથી તો એટીએમમાં કઈ રીતે પૈસા નાખવા, કેટલાય લોકોની લોન અટવાયેલી પડી છે. જોકે આ સ્થિતિમાં કોઈ પણ સુધાર આવશે નહી તો અમે રિઝર્વ બેંકને રજુઆત કરશું.

સેટેલાઈટના રહેવાસી શમીક દાસ જણાવે છે કે હું અને મારી પત્નિ મારી માતાની દવાઓ લેવા માટે ગયા, અમે ૬ અલગ અલગ એટીએમમાં ફર્યા પરંતુ તમામ એટીએમ ખાલીખમ હતા. બેંકોની પરિસ્થિતિ અંગે જે.એન.સિહે જણાવ્યું હતુ કે બેંકોને નાણાંની જ‚રીયાત છે તે અમે સમજીએ છીએ, પરંતુ અમે રિઝર્વ બેંક અને કેન્દ્ર સરકારનાં સતતા સંપર્કમાં રહેવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. સિંહે જણાવ્યું કે જયારે આરબીઆઈ કેસ ડિસ્પેચ કરશે.


ત્યારબાદ જ નાણાંની અછત દૂર થઈ શખ્સે હાલતો બેંકો પણ લાચાર છે. એવામા શહેરો સહિત ગ્રામ્ય વિસ્તારનાં એટીએમ મશીનો પણ ખાલી ખમ જોવા મળી રહ્યા છે. ખરેખર બેંકો ‘કેશ-લેસ’ બની ચૂકી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.