Abtak Media Google News

હરામીનાળામાંથી આજે 14 જેટલી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. 14 પાકિસ્તાની સાથે BSF એ 3 લોકોની ધરપકડ પણ કરી છે. BSFએ સર્ચ ઓપરેશન કરતા આ તમામ પાકિસ્તાની બોટને ઝડપી પાડવામાં આવી છે. BSFએ 2 દિવસમાં કુલ 17 બોટ અને 5 પાકિસ્તાની નાગરીકોને ઝડપી પાડયા છે. ગઈકાલે 3 બોટ સાથે 2 પાકિસ્તાની નાગરિક ઝડપાયા હતા અને આજે વધુ 3 પાકિસ્તાની નાગરિક અને 14 બોટ ઝડપી પાડી હતી.

જો કે ગઇકાલે કચ્છના હરામીનાળામાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. BSFએ પેટ્રોલિંગ દરમિયાન બોર્ડર પરના પીલર નંબર 1166 નજીકથી 3 બોટ સાથે 2 પાકિસ્તાનીને ઝડપી લીધા હતા.

જોકે બોટમાં સવાર અન્ય 5 પાકિસ્તાની ફરાર થઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં બોટમાંથી માછીમારીનો સામાન મળી આવ્યો હતો. પાકિસ્તાની બોટ મળી આવ્યા બાદ BSFએ હરામીનાળા નજીક કોમ્બિંગ હાથ ધર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.