Abtak Media Google News

5 હજાર કે તેથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોના વિભાજન અંગેની પ્રક્રિયા શરૂ કરતી સરકાર

રાજ્યમાં 5 હજારથી વધુ વસ્તી ધરાવતા ગામોને ગ્રામ પંચાયતનું અસ્તિત્વ આપવામાં આવતા હવે નવી 50 ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં આવે તેવી શક્યતા સેવાઇ રહી છે.

Advertisement

ગુજરાતમાં 50થી વધુ નવી ગ્રામપંચાયતો અસ્તિત્વમાં આવી શકે છે. ગ્રામ પંચાયતોના વિભાજનની પ્રક્રિયા પંચાયત વિભાગ દ્વારા હાથ ધરાઇ છે. 5 હજાર કે તેથી વધુ વસ્તી ધરાવતી ગ્રામ પંચાયતોના વિભાજન અંગેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. વિભાજન માટે 55 ગ્રામ પંચાયતોની અરજી પંચાયત વિભાગને મળી છે. ઓબીસી અનામત લાગુ થાય તે પહેલાં ગ્રામ પંચાયતોના વિભાજનની પ્રક્રિયા પૂર્ણ કરાશે. ગુજરાતમાં હાલ 14 હજાર 455 ગ્રામ પંચાયત અસ્તિત્વમાં છે.

થોડા સમય પટેલ 200 ગ્રામ પંચાયતોનું વિભાજન કરવામાં આવ્યુ હતુ. 200 ગ્રામ પંચાયતોના વિભાજન બાદ હાલ ગુજરાતમાં 14455 ગ્રામ પંચાયતો અસ્તિત્વમાં છે. ત્યારે હવે તેમાં વધુ 50થી વધુ નવી ગ્રામપંચાયતો ઉમેરાશે. જો કે ઓબીસી અનામત લાગુ થાય તે પહેલાં ગ્રામ પંચાયતોના વિભાજનની પ્રક્રિયા પૂર્ણ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.