Abtak Media Google News

 

ઉપલેટા તાલુકામાં સૌથી મોટુ  ગામ પાનેલી ગામની ખેડુત પરિવારની દિકરી પીએસઆઈની પરીક્ષા પાસ  કરતા પાનેલી ગામનું ગૌરવ વધારતા સમાજ શ્રેષ્ઠીઓ એ અભિનંદન પાઠવ્યા હતા.

 

મોટી પાનેલી ગામ પાટીદાર સમાજની વસ્તી ધરાવતું  ગામ છે.ગામના મોટાભાગના  પાટીદાર સમાજના પરિવારો   બહારગામ વેપાર ઉદ્યોગમાં  સ્થાઈ   થઈ ગામનું નામ રોશન કરેલ છે.  હાલ પાનેલી  ગામે રહેતા અને ખેતીકામ કરી ગુજરાન  ચલાવતા હંસાબેન અને રમણીકભાઈની દિકરી  તાજેતરમાં  લેવાયેલપીએસઆઈની પરીક્ષામાં ઉતણી થઈ ગામ અને સમાજનું ગૌરવ વધારે છે. હાલ ગાંધીનગરના કરાઈ ખાતે ટ્રેનીંગમાં રહેલ આરતી ભુવાએ અભ્યાસની શરૂઆત સુરતમાં કરી પણ પિતા વ્યવસાયે ખેતી હોવાથી પાનેલી ગામની વિવેકાનંદ સ્કુલ  ધો. 4 થી 10 સુધીનો અભ્યાસ કરી અવ્વલ નંબર મેળવેલ ધશે.11 અને 12 નું શિક્ષણ પણ કે.જે.પટેલ હાઈસ્કુલ પાનેલીમા લઈ  ઉચ્ચ અભ્યાસ રાજકોટની  ધમસાણીયા કોલેજમાં બીબીએ  અભ્યાસ  પૂર્ણ કરી મનના સ્વપ્નને  પૂરા કરવા સ્પર્ધાત્મક   પરીક્ષાની તૈયારી કરી તાજેતરમાં  લેવાયેલી  પીએસઆઈની પરીક્ષામાં પાસ થઈ હાલ ગાંધીનગરના કરાઈ ખાતે ટ્રેનીંગ મેળવી રહ્યા છે. આરતી ભુવાએ ગામ અને સમાજનું ગૌરવ વધાતા પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા, દામજીભાઈ રામાણી, પાનેલી કડવા પટેલ સમાજના પ્રમુખ જતીનભાઈ ભાલોડીયા લેઉવા પટેલ સમાજના પ્રમુખ રતીભાઈ પીંડોરીયા, મનુભાઈ ભાલોડીયા, દિનેશભાઈ વેકરીયાએ અભિનંદન  આપેલા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.