Abtak Media Google News
  • દોહીત્રીના જન્મ દિવસની તૈયારીનું શુટીંગ મામલે અજાણ્યા શખ્સો આચર્યું કૃત્ય

રાજકોટ શહેરમાં કોઠારીયા વિસ્તારમાં આવેલ શીતળાધાર પાસે દોહીત્રના બર્થડેની ઉજવણીની તૈયારી કરતા પરિવારનો વિડિયો ઉતારવાની ના પાડતાં નાની ઉપર અજાણ્યા શખ્સે હુમલો કરી માર માર્યો હતો હુમલામાં ઘવાયેલા પ્રૌઢાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલ શીતળાધાર રહેતા નગીનાબેન હરદેવભાઈ જયસ્વાલ નામના 45 વર્ષના પ્રોઢા પોતાના ઘરે હતા ત્યારે સાંજના પાંચેક વાગ્યાના અરસામાં અજાણ્યા શખ્સે ઝઘડો કરી પથ્થર વડે માર્યો હતો. પ્રોઢાને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં હુમલામાં ઘવાયેલા નગીનાબેન જયસ્વાલની પુત્રી મોનીબેનના પુત્ર આર્યનનો ગઈકાલે જન્મદિવસ હતો અને પરિવાર દોહીત્રના બર્થડે ની ઉજવણીની તૈયારી કરી રહ્યો હતો ત્યારે સામે રહેતો અજાણ્યો શખ્સ વિડિયો ઉતારતો હતો તેથી નગીનાબેન જ્યસ્વાલે વિડિયો ઉતારવાની ના પાડતા અજાણ્યા શખ્સે માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આક્ષેપના પગલે આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.