Abtak Media Google News

60 બોટલ શરાબ અને બાઇક મળી રૂ. 51 હજારનો મુદામાલ કબ્જે

મોરબી તાલુકા પોલીસે જેતપર હાઇવે પર બાઈક ઉપર દારૂની હેરાફેરી કરતા બે આરોપીને ઝડપી લીધેલ હતા અને આગળની તપાસ હાથ ધરેલ છે. મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે મોરબી જેતપર હાઇવે રોડ પીપળી ગામના પાટીયા નજીક ઇગ્લીશ દારૂની ચપલા બોટલ નંગ-38 ની કુલ કિમત રૂપિયા 26,375 તથા મો.સા નંબર- GJ-36-અઇ-8938 વાળુ કિમત રૂપિયા 25,000 એમ મળી કુલ કિમત રૂપિયા 51,375 નો મુદ્દામાલ વેંચાણ કરવાના ઇરાદે આરોપી રાહુલ જેરામભાઇ મકવાણા ઉ.વ-22 ધંધો-મજુરી રહે-હાલ હેમ સીરામીકના કારખાનામા લાલપર તા-જી-મોરબી, ઓમપ્રકાશ વિશ્વનાથસીંગ ચૌહાણ (ઉ.વફ28 ધંધો-મજુરી રહે-હાલ ઉમા વિલેજ મહેન્દ્રનગર પાછળ તા-જી-મોરબી મુળ રહે-સુલતાનપુર પોસ્ટ-મહોદીનગર તા-પટોળી જી-સમસ્તીપુર-બિહારવાળાને પકડી પાડી આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે મોરબી નજીક નેશનલ હાઇવે સર્વીસ રોડ ઉપર મહારાણા પ્રતાપ સોસાયટીની બાજુમાં જાહેર રોડ ઉપર ઇગ્લીશ દારુની રર બોટલ સાથે ટ્રાન્સપોર્ટર અર્જુનસિંહ દીલુભા ઝાલા (ઉ.વ.28) રહે. ધંધો ટ્રાન્સપોર્ટ રહે. મહારાણાપ્રતાપ  સોસા. નેશનલ હાઇવે, સર્કીટ હાઉસની બાજુમાં મોરબી-ર વાળાને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.