Abtak Media Google News

ભારતને રમકડા ઉત્પાદનમાં કેવી રીતે ‘આત્મ નિર્ભર’ બનાવી શકાય:

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મ નિર્ભર ભારત અભિયાનમાં મોરબીના ઘડિયાળ ઉદ્યોગની જેમ ભવિષ્યમાં રમકડા ઉદ્યોગ માટે પણ વિપુલ તકો

આત્મનિર્ભર ભારતના સરકારના ધ્યેયને પૂર્ણ કરવા માટે વિવિધ વર્ગના ઉદ્યોગો અને ‘સ્ટાર્ટઅપ’ દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રયાસો વચ્ચે ઘડીયાળ ઉદ્યોગ માટે જાણીતા મોરબી ઘડીયાળ ઉત્પાદન સંઘ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોરબીમાં રમકડા ઉદ્યોગ માટે વિપુલ તકો અને ભારત કેવી રીતે રમકડા ઉદ્યોગ માટે આત્મનિર્ભર બની શકે તે માટે એક વિસ્તૃત પ્રેઝન્ટેશન મોકલવામાં આવ્યું છે. મોરબીના અજંતા ઓરેવા ગ્રુપના જયસુખભાઈ ઓધવજીભાઈ પટેલે મોરબી ક્લોક મેન્યુફેચ એલાયન્સ વતી વડાપ્રધાન વિસ્તૃત પત્ર પાઠવીને જણાવ્યું છે કે, અમો ઈલેકટ્રોનિક અને ઈલેકટ્રીક ઉત્પાદન ક્ષેત્રે ગુજરાતમાં છેલ્લા 50 વર્ષથી સક્રિય છીએ. ભારતના આત્મનિર્ભર પ્રોજેકટ અંગે સરકારના અભિગમથી અભિભુત છીએ. ભારતમાં રમકડા ઉદ્યોગ માટે મોટી તકો છે. અત્યારે રમકડા ઉદ્યોગમાં ચીનનું ખૂબ મોટો હિસ્સો છે. ભારતમાં જો રમકડાનો ઉદ્યોગનો વિકાસ કરવામાં આવે તો ચીનની જેમ જ ભારત પણ રમકડા ઉદ્યોગ ક્ષેત્રે વિશ્ર્વ સ્તરનો વિકાસ સાધી શકે તેમ છે.

પ્રોત્સાહન અને પ્રેરણાનો માહોલ: વડાપ્રધાનના અભિગમથી કેન્દ્ર સરકાર દ્વારા ભારતના દરેક ઉદ્યોગોને વિકાસ માટેનો એક માહોલ ઉભો કરવામાં આવ્યો છે ત્યારે ભારતના રમકડા ઉદ્યોગને પણ પારદર્શક બદલાવથી વિકસીત કરી શકાય તેમ છે. વોકલ ફોર લોકલ અને મેક ઈન ઈન્ડિયાને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત ત્યારે લઘુ, મધ્યમ અને નાના ઉદ્યોગોને વિકાસ આપવાની માંગ છે ત્યારે કેન્દ્રના અલગ અલગ 14 મંત્રાલયો દ્વારા દેશમાં ઉભા કરવામાં આવેલા 13 રમકડા ઉત્પાદન કસ્ટરોને વધુ વિકસાવવા જોઈએ. વડાપ્રધાનના આત્મનિર્ભર ભારત અંતર્ગત 200 ઉદ્યોગપતિઓના સંકલનથી રચવામાં આવેલા મોરબીના કલોક મેન્યુફેકચર્સ એલાયન્સની આગેવાનીમાં મોરબીમાં રમકડા ઉદ્યોગને વિકસાવવો જોઈએ. તેનાથી ચીનના રમકડા ઉત્પાદનો સામે ભારત 100 ટકા આત્મનિર્ભર બની શકે તેમ છે. ભારતમાં રમકડા ઉદ્યોગનો વિકાસ કેમ થતો નથી :

