Abtak Media Google News

છેલ્લા 24 કલાક દરમિયાન 9ર તાલુકાઓમાં ઝાપટાથી લઇ સવા ઇંચ સુધી વરસાદ: ચાર દિવસ હળવાથી મઘ્યમ વરસાદની આગાહી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં છેલ્લા વિસેક દિવસથી મેઘ વિરામ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.છેલ્લા 1ર દિવસથી મેઘાડંબર છવાય છે. પરંતુ મેઘરાજા મહેર ઉતારતા નથી. આજે સવારે રાજકોટમાં ઝરમર વરસાદ વરસતા રોડ ભીના થઇ ગયા હતા. વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજયમાં હાલ કોઇ મજબૂત સિસ્ટમ સક્રિય ન હોવાના કારણે ભારે વરસાદની સંભાવના નહિવત છે આગામી ચાર દિવસ સુધી હળવાથી મઘ્યમ વરસાદ પડશે.આજે સવારે પુરા છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયના 91 તાલુકાઓમાં હળાવ ઝાપટાથી લઇ સવા ઇંચ સુધી વરસાદ વરસી ગયો છે. સૌથી વધુ વરસાદ દાહોદ જિલ્લાના ફતેપુરામાં 30  મીમી વરસાદ પડયો હતો. મોરવા હડફમાં ર4 મીમી:, નાડોદમાં ર1 મીમી, નસવાડીમાં 18 મીમી, કપરાડામાં 17 મીમી, ખેરગ્રામમાં 17 મીમી, ગરૂડેશ્ર્વરમાં 1પ મીમી, ઉમેરગામમાં 13 મીમી, નીઝારમાં 13 મીમી, ગોરધામાં 13 મીમી અને દેવગઢ બારિયામાં 11 મીમી વરસાદ વરસી ગયો છે.

Advertisement

આજે સવારે રાજકોટના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. જેના કારણે રોડ ભીના થઇ ગયા હતા. વાતાવરણમાં ભારે ઠંડકનો અનુભવ થતો હતો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું  છે. જો કે રાજયમાં છેલ્લા 1ર દિવસથી મેઘાડેબર જોવા મળે છે. પરંતુ મેઘરાજા મનમૂકીને વરસતા નથી. છેલ્લા ર0 દિવસથી મેઘ વિરામ જેવો માહોલ હોવાના કારણે હવે મોલાતને પણ વરસાદના એકાદ સારા રાઉન્ડની જરુરીયાત છે.ગુજરાતમાં આજ સુધીમાં સીઝનનો 8027 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રીજીયનમાં 135.85 ટકા, ઉતર ગુજરાતમાં 67.08ટકા, પૂર્વ-મઘ્યમ ગુજરાતમાં 64.14 ટકા, સૌરાષ્ટ્રમાં 109.64 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 71.63 ટકા વરસાદ વરસી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.