Abtak Media Google News

ઓર્થોપેડીક વિભાગના ડો.પાલા સહિતની ટીમ દ્વારા રશિયન – ઇઝરાયેલ પધ્ધતિથી થાય છે સર્જરીઓ: આધુનિક કિંમતી સાધનોથી દર્દીઓના થાય છે ઓપરેશનો

એક મહિનામાં 250થી વધુ થાય છે હાડકાના ઓપરેશનો

અબતક,દર્શન જોશી, જૂનાગઢ

જૂનાગઢની સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડીક  વિભાગના ડો. પાલા સહિતની ટીમ દ્વારા રશિયન પધ્ધતિ સહિતની સર્જરીઓ કરવામાં આવે છે. અને આધુનિક સાધનોથી ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓના વર્ષે  3000 થી પણ વધુ અને એક મહિનામાં 250 થી વધુ હાડકાના ઓપરેશનો થાય છે.

સરકારી દવાખાનાઓમાં લોલમલોલ હોય છે, તેવી એક ખરાબ છાપ લોક માનસમાં ઘુસી ગઈ હોય છે, અને તેમાં એ હોસ્પિટલના સત્તાધીશો, તબીબો અને ક્યાંકને ક્યાંક સ્ટાફ જવાબદાર હોય છે, પરંતુ વાત જ્યારે જૂનાગઢની આવે ત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના હેડ ડો.પાલા લાખણોત્રા સહિતની ટીમ દ્વારા હાડકાના દર્દીઓની સારવાર ખૂબ જ સારી રીતે તો થાય જ છે, તે સાથે  અહી રશિયન તથા ઇઝરાયેલ પધ્ધતિ સહિતની હાડકાની ઉત્તમ સારવાર અને સર્જરી કરવામાં આવે છે. જેમાં ટૂંકા પગને લાંબા કરવા, ફેક્ચર, હાડકા ઇન્ફેક્શનની રસી સહિતની વિવિધ સારવાર કરવામાં આવે છે.

આ અંગે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સીડીએમઓ ડો. પાલાના જણાવ્યા અનુસાર, ઓર્થોપેડીક વિભાગમાં ઘણા પ્રકારના જટીલ ઓપરેશન કરવામાં આવે છે. ખાસ તો એ કે, સિવિલમાં પેલ્વીસ હાડકા (થાપાની સર્જરી) ઓપરશેન પણ કરવામાં આવે છે.

આ સાથે સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગમાં ડો. ભાવિન કાવડિયા, ડો. પ્રતિક ગોહિલ, ગોવિંદ બરનેવાલ, પ્રિયાંક બગથરિયા, અરમીશ સોની અને પ્રતિક ટાંકની ટીમ દ્વારા હાડકામાં ઇન્ફેક્શનની રસીની સારવાર,  ટૂંકા પગને લાંબા કરવાની સારવાર, ખોડ-ખાપણની સારવાર, લાંબા સમયથી ના જોડાતા ફેક્ચરની સારવાર,  હાડકામાં જગ્યા હોય તો તેની સારવાર અને હાડકાની સાદી ગાંઠ કાઢવી, હાથ-પગ સહિતની સારવાર આપવામાં આવે છે.

જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના તબીબોના અથાગ પ્રયત્નોના કારણે છેલ્લા 6 મહિનામાં રશિયન પધ્ધતિથી 20 દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે.

તથા વર્ષે દહાડે સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ઓપરેશન થિયેટરમાં અદ્યત્તન સાધનો વડે 3000 થી વધુ ઓપરેશન કરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.