(1) ભારતમાં અત્યારે જરૂરીયાતના 90 ટકાથી વધુ રમકડાઓ ચીનમાંથી આવે છે. ચીનમાંથી રમકડાની આયાત ગેરકાયદેસર રીતે પણ થાય છે. મોટો જથ્થો મંગાવીને નાનો જથ્થો દર્શાવવામાં આવે છે અને મોટાપાયે કરચોરી થાય છે અને ટેકસ ચોરીની આ બચત કરીને ચીનના રમકડા ભારતમાં 30 ટકા ઓછી કિંમતે વેંચવામાં આવે છે. દાણચોરીથી આવતા રમકડા આઈજીએસટી કે કસ્ટમ ડ્યૂટી ચૂકવાતી નથી. (2) કર ચોરી અને દાણચોરીથી લાવવામાં આવતા ચીનના રમકડાઓ ભારતમાં બનતા અને જીએસટી ચૂકવાતા રમકડાઓ કરતા 30 ટકા સસ્તા દરે વંચાય છે. (3) ચીનનું ઉત્પાદન ખર્ચ 10 ટકા ઓછુ છે, ઉપરાંત ચીન સરકાર 15 ટકા નિકાસ સહાય, કર રાહતો રમકડા ઉત્પાદકોને આપે છે.

તેથી ચીનના રમકડા ભારતમાં વેંચવા સસ્તા અને નફાકારક બને છે. (4) ચીન વિશ્વનું સૌથી મોટુ રમકડા બજાર ધરાવે છે અને સરકારના પ્રોત્સાહનથી હજ્જારો જાતના રમકડાઓ બનાવે છે. 90 ટકાથી વધુ રમકડા ચીનના વપરાય છે. (5) ભારતના રમકડા ઉત્પાદકોની ઈચ્છા શક્તિ અને નવા આવિસ્કાર માટેની ધગશની ઉણપ ધરાવે છે. ભારતમાં સરકાર તરફથી કોઈ પ્રોત્સાહન મળતું ન હોવાથી બજારમાં રમકડાની જરૂરીયાતો માટે ચીનથી દાણચોરી વાટે લવાતા રમકડા વેંચવાનું લોકો પસંદ કરે છે. ભારતમાં વિશાળ વસ્તી, જન સંખ્યા અને નાના બાળકોની સંખ્યા વધુ હોવા છતાં ભારતમાં શા માટે રમકડાનું ઉત્પાદન થતું નથી.

કેવી રીતે કર રાહતો આપી શકાય : આપણા દેશની વાત કરીએ તો મોટાભાગના રમકડાઓની ચીન અને બીજા દેશોમાંથી આયાત થાય છે અને મોટાભાગે રમકડા ગેરકાયદેસર રીતે દાણચોરી કરીને લાવવામાં આવતા હોવાથી રમકડાનું વેચાણ ક્ષેત્ર અત્યારે સૌથી વધુ કરચોરી કરનારૂ બની રહ્યું છે. (1) આયાતકાર કેવી રીતે ચોરી કરે છે. ભારતના મોટાભાગના આયાતકારો કસ્ટમ ડયૂટી ઓછી ભરવી પડે તે માટે રમકડાની ચૂકવેલી કિંમત ઓછી જાહેર કરે છે. તેનાથી જીએસટી, કસ્ટમ ડ્યૂટી જેવા કરમાં મોટી ચોરી થાય છે. (2) ઉત્પાદન ઓછુ જાહેર કરવામાં આવે છે, ભારતમાં રમકડા પર 20 ટકાથી 60 ટકા જેટલી કસ્ટમ ડયૂટી એપ્રીલ 2020 અને બીઆઈએસનું ટ્રેડ માર્ક આયાતી રમકડા માટે ફરજિયાત હોવાથી આયાતકારો પોતાની આયાતી રમકડાના ક્ધટેનરમાં જથ્થાને ખરી હકીકત જાહેર કરતા નથી.

