Abtak Media Google News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાનના 75માં
‘અમૃત મહોત્સવ’ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કર્યું સંબોધિત

અબતક, રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનના 75મા ’અમૃત મહોત્સવ’ને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધિત કર્યું હતું.  તેમણે પોતાના સંબોધનમાં ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી.  મોદીએ સંબોધનની શરૂઆત “જય સ્વામીનારાયણ” કહી કરી હતી. તે ઉપરાંત વડાપ્રધાન મોદીએ રાજકોટ ગુરુકુલના 75 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી. તેમજ તેમના સંબોધનમાં તેમણે મહાન સંતોને યાદ કર્યા અને સ્વામિનારાયણ સંપ્રદાયે સંસ્કૃતિ અને ધર્મને જાળવી રાખવા મહત્વનું કામ કર્યું છે.

Advertisement

તે સાથે તેમણે કહ્યું કે, આ સંસ્થાનું આગામી ભવિષ્ય યશસ્વી હશે. દેશ આઝાદ થયા પછી, શિક્ષણના ક્ષેત્રમાં આપણા પ્રાચીન ગૌરવ અને મહાન ગૌરવને પુનજીર્વિત કરવાની જવાબદારી આપણી છે. સ્વામિનારાયણ ગુરુકુળ આ ગૌરવનું ઉત્તમ ઉદાહરણ છે. તેઓએ પ્રસંગ સંદર્ભે કહ્યું કે આ સુખદ સહયોગ તો છે પરંતુ તેની સાથે સુખદ સુયોગ પણ છે. આ સુયોગ સંસ્કૃતિ અને સમર્પણનો છે. આઝાદી પછી ભારતીય મુલ્યો અને આદર્શોને સચવા આ સંસ્થાએ પાયો મજબુત કર્યો છે. ધર્મદાસજી સ્વામીનું વિઝનએ આધ્યત્મ સાથે આધુનિકતાથી ભરેલું હતું. આજે તેમણે વાવેલા બીજ રૂપી વિચાર વૃક્ષ આપણી સામે દેખાઈ રહ્યા છે.

ભારતને ભારતભૂમિના ગુરુકુળોથી ઓળખવામાં આવતું હતું

મોદીએ કહ્યું કે, જે સમયગાળામાં વિશ્વના અન્ય દેશોની ઓળખ તેમના રાજ્યો અને શાહી કુળથી થતી હતી, ત્યારે ભારતને ભારતભૂમિના ગુરુકુળોથી ઓળખવામાં આવતું હતું. શોધ અને સંશોધન ભારતની જીવનશૈલીનો એક ભાગ હતા. નાલંદા અને તક્ષશિલા જેવી વિશ્વવિદ્યાલયો આપણી ગુરુકુળ પરંપરાના વૈશ્વિક ગૌરવના પર્યાય હતા. તેઓ ભારતીય શિક્ષણ પ્રણાલી માટે માર્ગદર્શક પ્રકાશ હતા. ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિ જે આજે આપણે જોઈ રહ્યા છીએ, તેનું જ પરિણામ છે. બહુ ઓછા લોકો જાણે છે કે સ્વામિનારાયણ ગુરુકુળમાં ગરીબ વિદ્યાર્થીઓને દરરોજ માત્ર એક રૂપિયો ફી તરીકે ચૂકવવો પડે છે. તે ગરીબો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ સુલભ બનાવે છે.

