Abtak Media Google News

વિકાસ કે વિનાશ ?

વર્ષ ૨૦૨૨માં ૧૬૫ દોષિતોને મૃત્યુદંડની સજા: દર ત્રીજો દોષિત જાતીય સતામણીના અપરાધ સાથે સંબંધિત

ગયા વર્ષે દેશભરની ટ્રાયલ કોર્ટે ૧૬૫ દોષિતોને ફાંસીની સજા સંભળાવી છે. વર્ષ ૨૦૨૨ માટેનો આ આંકડો છેલ્લા બે દાયકામાં સૌથી વધુ છે. આ પહેલા વર્ષ ૨૦૨૧માં ૧૪૬ દોષિતોને મોતની સજા સંભળાવવામાં આવી હતી. ચોંકાવનારી બાબત એ છે કે, મૃત્યુદંડની સજા મેળવનાર દર ત્રીજો અપરાધી જાતીય અપરાધો સાથે સંબંધિત છે.

Advertisement

વર્ષ ૨૦૨૨માં દેશભરની અદાલતોમાં જે સજા-એ-મોત ફટકારવામાં આવી છે તે બે દાયકામાં સર્વાધિક ફટકારવામાં આવેલી મોતની સજા છે. હવે જ્યારે સર્વાધિક મોતની સજા ફટકારવામાં આવી છે ત્યારે એક તરફ ગુનેગારોને તેમના ગુનાહિત પ્રવૃત્તિ બદલ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી છે તેવી અનુભૂતિ થાય છે પરંતુ બીજી બાજુ આ બાબત ચિંતાજનક પણ છે. કારણ કે, વર્ષ ૨૦૨૨માં જેટલા પણ દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે તેમાંથી એક તૃતીયાંશ ગુનેગારો જાતીય શોષણ સાથે સંકળાયેલા છે. એટલે કે દેશમાં ફાંસીની સજા પામનાર એક તૃતીયાંશ દોષિત ફક્ત જાતીય શોષણ કરનારા છે. હવે આંકડો વધતા ચિંતાજનક બાબત એ છે કે સુદ્રઢ સમાજ વ્યવસ્થા વિકસાવવાની વાતો વચ્ચે દિન પ્રતિદિન જાતીય શોષણના બનાવોમાં ધરખમ વધારો નોંધાતો જઈ રહ્યો છે.

સમાજમાં મહિલાઓ સુરક્ષિત હોય તો સુદ્રઢ સમાજ વ્યવસ્થા તરફ આગળ વધી શકાય પરંતુ જે રીતે અવાર નવાર દુષ્કર્મના બનાવો સામે આવી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક બાબત છે. માસૂમ બાળકીથી માંડી વૃદ્ધ મહિલાઓ પર શારીરિક અત્યાચારના બનાવોમાં નોંધપાત્ર વધારો થતો જઈ રહ્યો છે જે પ્રજા અને સરકાર બંને માટે અતિ ચિંતાજનક બાબત છે.

વર્ષ ૨૦૧૫ થી ૨૦૨૨ સુધીમાં મૃત્યુદંડની સજા પામેલા અપરાધિઓની સંખ્યામાં ૪૦ ટકાનો વધારો થયો છે.  રિપોર્ટ ‘ધ ડેથ પેનલ્ટી ઇન ઇન્ડિયાઃ એન્યુઅલ સ્ટેટિસ્ટિક્સ ૨૦૨૨’ અનુસાર નીચલી અદાલતો દ્વારા મૃત્યુદંડની સજાની સંખ્યામાં વધારો અને ઉચ્ચ અપીલ અદાલતોમાં આવા કેસોની સુનાવણીમાં વિલંબને આ વધારાનું કારણ જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટ ‘ડેથ પેનલ્ટી ઈન ઈન્ડિયાઃ એન્યુઅલ સ્ટેટિસ્ટિક્સ ૨૦૨૨’ અનુસાર ગયા વર્ષે ફેબ્રુઆરીમાં અમદાવાદની કોર્ટે ૨૦૦૮ના સિરિયલ બ્લાસ્ટ કેસમાં ૩૮ કેદીઓને ફાંસીની સજા સંભળાવી હતી. ૨૦૨૨માં મૃત્યુદંડની સજાની સંખ્યામાં વધારો કરવામાં આ કેસનો સૌથી વધુ ફાળો છે.  ૨૦૧૬માં જાતીય અપરાધો માટે મૃત્યુદંડની સજા પામેલા કેદીઓની સંખ્યા ૨૭ હતી. જાતિય અપરાધોના કુલ ૧૫૩ કેસમાંથી આ ૧૭.૬ ટકા હતો. તે જ સમયે ૨૦૨૨ માં, જાતીય અપરાધોના ૧૬૫ કેસોમાં ૫૨ કેદીઓને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. જે કુલ કેસના ૩૧.૫ ટકા છે.

સમાચાર અનુસાર કાયદાના પ્રોફેસર અને રિપોર્ટ જારી કરનાર અનૂપ સુંદરનાથે કહ્યું છે કે, વધેલા આંકડા ટ્રાયલ કોર્ટમાં ફાંસીના વધતા જતા વલણને દર્શાવે છે. તેમણે કહ્યું કે ૨૦૨૦માં કોરોના મહામારી દરમિયાન માત્ર ૭૭ કેદીઓને ફાંસી આપવામાં આવી હતી. જે બાદ ટ્રાયલ કોર્ટમાં ફાંસીની સજા આપવાની પ્રથા વધી ગઈ છે.

ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા મૃત્યુદંડની સજા અંગે માર્ગદર્શિકા બહાર પાડી હતી.  સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મૃત્યુદંડની સજા સંભળાવતા પહેલા ટ્રાયલ કોર્ટે જોવું જોઈએ કે આ ગુનો કયા સંજોગોમાં થયો હતો અને ગુનેગારની પૃષ્ઠભૂમિ શું છે.

અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ૩૮ દોષિતોને સજા-એ-મોત

રિપોર્ટ ‘ડેથ પેનલ્ટી ઈન ઈન્ડિયાઃ એન્યુઅલ સ્ટેટિસ્ટિક્સ ૨૦૨૨’ અનુસાર ગયા વર્ષે ફેબ્રુઆરીમાં અમદાવાદની કોર્ટે ૨૦૦૮ના સિરિયલ બ્લાસ્ટ કેસમાં ૩૮ કેદીઓને ફાંસીની સજા સંભળાવી હતી. ૨૦૨૨માં મૃત્યુદંડની સજાની સંખ્યામાં વધારો કરવામાં આ કેસનો સૌથી વધુ ફાળો છે.

મૃત્યુદંડની સજા પામનાર પૈકી ૩૧.૫% જાતીય શોષણના અપરાધી !!

૨૦૧૬માં જાતીય અપરાધો માટે મૃત્યુદંડની સજા પામેલા કેદીઓની સંખ્યા ૨૭ હતી. જાતિય અપરાધોના કુલ ૧૫૩ કેસમાંથી આ ૧૭.૬ ટકા હતો. તે જ સમયે ૨૦૨૨ માં, જાતીય અપરાધોના ૧૬૫ કેસોમાં ૫૨ કેદીઓને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. જે કુલ કેસના ૩૧.૫ ટકા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.