મોરબીની મહિલા સહિત બે પોલીસ કર્મચારીઓએ માઉન્ટ એવરેસ્ટ ની બેઝિક તાલીમ પૂર્ણ કરી

મોરબી જિલ્લા પોલીસ ના બે કર્મચારીઓ જેમાં મોરબી  પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા લોકરક્ષક ભૂમિકાબેન દુર્લભજીભાઈ ભૂત અને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ જાડેજા એ  24 કલાક જેટલા સમય સુધી સતત ચડાઈ કરીને સમુદ્ર તળથી 15800 ફુટ ની ઊંચાઈ પર આવેલ મનાલી પિક ,લદાખી પિક અને પછી સેતીધાર પિક ના બેઝ કેમ્પ સુધી પહોંચ્યા છે.

આ બન્ને પોલીસ કર્મચારીઓએ અનેક વાર મોરબી જિલ્લા પોલીસના ગૌરવના સાક્ષી બન્યા છે જેમાં મહિલા લોકરક્ષક ભૂમિકાબેન દુર્લભજીભાઈ ભૂત સતત ચાર વર્ષથી  ગિરનાર પર્વત પર યોજાતી આરોહણ અવરોહણ સ્પર્ધામાં પ્રથમ નમબરે આવીને ગોલ્ડ મેડલ જીત્યા છે અને અત્યાર સુધીમાં અલગ અલગ સ્પર્ધાઓમાં ઉત્તમ પ્રદર્શન કરીને 22 ગોલ્ડમેડલ અને 2  સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ  પ્રાપ્ત કરીને મોરબી પોલીસ નું ગૌરવ વધાર્યું છે.

ત્યારે બીજા પોલીસ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસીંજ જાડેજાએ પણ અગાઉ વર્ષ 2019 માં ટંકારા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા તે દરમિયાન ટંકારા તાલુકામાં અતિવૃષ્ટિ ને કારણે અનેક ગામોમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી જેમાં તેમણે પુરના ધસમસતા પ્રવાહ વચ્ચે ફસાયેલા બે બાળકોને પોતાના બન્ને ખભે બેસાડીને પોતાના જીવના જોખમે પુરમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા જેમાં પણ તેમને અનેક મેડલ મળી ચુક્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.