Abtak Media Google News

જમીન પોચી થવાના કારણે પરિવારો ઉપર આવી આફત

કચ્છના નાના રણમાં અગરિયાઓને આફત 200 થી વધુ અગરિયા પરિવારોના ટ્રેક્ટર વરસાદના પાણીમાં પાણી ના કારણે જમીન પહોંચી થઈ જવાના કારણે અસંખ્ય ટ્રેક્ટર ફસાયા. કચ્છના નાના રણમાં વરસાદના પગલે અસંખ્ય અગરિયા પરિવારો ટ્રેકટર સાથે ફસાયા.

ગત વર્ષે રણમાં મીઠું પકવવા લેટ પડેલા અગરિયા પરિવારો આ વર્ષે રણમાં વહેલા ઉતર્યા હતા. જેમાં રણમાં વરસાદની સાથે રૂપેણના પાણી ફરી વળતા અસંખ્ય પરિવારો રણમાં ફસાયા હતા. જેમાં છઠ્ઠીના સરકારી રણમાં વરસાદના પગલે અગરિયા પરિવારો ત્રણ ટ્રેક્ટરો સાથે છેલ્લા ત્રણ દિવસથી ફસાયા હતા.રણમાં મીઠુ પકવવા ગયેલા

અગરિયાઓનો સરસામાન રણમાં પલળી ગયો પાટડી પંથકના અગરીયાઓની જીંદગીને સમસ્યા, હાડમારી અને ગરીબીના ગ્રહણો હંમેશા લાગેલા જ રહે છે. સંઘર્ષને જીવનનો ભાગ બનાવીને હસતામુખે મુશ્કેલીઓ સાથે બાથ ભીડતા અગરીયાઓને હાલમાં વધુ એક કઠણાઈનો સામનો કરવો પડયો હોવાનું જાણવા મળે છે.

મળતી વિગત મુજબ તાજેતરમાં કેટલાક અગરીયા પરિવારોએ મીઠુ પકવવા માટે સરસામાન લઈને રણમાં પ્રસ્થાન કર્યુ હતું. પરંતુ બે-ચાર દિવસ માંડ થયા હશે ત્યા વરસાદ શરૂ થતા અગરીયાઓનો સરસામાન રણમાં પલળી ગયો હોવાનું જાણવા મળે છે. તેમજ રણમાં વરસાદી પાણી આવતા અગરીયા પરિવારોને પાણીમાં ચાલતા ચાલતા ઘેર પરત ફરવાની નોબત આવી છે. હવે થોડા દિવસ પછી અગરીયાઓ ફરી રણમાં પ્રસ્થાન કરશે. મીઠું પકવવાની સિઝન મોડી શરૂ થશે તેમ જાણવા મળે છે.

રણકાંઠાના ગામડાના અંદાજે 2000 અગરિયા પરિવારો દર વર્ષે ઓક્ટોબરથી મે માસ દરમિયાન પોતાના પરિવારજનો સાથે રાત દિવસ કાળી મજૂરી દ્વારા મીઠું પકવવાનું આકરૂ કામ કરે કરે છે. એવામાં ગત વર્ષે અગરિયા પરિવારો રણમાં મીઠું પકવવા મોડા પહોંચ્યા હતા. આથી રણમાં મીઠું પકવવાની સીઝન મોડી શરૂ થઇ હતી. આથી આ વર્ષે અગરિયા પરિવારો રણમાં મીઠું પકવવા વહેલા ઉતર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.