Abtak Media Google News

અલ્જેરિયન મિલિટરી પ્લેન બુધવારે બોઉફકિર એરપોર્ટ પાસે ક્રેશ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, પ્લેનમાં 100થી વધુ મિલટરી પર્સશોનલ સવાર હતા જે પૈકી અનેકના મોત થયા હોવાની આશંકા છે.

પ્લેનમાં 200થી વધુ લોકો સવાર હતા. હાલ 14 જેટલી એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ઉપસ્થિત છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એરપોર્ટ પાસેના તમામ રોડ ઈમરજન્સી સર્વિસ અને રેસ્ક્યૂ ઓપરેશનને ધ્યાને રાખી બંધ કરી દેવામાં આવ્યા છે.

અહેવાલો મુજબ, બોઉફકિર એરપોર્ટ ઉપરથી ટેક ઓફ કર્યા બાદ તરત જ પ્લેન ક્રેન થયું હતું. દેશની રાજધાની અલગિયર્સમાં આવેલા એરપોર્ટને દેશની એરફોર્સ દ્વારા ઉપયોગમાં લેવાય છે.

રશિયન સમાચાર વેબસાઈટ મુજબ ઘટના સ્થાનિક સમય મુજબ સવારે 8 વાગ્યાની આસપાસર અલ્જીરિયન શહેર બ્લીદાના એરપોર્ટ પાસે થઈ. આ સ્થળ અલ્જીરિયાના બોઉફરિક પ્રાંતમાં આવેલું છે.

સોશિયલ મીડિયા ઉપર પણ તેને સંબંધિત અનેક વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. જેમાં દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાંથી નીકળતો ધૂમાડો અને આસપાસ એકત્ર રાહત બચાવ દળના લોકો જોવા મળી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.