તેથી રમકડાની આયાતના તમામ ક્ષેત્રોના છેવટે કરચોરી જ થાય છે. રમકડા બનાવવા માટે કાચી સામગ્રીમાંથી વિવિધ વસ્તુઓની જરૂરીયાત પડે છે. જો આ તમામ પ્રક્રિયાની ખર્ચની ગણતરી કરવામાં આવે તો રૂા.5 પ્રતિ કિલોએ રમકડાનું ઉત્પાદન થાય. રમકડા ઉદ્યોગના વિકાસ માટેના કરેલા અધ્યયનમાં પેકિંગ મટીરીયલ્સ અને ખર્ચો ગણો તો રમકડા રૂા.200 પ્રતિ કિલો ઘરમાં પડે. ભારતમાં રૂા.200 પ્રતિ કિલોના રમકડાની પડતર થાય તેની સામે ચીનમાંથી રૂા.87.49 રૂપિયાના ભાવે રમકડાની આયાત થઈ જાય છે.

ભારતમાં વિવિધ તબક્કાઓમાં રૂા.200 કિલો રમકડાની પડતર ઉપર ફરીથી ટેકસનો બોજ આવે છે. જો આપણા દેશમાં રમકડા ઉધોગને ખરેખર આત્મનિર્ભર બનાવવા હોય તો કસ્ટમ ડયૂટી, જીએસટી વગેરેમાં રાહત અને આયાતી રમકડાઓ પર ટેકસ અથવા તો સંપૂર્ણપણે પ્રતિબંધ મુકી દેવો જોઈએ. જે રમકડાની આયાતને સંપૂર્ણપણે ગેરકાયદેસર ઠેરવી દેવામાં આવે તો ભારતના રમકડા ઉદ્યોગનો વિકાસ થાય. સુચનો: જ્યાં રમકડા વેંચવા માટે તૈયાર થાય છે ત્યાં તમામ પ્રકારના ઈલેકટ્રીક, સોફટ પ્લાસ્ટીક, યંત્રો વગેરે પર ખાસ કર રાહતની જોગવાઈ હોવી જોઈએ. વળી આયાતી રમકડાઓની કિંમત પ્રતિ કિલો રૂા.200 નિર્ધારીત કરવી જોઈએ. દા.ત.10,000 કિલો રમકડાની આયાત થાય તો તેના પર 20 લાખ રૂપિયાની કિંમત ગણી રૂા.200 પ્રતિ કિલોની કિંમત ગણવી જોઈએ અને તેના પર ટેકસ લગાવવો જોઈએ.

સરકારે રમકડાની આયાત પર 20 ટકાની કસ્ટમ ડ્યૂટી વધારી 60 ટકા કરવી જોઈએ. વડાપ્રધાનને મોકલેલા પ્રેઝેન્ટેશનમાં રજૂઆત કરવામાં આવી છે કે, રમકડાની પડતર કિંમત રૂા.200 પ્રતિ કિલોએ ગણીને તેના ઉપર ટેકસ લગાવવો જોઈએ. આયાતી રમકડા પર ટેકસથી સરકારની આવક વધશે તેની સાથે સાથે ઘરેલું રમકડાને યોગ્ય કિંમત અને બજાર માટે પ્રોત્સાહન મળશે તો ભારતમાંથી વિશ્ર્વના ચાલીસેક દેશોમાંથી રમકડાની નિકાસ થઈ શકે છે.