ગુરુકુળએ વિદ્યાર્થીઓમાં સારા વિચારો અને મૂલ્યોનું સીંચન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, પૂજ્ય ધર્મજીવનદાસજી સ્વામીજીનું ગુરુકુળ માટે જે વિઝન હતું, તેમાં આધ્યાત્મિકતા અને આધુનિકતાથી લઈને સંસ્કૃતિ અને સંસ્કાર પણ સમાયેલ હતા.  સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટની યાત્રાના 75 વર્ષ એવા સમયગાળામાં પૂર્ણ થઈ રહ્યા છે, જ્યારે દેશ તેની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. આ ગુરુકુળએ વિદ્યાર્થીઓના મન અને મગજમાં સારા વિચારો અને મૂલ્યોનું સિંચન કર્યું છે, જેથી તેમનો સર્વાંગી વિકાસ થઈ શકે. અગાઉની સરકારની ગુલામી માનસિકતાએ તેમને ક્યારેય આપણી મહાન શિક્ષણ વ્યવસ્થાનો મહિમા કરવા દીધો ન હતો. સ્વામિનારાયણ ગુરુકુળમાં આપણી પરંપરાઓ અને મૂલ્ય-આધારિત શિક્ષણ આપવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે આપણા શિક્ષકો અને સંતોએ જાતે તે જવાબદારી ઉઠાવી.

સંસ્થાની શાળાઓમાં 25,000થી વધુ વિદ્યાર્થીઓ લે છે શિક્ષણ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મને આનંદ છે કે સ્વામિનારાયણ ગુરુકુળ આ પ્રાચીન પરંપરાને, આધુનિક ભારતને આગળ લઈ જવા માટે ’ક્ધયા ગુરુકુળ’ની શરૂઆત કરી રહ્યું છે. આ માટે હું આપ સૌને મારી શુભકામનાઓ પાઠવું છું. આ સંસ્થાની સ્થાપના 1948માં રાજકોટમાં સંત ધર્મજીવનદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. હાલમાં દેશ અને વિશ્વમાં આ સંસ્થાની 40થી વધુ શાખાઓ છે. સંસ્થા દ્વારા સંચાલિત શાળાઓ અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં 25,000થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણ લે છે. આ ગુરુકુળ પ્રાથમિકથી લઈને અનુસ્નાતક સુધીનું શિક્ષણ આપે છે.

2014 પછી મેડિકલ કોલેજોની સંખ્યામાં 65% થી વધુનો વધારો

પીએમ મોદીએ કહ્યું કે આજે નવી નેશનલ એજ્યુકેશન પોલિસી દ્વારા દેશ પહેલીવાર એ શિક્ષણ પ્રણાલી તૈયાર કરી રહ્યો છે, તે દૂરંદેશી છે.  તેમણે કહ્યું કે 2014 પછી મેડિકલ કોલેજોની સંખ્યામાં 65% થી વધુનો વધારો થયો છે.  નવી નેશનલ એજ્યુકેશન પોલિસી દ્વારા દેશ પહેલીવાર એક એવી શિક્ષણ વ્યવસ્થા તૈયાર કરી રહ્યો છે જે દૂરંદેશી છે.  શૂન્યથી અનંત સુધી આપણે દરેક ક્ષેત્રમાં સંશોધન કર્યું, નવા તારણો કાઢ્યા અને આજે આઝાદીના આ સુવર્ણ યુગમાં દેશ દરેક સ્તરે કામ કરી રહ્યો છે, પછી તે શિક્ષણનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે શિક્ષણ નીતિ.

મને ખુશી છે કે ‘સ્વામિનારાયણ ગુરુકુલ’ ’ક્ધયા ગુરુકુલ’ શરૂ કરી રહ્યું છે

જ્યારે લિંગ સમાનતા જેવા શબ્દો વિશ્વમાં જન્મ્યા પણ ન હતા, તે સમયે ગાર્ગી અને મૈત્રેયી જેવા વિદ્વાનો આપણા દેશમાં ચર્ચાઓ કરતા હતા.  આત્રેયી પણ મહર્ષિ વાલ્મીકિના આશ્રમમાં અભ્યાસ કરતી હતી.  મને આનંદ છે કે સ્વામિનારાયણ ગુરુકુલ આ પ્રાચીન પરંપરાને આધુનિક ભારતમાં આગળ લઈ જવા માટે ’ક્ધયા ગુરુકુલ’ શરૂ કરી રહ્યું છે. આ માટે હું આપ સૌને મારી શુભકામનાઓ પાઠવું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.