Abtak Media Google News

વિકટ પરિસ્થિતિમાં સરકારે મદદ કરી કોઈપણ તકલીફ ન પડે તે રીતે વતન પહોંચાડયા, સરકારનો આભાર વ્યકત કર્યો

રાજકોટમાં નિર્મલા સ્કૂલ પાસેના વિસ્તારના મૂળ વતની અને વર્ષોથી સુદાન નોકરી કરતા 42 વર્ષીય ભવનીશભાઈ હર્ષદરાય વાલાણી સુદાનથી પરત ફરવા અંગેનો પોતાનો અનુભવ જણાવતા કહે છે કે, સુદાનની વર્તમાન પરિસ્થિતિને કારણે તાત્કાલિક અમારે ત્યાંથી નીકળવું પડ્યું. મારા પરિવાર સાથે મારા કાકા, કાકી, બહેન અને તેમના પરિવારો મળીને અમે કુલ 12 વ્યક્તિનો સુદાનમાં રહીએ છીએ. વડીલો અને બાળકો પણ અમારી સાથે છે. સુદાનથી મર્યાદિત સામાન જ લઈ જવાની છૂટ હતી. જેના કારણે  અમારી બધી વસ્તુઓ અમે ત્યાંથી છોડીને આવ્યા છીએ.

Advertisement

અમારા સુદાનના નિવાસથી 30 મિનિટના અંતરથી જ સંઘર્ષનો વિસ્તાર શરૂ થઇ જતો, જયાંથી ફાયરિંગના તેમજ વિસ્ફોટના અવાજો અમે સાંભળી શકતા. અમારા વિસ્તાર તરફ પણ તોફાનો થતા. પરંતુ, પ્રભુ કૃપાથી અમને કોઈ વાંધો આવ્યો નથી.

ભારત સરકારનો અને મોદીજીનો ખુબ ખુબ આભાર કે અમને આ પરિસ્થિતિમાં મદદ પહોંચાડી. સુદાનની સરકારનો સહયોગ લઈ ત્યાંથી નીકળવા માટે ફ્લાઇટ તેમજ અન્ય વ્યવસ્થા કરી આપી. જેનાથી અમે બચીને વતન આવી શક્યા. અમે સુદાનથી અમદાવાદ ફ્લાઇટમાં પહોંચ્યા ત્યાર બાદ અમદાવાદથી રાજકોટ પહોંચવા રાજ્ય સરકારે બસની સુવિધા નિ:શુલ્ક આપી અમને જે મદદ કરી છે, તે માટે રાજ્ય સરકારનો પણ ખૂબ ખૂબ આભાર.કવિતા ચરાડવા 41 વર્ષના ગૃહિણી છે. તેમની 8 વર્ષની પુત્રી અને સમગ્ર પરિવાર સાથે તેઓ સુદાનથી રાજકોટ પરત ફર્યા છે. તેઓ જણાવે છે કે વર્ષોથી અમે  સુદાનમાં રહીએ છીએ.

પરંતુ, ત્યાં ખરાબ પરિસ્થિતિને કારણે અમારે ભારત પાછું આવવું પડ્યું છે. આવા કઠિન સમયે અમને સુરક્ષિત રીતે વતન પહોંચાડવા માટે મદદ કરાવ બદલ અમે મોદી સરકાર અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કારણ કે તેમના સહયોગથી જ આ શકય બન્યું છે. સમગ્ર પ્રવાસ દરમિયાન અમને કોઈ તકલીફ પડવા દીધી નથી, બધી જ સુવિધાઓ પૂરી પાડી છે. અમારી સાથે નાના બાળકો અને અશક્ત વડીલો પણ છે. તેમની પણ બધી સુવિધાઓ સાચવવામાં આવી છે. કોઈ તકલીફ વગર અમને વતન સુધી હેમખેમ પહોંચાડવા બદલ અમે ભારત સરકાર તેમજ રાજ્ય  સરકારના આભારી છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.