ચીનમાંથી થતી રમકડાની આયાતની પરિસ્થિતિ

ચાલુ વર્ષે ચીનમાંથી થયેલી આયાત7 ક્ધટેનર
ચીનમાંથી આયાત થયેલી રમકડાનો કુલ વજનસરેરાશ 6457.55 કિલો પ્રતિ ક્ધટેનર
ચીનમાંથી આયાત કરવામાં આવેલા રમકડાઓના ભાવની વિગતરૂા.87.49 પ્રતિ કિલો

 

મોરબી ક્લોક મેન્યુફેકચરીંગ એલાયન્સની ઔદ્યોગિકવિકાસની પ્રવૃત્તિઓ ‘આત્મ નિર્ભર’ ભારતને ઉત્તેજન આપનારી

આત્મનિર્ભર ભારતને ખરા અર્થમાં સાર્થક કરવા માટે મોરબીના ઘડીયાળનું ઉત્પાદન કરતા ઉદ્યોગપતિઓ અને 175 જેટલા કારખાનાનું સંગઠન મોરબી ક્લોક મેન્યુફેકચર્સ એલાયન્સ અને અજંતા ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલની આગેવાનીમાં ચાલી રહ્યું છે. આ સંગઠનની પ્રથમ મીટીંગ 21 જૂન 2020ના રોજ મળી હતી. ત્યારે 150 જેટલા સંગઠનો એક મંચ પર આવ્યા હતા. બીજી બેઠક 15 જુલાઈ 2020ના દિવસે વધુ 75 કારખાના જોડાયા હતા. ત્રીજી બેઠકમાં 100 અને ચોથી બેઠકમાં વધુ 150 કારખાનાઓ જોડાયા હતા. 5મી બેઠક 16મી ઓકટોબર 2020ના દિવસે યોજાય હતી. જેમાં પણ 100થી વધુ પ્રતિનિધિઓ જોડાયા હતા.

આયાત કરવામાં આવતા રમકડામાં વપરાતા કાચા માલ-સામાનના ભારતીય અને આંતરરાષ્ટ્રીય બજાર ભાવ

નંબર રમકડામાં વાપરવામાં આવતું પ્લાસ્ટીક વિઝાણુ ઉપકરણો અને યાંત્રીક રમકડા સરેરાશ પ્રતિ કિલોના ભાવ 
1તમામ પ્રકારના પ્લાસ્ટીકની કાચી સામગ્રીમાંથી બનતા એબીએસ/પી.સી./પીપી/એચઆઈપીએસ/પીવીસી/પીપીઈટીસી150 પ્રતિ કિલો પ્લસ જીએસટી
2દરેક પ્રકારના એલ્યુમીનીયમના પતરા, સીટ અને વિવિધ વસ્તુઓરૂા.160 પ્રતિ કિલો પ્લસ જીએસટી
3અન્ય ધાતુઓ અને ગેલ્વેનાઈઝ સીઆરસી પતરારૂા.85 પ્રતિ કિલો પ્લસ જીએસટી
4ત્રાંબાની કાચી સામગ્રી, વાયર વગેરેરૂા.485 પ્રતિ કિલો પ્લસ જીએસટી
5દરેક પ્રકારનું પેકિંગ મટીરીયલ્સ, ખોખા, કાગળઈ પ્લાસ્ટીક વગેરેરૂા.35 પ્રતિ કિલો પ્લસ જીએસટી
6રમકડા રંગવા માટેના રંગમાં ઓઈલ પેઈન્ટસ, પ્લાસ્ટીક પેઈન્ટ, મેટલ પેઈન્ટરૂ.350 પ્રતિ કિલો પ્લસ જીએસટી
7ધાતુઓની વસ્તુઓ, સ્પેર પાર્ટસ, કુ વગેરેરૂા.400 પ્રતિ કિલો પ્લસ જીએસટી
8ઈલેકટ્રોનિક વસ્તુ, કેપેસીટર, રજિસ્ટ, ટ્રાજીસ્ટર, ડોયોડ, ઈલેકટ્રોનિક સર્કિટ, સેન્સર, ક્રિસ્ટલ, એલઈડી, એલસીડી વગેરેવિવિધ પ્રકારની વસ્તુના વિવિધભાવો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.