Abtak Media Google News

પકડાયેલ શખ્સે અગાઉ પોલીસ સાથે માથાકુટ કરી ‘તી

મોરબીમાં એક શખ્સે તેના મામાની દીકરીને જ વોટ્સએપમાં અભદ્ર મેસેઝ કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેને પગલે પોલીસે આરોપીની અટકાયત કરી છે તેમજ આરોપી અગાઉ પણ પોલીસને ધમકી આપી તેમજ ફરજ પર રહેલા પોલીસ કર્મચારી સાથે ઝપાઝપી કરવાના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે.મળતી માહિતી અનુસાર, મોરબીના 404 સરસવતિ રેસીડેન્સી સત્યમ પાન વાડી શેરી સરદાર બાગ સામે શનાળા રોડ ખાતે રહેતી મોનાબેન ઘવલભાઇ વડગામ નામની મહિલાને મોરબીના રવાપર રોડ શારદા સોસાયટી ખાતે રહેતા તેના ફૈબાના દીકરા નિરવભાઇ દિનેશભાઇ બકરાણીયાએ વોટસએપ ઉપર અભદ્ર મેસેઝ કરી તેમજ વોટસએપ ઉપરથી તને ઓપન માર્કેટમા વેચી નાખીશ તેવી ઘમકી આપતા મહિલાએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Advertisement

જેને લઇ પોલીસે આરોપી વિરુદ્ધ  ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, આરોપી ગત ચુંટણીમાં ચેકીંગ દરમીયાન પણ કાગદડી નજીક ચેકપોસ્ટ પર પોલીસને ધમકી આપવામાં ગુનામાં ઝડપાયો હતો. જેમાં તેના વિરૂદ્ધ રાજકોટના કુવાડવા પોલીસ મથકમાં ગુનો પણ નોંધાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.